જય જય ગરવી ગુજરાત નિબંધ | Jai Jai Garvi Gujarat Essay [2024]

જય જય ગરવી ગુજરાત નિબંધ | Jai Jai Garvi Gujarat Essay

શું તમે ગુજરાતીમાં જય જય ગરવી ગુજરાત વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જય જય ગરવી ગુજરાત વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Jai Jai Garvi Gujarat Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

જય જય ગરવી ગુજરાત વિશે નિબંધ

અહીં ગુજરાતી જય જય ગરવી ગુજરાત વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ જય જય ગરવી ગુજરાત વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

જય જય ગરવી ગુજરાત વિશે ગુજરાતીમાં નિબંધ 

"જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત"

ઉપરની કાવ્યપંક્તિ ગાતાં જ આપણા હૈયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ જાય છે.

ગુજરાત ભારતની પિશ્ચમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની પશ્ચિ અરબીસમુદ્ર, ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલાં છે ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી મોટી નદીએ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. 

ગુજરાતને વિશાળ દરિયાકિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવાં સમૃદ્ધ બંદરો આવેલાં છે. ગુજરાતનાં ઉભરાટ, તીથલ, ઝુમ્મસ, સાપુતારા અને ચોરવાડ જેવાં પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે.

ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, ગિજુભાઈ વગેરે સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકો ગુજરાતની ભૂમિનાં નરરત્નો છે.

ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે.

આઝાદી પછી ગુજરાત પ્રગતિની હરણફાળ ભરી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહનવ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે.

આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનો મને ગર્વ છે.

જય જય ગરવી ગુજરાત નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Jai Jai Garvi Gujarat Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી જય જય ગરવી ગુજરાત ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જય જય ગરવી ગુજરાત વિશે નિબંધ એટલે કે Jai Jai Garvi Gujarat Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join