શું તમે ગુજરાતીમાં રક્ષાબંધન વિશે ધોરણ 5 માટે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો રક્ષાબંધન વિશે ધોરણ 5
માટે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Raksha Bandhan Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
રક્ષાબંધન વિષય પર ધોરણ 5 માટે નિબંધ
અહીં ગુજરાતી રક્ષાબંધન વિશે ધોરણ 5 માટે એક નિબંધ રજુ કર્યો છે
જે 200 શબ્દોમાં શબ્દોમાં છે.
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહીધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે. બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંલ્લો કરે છે અને ચોખા ચોટાડે છે. ત્યારપછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી.બાંધે છે. ગૉળ, સાકર કે મીઠાઈથી ભાઈબહેન એકબીજાનું મો મીઠું કરાવે છે. બહેન ભાઈને આશિષ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનને ‘વીરપસલી’ પણ કહે છે.
પ્રાચીનકાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો. આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. કુંતામાતાએ કોઠાયુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે. આમ, રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે.
રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે. માછીમારો અને સાગરખેડુ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે. તેથી આ તહેવારને ‘નાળિયેરી પૂનમ’ પણ કહે છે.
રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે.
રક્ષાબંધન ધોરણ 5 માટે ગુજરાતી નિબંધ PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Raksha Bandhan Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
રક્ષાબંધન નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી રક્ષાબંધન ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 5 માટે રક્ષાબંધન વિશે નિબંધ એટલે કે Raksha Bandhana Essay for Std 5 in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ
હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે
તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી
છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.- ગુરુ પૂર્ણિમા નિબંધ ગુજરાતી
- 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
- 15 મી ઓગસ્ટ વિશે સ્પીચ ગુજરાતી
- 15 મી ઓગસ્ટ વિશે સંપૂર્ણ માહિતી
- 15 મી ઓગસ્ટ નારા સુત્રો અને સ્લોગન
- 15 મી ઓગસ્ટ અહેવાલ લેખન
- 15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ
- 15 મી ઓગસ્ટ વિશે નિબંધ
- 15 મી ઓગસ્ટ રંગોળી ડ્રોઈંગ ચિત્ર
- 15 મી ઓગસ્ટ સ્પીચ
- જન્માષ્ટમી નિબંધ ગુજરાતી
- રક્ષાબંધન નિબંધ ગુજરાતી
- 501+ ગુજરાતી તળપદા શબ્દો