આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય;
ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.
અર્થ :આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે; પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી.
સમજૂતી :
વિદ્યાર્થી હોય, તેણે પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ.
વળી, સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે પૂરતા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તો પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી.
સારાંશ :
નિષ્ફળતા મળવાના ડરને લીધે પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્ત્વ નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત રજૂ કરવામાં આવી છેઃ
"Not failure, but low aim is a crime."
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન. વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
