વિચાર વિસ્તાર : મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં...

વિચાર વિસ્તાર : મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં; વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા?

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં; વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા?' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર

અહીં આપેલ પંક્તિ 'મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં; વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા?' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં; 
વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા?

અર્થ:
આ કાવ્યકંડિકામાં કવિએ એવું સૂચવ્યું છે કે મોટું અને નાનું એ બે સાપેક્ષ વિશેષણો છે અને એકબીજા પર આધારિત છે.

સમજૂતી:
કોઈને ખૂબ મોટો ગણી તેને વધુ પડતું મહત્વઆપવાનું તેમજ કોઈને ખૂબ નાનો ગણી તેને અવગણવાનું ઉચિત નથી. ખૂબ મોટી વસ્તુની સાથે સરખામણી કરીએ ત્યારે સામાન્ય રીતે મોટી ગણાતી વસ્તુઓ પણ નાની લાગે છે, જ્યારે સૂક્ષ્મ વસ્તુની સાથે તુલના કરતાં નાની વસ્તુ પણ મોટી લાગે છે. પૃથ્વી અને તેના ઉપગ્રહોની સરખામણીમાં સૂર્ય ઘણો મોટો છે, પણ અનંત આકાશમાં આટલો મોટો સૂર્ય એક નાનકડા બિંદુ જેવો છે, કારણ કે તેનાથી ઘણા મોટા કદના સૂર્યો બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. આ બાબત ધ્યાનમાં રાખીએ તો આપણા ઘરમાં રહેલો નાનકડો દીવો પણ મોટો જ લાગે છે. કારણ કે તે આપણા ઘરમાં પ્રકાશ પાથરી શકે છે. 

રાત્રે ઘરમાં ઘરદીવડો જ ઉપયોગી થાય છે, સૂર્ય નહીં. વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિની સાથે સરખામણી કરીએ ત્યારે એવું લાગે કે એક દેશનેતાની તો કોઈ વિસાત જ નથી. પણ એનાથી નાના ગણાતા નેતા સાથે સરખાવતાં એક દેશનેતા ખૂબ મોટી વ્યક્તિ લાગે છે. શેક્સપિયર, મિલ્ટન કે કવિ કાલિદાસ જેવી પ્રસિદ્ધિ ન મળી હોવા છતાં આપણા ગુજરાતી સાહિત્યકારોએ પોતાના સર્જનકાર્ય વડે ગુજરાતને અને ગુજરાતી સાહિત્યને જરૂર શોભાવ્યું છે. આમ, જગતમાં નાના કે મોટાના ખ્યાલો એકદમ સાચા નથી. માણસ મોટો હોય કે નાનો, દરેક વ્યક્તિનું સમાજમાં આગવું મહત્વ હોય છે.

સારાંશ:
નાના ક્ષેત્રમા નાના મનાતા માણસો ખૂબ ઉપયોગી સેવા બજાવી શકે છે. તેમની એવી સેવાને આપણે બિરદાવવી જોઈએ.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં; વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા? વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.