વિચાર વિસ્તાર : શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે, ચેતનભર્યા...

વિચાર વિસ્તાર : શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે, ચેતનભર્યા મનુજમાં તો, ના શું બેઠાં દેવ હશે?

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે, ચેતનભર્યા મનુજમાં તો, ના શું બેઠાં દેવ હશે?' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર

અહીં આપેલ પંક્તિ 'શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે, ચેતનભર્યા મનુજમાં તો, ના શું બેઠાં દેવ હશે?' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે, 
ચેતનભર્યા મનુજમાં તો, ના શું બેઠાં દેવ હશે?

અર્થ:
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ મંદિરમાં પ્રસ્થાપિત કરેલી પથ્થરની પ્રતિમાને લોકો દેવ તરીકે પૂજે છે. જે માણસને પ્રભુમાં અનન્ય શ્રદ્ધા છે, તેને પ્રતિમામાં પણ પ્રભુનું દર્શન થાય છે. માનવીની શ્રદ્ધાને લીધે જો પથ્થર પણ પ્રભુનો દરજ્જો પામી શક્તો હોય, તો જીવતાજાગતા મનુષ્યમાં શું પ્રભુનો વાસ નહીં હોય?

સમજૂતી:
કવિ આવો પ્રશ્ન પૂછીને એવું સૂચવે છે કે, આપણે જેવી રીતે જડ પથ્થરમાં ઈશ્વરને જોઈએ છીએ, તેવી જ રીતે ચેતનવંતા મનુષ્યમાં પણ ઈશ્વરને જોવો જોઈએ. ઈશ્વરની આકૃતિ ધરાવતો પથ્થર પણ જો આપણી પૂજાને પાત્ર બની શકતો હોય તો જેના હૃદયમાં સાક્ષાત ઈશ્વર વસે છે, એવા મનુષ્યની તો આપણે ક્યારેય ઉપેક્ષા કરવી ન જોઈએ. કે આપણે દરેક માનવી સાથે પ્રેમ અને આદરનો વ્યવહાર કરીએ. કોઈના હૃદયને ઠેસ પહોંચે તેવો વ્યવહાર તો કદી પણ ન કરીએ. જો આપણે દરેક માનવીમાં શ્રદ્ધા રાખીશું, તો તેના હૃદયમાં વસેલો ઈશ્વર આપણને શ્રદ્ધાનું ફળ આપ્યા વિના નહિ રહે. સ્વામી વિવેકાનંદે પણ કહેલું કે, ઈશ્વરનો સૌથી વધારે આવિર્ભાવ મનુષ્યમાં હોય છે.”

સારાંશ:
આમ, કવિ કહે છે કે પથ્થરની પ્રતિમામાં શ્રદ્ધા રાખનાર માનવીએ જીવંત મનુષ્યમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે, ચેતનભર્યા મનુજમાં તો, ના શું બેઠાં દેવ હશે? વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.