શું તમે ગુજરાતીમાં સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર) શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ ગુજરાતી સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર) રજુ કર્યા છે અને છેલ્લે Success Suvichar in Gujarati ની PDF પણ Download કરી શકશો.
ગુજરાતી સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર)
સફળ વ્યકિતત્વને ઘડવા-સંવારવા માટે સોનેરી સૂત્રો છે. આ સૂત્ર જો જીવનમાં શાસ્ત્ર બનીને રચી શકાય તો વ્યકિતત્વ ચમકી ઊઠે છે. વ્યકિતત્વ નિર્માણનાં આ સાત સોનેરી સૂત્ર છે.અહીં ગુજરાતીમા નાના સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર) રજુ કર્યા છે જે નીચે આપેલ છે.
સફળતાના સોનેરી સૂત્રો ગુજરાતીમાં
- શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
- મનુષ્ય પોતેજ પોતાના સુખનો શિલ્પી છે.
- તેરા કર્મ હી તેરી પુજા હૈ.
- સર્જનહારે સૃષ્ટિનું સર્જન કર્યુ છે. આપણે સ્વનું સર્જન કરવાનું છે.
- સ્વનો અભ્યાસ એજ સ્વાધ્યાય.
- ખુદને જાણવાની જરૂર છે. ખુદને જાણે તે ખુદા.
- દરેક સવાર કોરા કાગળ જેવી હોય છે.
- પોતે પોતાનું પુસ્તક વાંચો.
- શબ્દો કરતાં કાર્ય મોટેથી બોલે છે.
- પ્રભાત એટલે બીજું કોઈ નહીં પણ નવસર્જનનો પ્રેરણા સંદેશ.
- અ-શિસ્ત કોલસા જેવી છે કોલસો ગરમ હોયતો દઝાડે, ઠંડો હોય તો હાથ કાળા કરે.
- જે વહેલા સુવે તે વહેલા જાગે.
- ઉત્તમ સાધના એટલે વાંચન.
- માનવ ઉર્જા એટલે આપબળ અને પૈસો.
- પ્રેમભરી ભાષા એજ ધર્મની ખરી ભાષા છે.
- જીવન સત્ઃચિત્ત અને આનંદરૂપી છે.
- આખી ફિલસૂફી બે શબ્દોમાં છે. પરિશ્રમ અને સંયમ.
- ઘરમાં આનંદ થાય એનું નામ ગ્રહસ્થાશ્રમ.
સફળતાના સાત સોનેરી સૂત્રો :
- પ્રોએકિટવ થવું એટલે પોતાની જવાબદારી પોતે જ ઉઠાવવી,
- સ્થિરચિત્તે યોજના બનાવવી,
- પ્રાથમિકતાના આધારે કાર્યનું નિર્ધારણ કરવું,
- વિજેતાની જેમ વિચારવું,
- અન્યને સાંભળવાની સમજદારી વિકસાવવી,
- યોગ્ય તાલમેલ કરવો તથા
- હમેશાં નવું કરવાનું વિચારવું.
સફળતાના પાંચ સુત્રો :
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં જેટલાં સાધન બતાવ્યાં છે. તેમાં વિદ્ધાનોએ પાંચ સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે. જે મનુષ્ય પોતાનામાં આ પાંચ સાધનોનો સમાવેશ કરી લે છે, તે ગમે તે સ્થિતિનો કેમ ન હોય, પોતાની ઇચ્છિત સફળતાઓની પસંદગી જરૂર કરી લે છે.
જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે, પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય.
[2] આત્મવિશ્વાસ તથા બલિદાન :
આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે, જે પોતાની મદદ પોતે જ કરે છે અને જેનું હ્રદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓતપ્રોત છે.
જે આપે છે, તે જ મેળવે છે. કોઈ એવું ઇચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય, પરંતુ કશું જ આપવું ન પડે, તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ આદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શકતી નથી. તેથી સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી ત્યાગ અને બલિદાન માટે સદાય તત્પર રહે.
[3] સ્નેહ અને સહાનુભૂતિ :
સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહિ થાય. જે ક્રૂર, કઠોર તથા અસંવેદનશીલ છે, તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે. ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે. જેથી પ્રતિદાનમાં તે પણ સ્નેહ સહાનુભૂતિ મેળવતી રહે અને તેનો માર્ગ પ્રશસ્ત થતો રહે.
[4] સાહસ અને નિયમિતતા :
ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહેશે. સફળતાના માર્ગ પર અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિયાનનો આરંભ જ નહિ કરે. જે શ્રેયની શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે?
[5] પ્રસન્નતા તથા માનસિક સંતુલન :
શરીરયાત્રા માટે જીવનની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. દુ:ખી હાલતમાં મનુષ્યનું સંતુલન અસંભવ છે અને અસંતુલન નિશ્ચિતરૂપે નિષ્ફળતાની જનની છે.
સફળતાનાં સાત સોનેરી સૂત્રો : પન્નાબહેન પંડ્યા
- આત્મશ્રદ્ધા, આત્મસન્માન, આત્મગૌરવ તમારી જાતમાં શ્રદ્ધા રાખો. જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી, તેને ઈશ્વરમાં પણ શ્રદ્ધા નથી. આત્મશ્રદ્ધા, આત્મબળ કેળવવા માટે નચિકેતા જેવા બનો.
- ઊઠો, જાગો, નિર્ભય બનો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. વેદોમાં એક શબ્દ વારંવાર આવે છે, નિર્ભયતા. કોઈપણ જાતનો ડર ન રાખો. ભય એ નિર્બળતાની નિશાની છે. બધી શક્તિ આત્મામાં સ્થિત છે. જયિંિક્ષલવિં શત હશરય, ઠયફસક્ષયતત શત ઉયફવિં. મુશ્કેલીઓ પહાડ જેવી લાગે પણ એ બધી દૂર થઈ જશે એને પગ તળે કચડી નાખો.
- સત્યવાદી અને ત્યાગી બનો. વજ્રથી પણ કઠોર, પુષ્પથી પણ કોમળ બનો. પરીક્ષા કર્યા વિના કંઈ માની ન લેશો. જાતે જ સત્યને શોધો અને જીવતા કે મરેલા, એ સત્યને જ વળગી રહો. પરિણામ ગમે તે આવે, સત્યનો સાથ ન છોડૉ. મહાન કાર્યો તો મહાન બલિદાનથી જ પાર પડે છે. દેશની ભાવિ આશાઓ તમારા (યુવાનો) પર રહેલી છે.
- શરીર-મનને મજબૂત બનાવો, પ્રચંડ પુરુષાર્થ કરો. નિરાશાને ખંખેરી નાખો. આ જગત વિપત્તિની શાળા છે. ડગે નહીં એવા મનોબળની પણ શાળા છે. નાસીપાસ ન થાઓ. સફળતાનું ખરું રહસ્ય તીવ્ર ઉત્કંઠા. પુરુષાર્થથી બધું પ્રાપ્ત કરી શકાય. પહાડો પણ અણુ જેવા કરી શકાય. વિપરીત સંજોગોમાં અડગ રહો. કાર્ય સિદ્ધિ માટે મરી પડૉ. ધ્યેય પ્રાપ્ત કરીને જ જંપો.
- ચારિત્ર્ય ઘડતર બધા અનિષ્ટોનો રામબાણ ઈલાજ છે. વહેમોથી દૂર રહો. ઉચ્ચ અને ઉમદા ભાવનાઓનો વિચાર કરો. અંધશ્રધ્ધાને તિલાંજલિ આપો. ચમત્કારથી બચો. આધ્યાત્મિક તેજથી તમારું ચારિત્ર્ય-કમળ ખીલવો. ચારિત્ર્યશીલતાથી જ વિજયી બની શકશો.
- ‘જનસેવા એ જ પ્રભુ સેવા’. સેવા પરાયણ બનો. દરિદ્રનારાયણની સેવા કરો, એ જ વેદાંતનો સાર છે. સેવા જ સાચો ધર્મ છે. પીડિતોની વહારે આવો. દિવ્યતા એમના દેહમાં વસેલી છે. જુઓ એમની સામે, દેવ માનવ , ઈશ્વરના દૂત, દેવદૂત એમની સેવા જ પ્રભુને પામવાનો સાચો ઉપાય છે.
- સ્વદેશ પ્રેમ. ભારત પ્રેમી બનો, ભારતને તમારા હૃદયમાં ધબકતો રાખો. નસનસમાં પ્રતિધ્વનિત કરો. ભારતમાતાને ચાહો. ભારતવાસીને ચાહો. માતૃભૂમિનું ઋણ ચૂકવો. રાષ્ટ્રકલ્યાણ માટે કમર કસો. સાચા દેશ ભક્ત બનો. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસિ.
સપ્તરંગો બનીને જેમ સુંદર મેઘધનુષ્ય બને છે તેમ હે યુવાનો ! તમે તમારા વ્યક્તિત્વમાં આ સપ્ત સોનેરી સૂત્રો (ગુણો) ને અપનાવો અને તમારા વ્યક્તિત્વને સપ્તરંગી બનાવો તો સફળતા તમારા કદમ ચૂમશે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર) ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Success Suvichar in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
ગુજરાતી સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર) નો વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર) નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી સફળતાના સોનેરી સૂત્રો (સુવિચાર) એટલે કે Success Suvichar in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે.
અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :