નવરાત્રી ગરબા લખેલા બુક | Navratri Garaba Book PDF [2024]

નવરાત્રી ગરબા લખેલા બુક ગુજરાતી PDF | Navratri Garaba Book PDF

શું તમે નવરાત્રી ગરબા લખેલા બુક ગુજરાતી PDF PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં નવરાત્રી ગરબા લખેલા બુક PDF ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Navratri Garaba Book in Gujarati ની PDF પણ Download કરી શકશો.

નવરાત્રી ગરબા લખેલા બુક ગુજરાતી PDF | Navratri Garaba Book in Gujarati

ગુજરાતી ભજન ગરબા અને લોકગીત :

માનો ગરબો રે રમે રાજને દરબાર

માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા કોડિયાં મેલાવ

માનો ગરબો રે, રમે રાજને દરબાર

રમતો ભમતો રે, આવ્યો સોનીડાને દ્વાર
એલી સોનીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા જાળીયા મેલાવ

માનો ગરબો રે, રમે રાજને દરબાર

રમતો ભમતો રે, આવ્યો ઘાંચીડાને દ્વાર
એલી ઘાંચીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા દિવેલીયા પુરાવ

માનો ગરબો રે, રમે રાજને દરબાર

ખમ્મા મારા નંદજીના લાલ

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વજાડી?

હું રે સૂતી'તી મારા શયનભવનમાં
સાંભળ્યો મેં તો મોરલીનો સાદ
મોરલી ક્યાં રે વજાડી?

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી
ભૂલી ગઈ હું તો ભાનસાન
મોરલી ક્યાં રે વજાડી?

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી
દીઠાં મેં નન્દજીના લાલ
મોરલી ક્યાં રે વજાડી?

દોણું લઈને ગૌ દોહવાને બેઠી
નેતરાં લીધાં હાથ
મોરલી ક્યાં રે વજાડી?

વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લઈને હાથ
મોરલી ક્યાં રે વજાડી?

માતાજીના ઊંચા મંદિર

માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!
રાધાગોરી, ગરબે રમવા હાલો
સાહેલી સહુ ટોળે વળી રે લોલ!

ક્યાં છે મારા રામસીંગભાઈના ગોરી
મુખલડે અમી ઝરે રે લોલ!
ક્યાં છે મારા વીરસીંગભાઈના ગોરી
હાથલડે હીરા જડ્યા રે લોલ!

ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી
પગલડે પદમ જડ્યા રે લોલ!
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!

નવરાત્રી ગરબા લખેલા બુક ગુજરાતી PDF | Navratri Garaba Book PDF

અમે મૈયારાં રે…

અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવાં, નહિ લેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભૂલાવી ભાનસાન ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારાં રે… ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા હજાર દિએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવાં, નહિ કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

આસો માસો શરદ પૂનમની રાત

આસો માસો શરદ પૂનમની રાત જો
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

સસરો મારો ઓલા જનમનો બાપ જો
સાસુ રે ઓલા જનમની માવડી

જેઠ મારો અષાઢીલો મેઘ જો
જેઠાણી ઝબૂકે વાદળ વીજળી

દેર મારો દેરાસરનો દેવ જો
દેરાણી દેરાસર કેરી પૂતળી

નણંદ મારી વાડી માયલી વેલ જો
નણદોઈ મારો પારસ પીપળો

પરણ્યો મારો સગી નણંદનો વીર જો
તાણીને બાંધે નવરંગ પાઘડી

આસો માસો શરદ પૂનમની રાત જો
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

વધુ ગરબા ભજન અને ગરબા લોકગીત માટે નીચે આપેલ PDF Download કરી શકો છો. 👇

Best નવરાત્રી ગરબા લખેલા બુક ગુજરાતી PDF Website

નવરાત્રી ગરબા લખેલા બુક વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Navratri Garaba Book in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

નવરાત્રી ગરબા ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી નવરાત્રી ગરબા ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નવરાત્રી ગરબા લખેલા બુક PDF એટલે કે Navratri Garaba Book in Gujarati PDF Download વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join