આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ.
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે.
સમજૂતી :
સમજૂતી :
જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ, આપણું જીવન પણ સુખદુઃખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યાં પણ રહેવું પડે. રાતદિવસ, તડકો છાંયડો, અમાસપૂનમની જેમ સુખદુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે.
સારાંશ :
સારાંશ :
સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિઓનો સાર છે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
