આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ,
તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.
અર્થ :
આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ, આદર આપે નહિ અને તેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ.
સમજૂતી:
દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરનાં પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે.
ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનના મહેલના એવામીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું.આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહિ.
સારાંશ :
આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ. વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો