વૃક્ષારોપણ દિન અહેવાલ લેખન | Vruksharopan vishe Aheval Lekhan

વૃક્ષારોપણ દિન વિશે અહેવાલ લેખન | Vruksharopan vishe Aheval Lekhan

શું તમે ગુજરાતીમાં વૃક્ષારોપણ વિશે અહેવાલ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વૃક્ષારોપણ વિશે ગુજરાતી અહેવાલ રજુ કર્યો છે અને છેલ્લે Vruksharopan Aheval Lekhan In Gujarati ની PDF પણ Download કરી શકશો.

વૃક્ષારોપણ વિષય પર અહેવાલ લેખન

અહીં ગુજરાતી વૃક્ષારોપણ વિશે બે અહેવાલ રજુ કર્યા છે જે 250, 300  શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ વૃક્ષારોપણ વિશે અહેવાલ ગુજરાતીમાં 250, 300 શબ્દોમાં અહેવાલ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

વૃક્ષારોપણ વિશે ગુજરાતીમાં અહેવાલ | Vruksharopan Aheval Lekhan in Gujarati

તારીખ: સ્થળ: 

પ્રસ્તાવના:
[તારીખ]ના રોજ, [સ્થળ] ખાતે વૃક્ષારોપણ દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન [આયોજક] દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો અને વૃક્ષોના મહત્વ વિશે લોકોને જાગૃત કરવાનો હતો.

કાર્યક્રમની વિગતો:

  • સવારનું સત્ર: કાર્યક્રમની શરૂઆત સવારે [સમય] વાગ્યે ધ્વજવંદન સાથે થઈ હતી. ત્યારબાદ, મુખ્ય મહેમાન [મુખ્ય મહેમાનનું નામ] દ્વારા પ્રાસ્તાવિક ભાષણ આપવામાં આવ્યું હતું. તેમણે વૃક્ષોના મહત્વ અને પર્યાવરણની જાળવણી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
  • વૃક્ષારોપણ: ત્યારબાદ, સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ એટલે કે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું હતું. [કુલ કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા તે] વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. જેમ કે, [વૃક્ષોના નામ]. આ કાર્યક્રમમાં [કેટલા લોકોએ ભાગ લીધો હતો] લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
  • સાંસ્કૃતિક કાર્યક્રમ: વૃક્ષારોપણ પછી, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમ કે, નૃત્ય, ગીત, કવિતા વગેરે.
  • પુરસ્કાર વિતરણ: અંતમાં, કાર્યક્રમમાં ભાગ લેનારા સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
નિષ્કર્ષ:
આ વૃક્ષારોપણ દિનનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં મોટી સફળતા મળી છે. આપણે સૌએ વૃક્ષોનું જતન કરવું જોઈએ અને પર્યાવરણની જાળવણી માટે પ્રયત્નો કરવા જોઈએ.

આભાર:
આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરનારા તમામ સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને આયોજકોનો હું આભાર માનું છું.
[તમારું નામ][તમારી પદવી][આયોજકનું નામ]

આ અહેવાલમાં તમે નીચેની બાબતો ઉમેરી શકો છો:

  1. કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો
  2. કાર્યક્રમમાં આવેલા મુશ્કેલીઓ અને તેનું નિરાકરણ
  3. ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરવા માટેના સૂચનો
નોંધ: આ અહેવાલ માત્ર એક નમૂનો છે. તમે તમારી શાળામાં થયેલા કાર્યક્રમના આધારે આ અહેવાલને વધુ વિગતવાર બનાવી શકો છો.

આશા છે કે આ અહેવાલ તમારા માટે ઉપયોગી થશે.

તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિન નો અહેવાલ

5મી જૂન પર્યાવરણ દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.

વૃક્ષારોપણદિનની ઉજવણી


થરાદ, તા. 10-06-2024

અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણદિન ઊજવવામાં આવે ‘ છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂનને વૃક્ષારોપણદિન તરીકે ઊજવવામાં આવ્યો હતો.

શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં, જેમાં “એક બાળ, એક ઝાડ’; વૃક્ષ જતન, આબાદ વતન; "વૃક્ષો વાવો, વરસાદ લાવો"; વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો’ વગેરે સૂત્રો લખેલાં હતાં.

શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણદિન નિમિત્તે ઉદ્ઘાટનવિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું.

પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી, તેને પાણી પાયું. ત્યારપછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં : વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

વૃક્ષારોપણદિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા : હતા. વૃક્ષો, આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્રસ્પર્ધા, “વૃક્ષો’ વિશેની વફ્તત્વસ્પર્ધા, વૃક્ષો માટેનાં ટ્રી – ગાર્ડ્ઝ, વૃક્ષપ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને વનભોજન – આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણદિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું.

નોંધ: આ અહેવાલ માત્ર એક નમૂનો છે. તમે તમારી શાળામાં થયેલા કાર્યક્રમ અનુસાર આ અહેવાલમાં ફેરફાર કરી શકો છો.

અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

  1. અહેવાલ એટલે બનેલ હકીક્ત,ઘટના કે બનાવનું નજરે જોયેલું સાચું, સચોટ અને ટૂંકુ નિરૂપણ.
  2. આપેલ વિષયને બરાબર સમજો.
  3. પ્રથમ કાચી રૂપરેખા બનાવવી પછી પાકો અહેવાલ લખવો.
  4. બનેલ ઘટનાનો ક્રમ જાળવવો.
  5. ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ, કોઇપણ જાતની અતિશોયક્તિ વિના આશરે ૧૦૦ શબ્દો (દસપંદર વાક્યો)ની મર્યાદામાં પૂર્ણ કરવી.
  6. અહેવાલમાં તારીખ,સમય,સ્થળ,વ્યક્તિવિશેષ વગેરેનો સ્પસ્ટ ઉલ્લેખ કરવો જરૂરી.
  7. ઘટનાના વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવા.
  8. અહેવાલની ભાષા શુદ્ધ, સરળ, ટૂંકા વાક્યોવાળી અને આકર્ષક હોવી જોઇએ.
  9. અહેવાલને અનુકૂળ યોગ્ય શીર્ષક આપવું.
  10. પરીક્ષામાં પૂછાતા અહેવાલના પ્રશ્નમાં જ અહેવાલના શીર્ષકનો સમાવેશ થયેલો હોય છે. જેથી જે તે વિષય પ્રમાણે ટૂંકુ શીર્ષક પસંદ કરવું.

વૃક્ષારોપણ ગુજરાતી અહેવાલ PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Vruksharopan aheval Lekhan in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

વૃક્ષારોપણ અહેવાલ લેખન ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી જીવનમાં વૃક્ષારોપણ ગુજરાતી અહેવાલ લેખન નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વૃક્ષારોપણ વિશે અહેવાલ લેખન એટલે કે Vruksharopan aheval Lekhan in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join