નવરાત્રી જય આધ્યા શક્તિ આરતી PDF | Jai Adhya Shakti aarti Lyrics in Gujarati

નવરાત્રી આરતી PDF | જય આધ્યશક્તિ આરતી | Jai Adhya Shakti aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં નવરાત્રી જય આધ્યશક્તિ આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં નવરાત્રી જય આધ્યશક્તિ આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Jai Adhya Shakti aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

નવરાત્રી જય આધ્યશક્તિ આરતી | Jai Adhya shakti Aarti in Gujarati

જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

તૃતીયા ત્રણ સ્વરુપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં
ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દિશા, ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર માર્યો
નર-નારીના રુપે, નર-નારીના રૂપે, વ્યાપ્યા સઘળે મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગિરિજા મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા, મા આઇ આનંદા
સુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યો મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હરબ્રહ્મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

એકાદશી અગીયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

બારસે બાળા રૂપ, બહુચરી અંબામા, મા બહુચરી અંબામા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

તેરસે તુળજારૂપ, તું તારુણી માતા, મા તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહ-વાહની મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા
વશિષ્ટદેવે વખાણ્યા, માર્કંડમુનિએ વખાણ્યા, મા ગાઇ શુભ કવિતા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

સંવત સોળ સતાવન, સોળશે બાવીસમા, મા સોળશે બાવીસમા
સંવત સોળે પ્રકટ્યા, સંવત સોળે પ્રકટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી
સોળ સહસ્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

ભાવ ના જાણું ભક્તિ ના જાણું, ના જાણુ સેવા, મા ના જાણુ સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા, શરણે સુખ દેવા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

શિવશક્તિની આરતી, જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

મા નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી … મા શોભા બહુ સારી,
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર વાળી
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

મા ની ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી, મા શોભા બહુ સારી,
આંગણ કુક્ડ નાચે, આંગણ કુંકડ બોલે, જય બહુચર વાળી
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

નવરાત્રી જય આધ્યશક્તિ આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Jai Adhya shakti Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

નવરાત્રી જય આધ્યશક્તિ આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી નવરાત્રી જય આધ્યશક્તિ આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નવરાત્રી જય આધ્યશક્તિ આરતી અને PDF એટલે કે Jai Adhya Shakti aarti Lyrics in Gujarati PDF Download વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.