વિચાર વિસ્તાર: કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ...

વિચાર વિસ્તાર: કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર

અહીં આપેલ પંક્તિ 'કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

અર્થ :
આ પંક્તિઓમાં કવિએ આપણને દઢ મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે.

સમજૂતી : 
કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી. “મન હોય તો માળવે જવાય’, “રોતો જાય એ મૂઆના સમાચાર લાવે” જેવી કહેવતો પણ પ્રસ્તુત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઇચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે –

“અમને નાખો જિંદગીની આગમાં, 
આગને પણ ફેરવીશું બાગમાં.”

સારાંશ : 
આપણે પણ દઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.