શનિ ચાલીસા ગુજરાતી | Shani Chalisa in Gujarati PDF [2024]

શનિ ચાલીસા ગુજરાતી | Shani Chalisa in Gujarati PDF

શું તમે ગુજરાતીમાં શનિ ચાલીસા PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં શનિ ચાલીસા ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Shani Chalisa in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ગુજરાતીમાં શનિ ચાલીસા | Shani Chalisa in Gujarati

॥ દોહા ॥

જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ।
દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥

જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ।
કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥

Shri Shani Chalisa in Gujarati

॥ શનિ ચાલીસા ચૌપાઈ ॥

જયતિ જયતિ શનિદેવ દયાલા।
કરત સદા ભક્તન પ્રતિપાલા॥

ચારિ ભુજા, તનુ શ્યામ વિરાજૈ।
માથે રતન મુકુટ છબિ છાજૈ॥
પરમ વિશાલ મનોહર ભાલા।
ટેઢી દૃષ્ટિ ભૃકુટિ વિકરાલા॥

કુણ્ડલ શ્રવણ ચમાચમ ચમકે।
હિય માલ મુક્તન મણિ દમકે॥

કર મેં ગદા ત્રિશૂલ કુઠારા।
પલ બિચ કરૈં અરિહિં સંહારા॥

પિંગલ, કૃષ્ણો, છાયા નન્દન।
યમ, કોણસ્થ, રૌદ્ર, દુખભંજન॥

સૌરી, મન્દ, શની, દશ નામા।
ભાનુ પુત્ર પૂજહિં સબ કામા॥

જા પર પ્રભુ પ્રસન્ન હ્વૈં જાહીં।
રંકહુઁ રાવ કરૈં ક્ષણ માહીં॥

પર્વતહૂ તૃણ હોઈ નિહારત।
તૃણહૂ કો પર્વત કરિ ડારત॥

રાજ મિલત બન રામહિં દીન્હયો।
કૈકેઇહુઁ કી મતિ હરિ લીન્હયો॥

બનહૂઁ મેં મૃગ કપટ દિખાઈ।
માતુ જાનકી ગઈ ચુરાઈ॥

લખનહિં શક્તિ વિકલ કરિડારા।
મચિગા દલ મેં હાહાકારા॥

રાવણ કી ગતિ-મતિ બૌરાઈ।
રામચન્દ્ર સોં બૈર બઢાઈ॥

દિયો કીટ કરિ કંચન લંકા।
બજિ બજરંગ બીર કી ડંકા॥
નૃપ વિક્રમ પર તુહિ પગુ ધારા।
ચિત્ર મયૂર નિગલિ ગૈ હારા॥

હાર નૌલખા લાગ્યો ચોરી।
હાથ પૈર ડરવાયો તોરી॥

ભારી દશા નિકૃષ્ટ દિખાયો।
તેલિહિં ઘર કોલ્હૂ ચલવાયો॥

વિનય રાગ દીપક મહં કીન્હયોં।
તબ પ્રસન્ન પ્રભુ હ્વૈ સુખ દીન્હયોં॥

હરિશ્ચન્દ્ર નૃપ નારિ બિકાની।
આપહું ભરે ડોમ ઘર પાની॥

તૈસે નલ પર દશા સિરાની।
ભૂંજી-મીન કૂદ ગઈ પાની॥

શ્રી શંકરહિં ગહ્યો જબ જાઈ।
પારવતી કો સતી કરાઈ॥

તનિક વિલોકત હી કરિ રીસા।
નભ ઉડી ગયો ગૌરિસુત સીસા॥

પાણ્ડવ પર ભૈ દશા તુમ્હારી।
બચી દ્રૌપદી હોતિ ઉઘારી॥

કૌરવ કે ભી ગતિ મતિ મારયો।
યુદ્ધ મહાભારત કરિ ડારયો॥

રવિ કહઁ મુખ મહઁ ધરિ તત્કાલા।
લેકર કૂદિ પરયો પાતાલા॥

શેષ દેવ-લખિ વિનતી લાઈ।
રવિ કો મુખ તે દિયો છુડાઈ॥

વાહન પ્રભુ કે સાત સુજાના।
જગ દિગ્ગજ ગર્દભ મૃગ સ્વાના॥

જમ્બુક સિંહ આદિ નખ ધારી।
સો ફલ જ્યોતિષ કહત પુકારી॥

ગજ વાહન લક્ષ્મી ગૃહ આવૈં।
હય તે સુખ સમ્પતિ ઉપજાવૈં॥

ગર્દભ હાનિ કરૈ બહુ કાજા ।
સિંહ સિદ્ધકર રાજ સમાજા ॥

જમ્બુક બુદ્ધિ નષ્ટ કર ડારૈ ।
મૃગ દે કષ્ટ પ્રાણ સંહારૈ ॥

જબ આવહિં પ્રભુ સ્વાન સવારી ।
ચોરી આદિ હોય ડર ભારી ॥

તૈસહિ ચારિ ચરણ યહ નામા ।
સ્વર્ણ લૌહ ચાઁદી અરુ તામા ॥

લૌહ ચરણ પર જબ પ્રભુ આવૈં ।
ધન જન સમ્પત્તિ નષ્ટ કરાવૈં ॥

સમતા તામ્ર રજત શુભકારી ।
સ્વર્ણ સર્વ સર્વ સુખ મંગલ ભારી ॥

જો યહ શનિ ચરિત્ર નિત ગાવૈ ।
કબહું ન દશા નિકૃષ્ટ સતાવૈ ॥

અદ્ભુત નાથ દિખાવૈં લીલા ।
કરૈં શત્રુ કે નશિ બલિ ઢીલા ॥

જો પણ્ડિત સુયોગ્ય બુલવાઈ ।
વિધિવત શનિ ગ્રહ શાંતિ કરાઈ ॥

પીપલ જલ શનિ દિવસ ચઢાવત ।
દીપ દાન દૈ બહુ સુખ પાવત ॥

કહત રામ સુન્દર પ્રભુ દાસા ।
શનિ સુમિરત સુખ હોત પ્રકાશા ॥

શનિ ચાલીસા દોહા

પાઠ શનિશ્ચર દેવ કો, કી હોં 'ભક્ત' તૈયાર।
કરત પાઠ ચાલીસ દિન, હો ભવસાગર પાર ॥

ગુજરાતી શનિ ચાલીસા અર્થ સાથે

॥દોહા॥

જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ, 
દીનન કે દુ:ખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ.
હે માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ, આપની જય હો. આપ કલ્યાણકારી છો, બધાં પર કૃપા કરનારાં છો, દીન લોકોના દુ:ખ દૂર કરી તેમને પ્રસન્ન કરો હે ભગવાન.
જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ, 
કરહું કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ.
હે ભગવાન શ્રી શનિદેવજી, આપની જય હો. હે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભાળો. હે રવિપુત્ર, અમારા પર કૃપા કરો અને અમારી લાજ રાખો.

॥ચૌપાઈ॥

જયતિ જયતિ શનિદેવ દયાલા,
કરત સદા ભક્તન પ્રતિપાલા.
હે દયા કરનારા શનિદેવ! આપની જય હો! જય હો! આપ સદા ભક્તોનું પાલન કરનાર છો.
ચારિ ભુજા, તનુ શ્યામ વિરાજૈ, 
માથે રતન મુકુટ છબિ છાજૈ.
આપની ચાર ભૂજા છે, શરીર ઉપર શ્યામલતાની શોભા છે, મસ્તક ઉપર રત્નોથી જડિત મુગટ શોભાયમાન છે.
પરમ વિશાલ મનોહર ભાલા, 
ટેઢી દ્રષ્ટિ ભૃકુટિ વિકરાલા.
આપનું લલાટ અત્યંત વિશાળ તથા મન હરનારું છે. આપની દ્રષ્ટિ વક્ર છે અને ભૃકુટી વિકરાળ છે.
કુંડલ શ્રવણ ચમાચમ ચમકે, 
હિયે માલ મુક્તન મણિ દમકૈ.
આપના કાનોમાં કુંડળ ચમકી રહ્યાં છે. છાતી ઉપર મોતીઓ તેમજ મણિઓનો હાર આપની શોભા વધારી રહ્યો છે.
કર મેં ગદા ત્રિશૂલ કુઠારા, 
પલ બિચ કરૈં અરિહિં સંહારા.
આપના હાથોમાં ગદા, ત્રિશૂળ અને કુઠાર (કુહાડી, ફરસી) બિરાજમાન છે. જેનાં વડે આપ એક ક્ષણમાં શત્રુઓનો સંહાર કરી નાખો છો.
પિંગલ, કૃષ્ણોં, છાયા, નન્દન, 
યમ, કોણસ્થ, રૌદ્ર, દુખ ભંજન.
દુ:ખોનો નાશ કરનાર પિંગલ,  કૃષ્ણ, છાયાનંદન, યમ, કોણસ્થ, રૌદ્ર...
સૌરી, મન્દ, શનિ, દશ નામા, 
ભાનુ પુત્ર પૂજહિં સબ કામા.
સૌરી, મંદ, શનિ અને સૂર્યપુત્ર આપના આ દસ નામ છે. આપને બધા કાર્યોની સફળતા માટે પૂજવામાં આવે છે.
જા પર પ્રભુ પ્રસન્ન હવૈં જાહીં, 
રંકહું રાવ કરૈં ક્ષણ માહીં.
હે પ્રભુ! આપ જેની ઉપર પ્રસન્ન થઈ જાઓ છો તે ક્ષણભરમાં રંકમાંથી રાજા બની જાય છે.
પર્વતહૂ તૃણ હોઈ નિહારત, 
તૃણહૂ કો પર્વત કરિ ડારત.
પહાડ જેવી સમસ્યા પણ તેને તણખલાં સમાન લાગે છે. પરંતુ જો આપ નારાજ થઈ જાઓ તો તણખલાં જેવી નાની સમસ્યા પણ પહાડ બની જાય છે.
રાજ મિલત બન રામહિં દીન્હયો, 
કૈકીઇહું કિ મતિ હરિ લીન્હયો.
હે પ્રભુ આપની દશામાં જ તો રાજને બદલે ભગવાન શ્રી રામને વનવાસ મળ્યો હતો. એ સમયે આપે કૈકેયીની બુદ્ધિ ભ્રષ્ટ કરી તેની પાસે આવો નિર્ણય લેવડાવ્યો.
બનહૂં મેં મૃગ કપટ દિખાઈ, 
માતુ જાનકી ગઈ ચુરાઈ.
આપની દશાને લીધે વનમાં માયાવી મૃગના કપટને માતા સીતા ઓળખી ન શક્યાં અને તેમનું હરણ થયું.
લખનહિં શક્તિવિકલ કરિ ડારા, 
મચિગા દલ મેં હાહાકારા.
આપની દશાથી જ લક્ષ્મણના પ્રાણો પર સંકટ આવી પડ્યું, જેને લીધે પૂરાં રામ-દળમાં હાહાકાર મચી ગયો.
રાવણ કી ગતિ-મતિ બૌરાઈ, 
રામચન્દ્ર સોં બૈર બઢાઈ.
આપના પ્રભાવથી જ રાવણે બુદ્ધિહીન કૃત્ય કર્યુ અને પ્રભુ શ્રી રામ સાથે શત્રુતા વધારી.
દિયો કીટ કરિ કંચન લંકા, 
બજિ બજરંગ બીર કી ડંકા.
આપની દ્રષ્ટિને કારણે બજરંગ બલિ હનુમાનનો ડંકો પૂરાં વિશ્વમાં વાગ્યો અને સોનાની લંકા માટીમાં મળી ગઈ.
નૃપ વિક્રમ પર તુહિ પગુ ધારા, 
ચિત્ર મયુર નિગલિ ગૈ હારા.
આપની નારાજગીને કારણે રાજા વિક્રમાદિત્યને જંગલોમાં ભટકવું પડ્યું અને દીવાલ પર લટકતું મોરનું ચિત્ર રાણીનો હાર ગળી ગયો.
હાર નૌલાખા લાગ્યો ચોરી, 
હાથ પૈર ડરવાયો તોરી.
રાજા વિક્રમાદિત્ય પર એ નવલખાં હારની ચોરીનો આરોપ લાગ્યો અને તેમનાં હાથ-પગ તોડી નાખવામાં આવ્યાં.
ભારી દશા નિકૃષ્ટ દિખાયો, 
તેલિહિં ઘર કોલ્હૂ ચલવાયો.
આપની દશાને લીધે જ વિક્રમાદિત્યએ તેલીના ઘરમાં ઘાણી ચલાવવી પડી.
વિનય રાગ દીપક મહં કીન્હયોં, 
તબ પ્રસન્ન પ્રભુ હવૈ સુખ દીન્હયોં.
પરંતુ જ્યારે દીપક રાગમાં તેમણે પ્રાર્થના કરી તો આપ પ્રસન્ન થયાં અને ફરી તેમને સુખ સમૃદ્ધિથી સંપન્ન કરી દિધા.
હરિશ્ચન્દ્ર નૃપ નારિ બિકાની, 
આપહું ભરે ડોમ ઘર પાની.
આપની દશાને લીધે રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની વેંચવી પડી અને પોતે ડોમના ઘરમાં પાણી ભરવું પડ્યું.
તૈસે નલ પર દશા સિરાની, 
ભૂંજી-મીન કૂદ ગઈ પાની.
એ જ પ્રકારે રાજા નળ અને રાણી દમયંતિએ કષ્ટ ઉઠાવવાં પડ્યાં. આપની દશાને લીધે આગમાં શેકેલી માછલી પણ ફરી જળમાં કૂદી ગઈ અને રાજા નળને ભૂખે મરવું પડ્યું.
શ્રી શંકરહિ ગહયો જબ જાઈ, 
પારવતી કો સતી કરાઈ.
ભગવાન શંકર પર આપની દશા પડી તો માતા પાર્વતીને હવનકુંડમાં કૂદીને પોતાનો જીવ આપવો પડ્ય.
તનિક વિલોકત હી કરિ રીસા, 
નભ ઉડિ ગયો ગૌરિસુત સીસા,
આપના કોપને કારણે જ ભગવાન ગણેશનું મસ્તક ધડથી અલગ થઈને આકાશમાં ઉડી ગયું.
પાંડવ પર ભૈ દશા તુમ્હારી, 
બચી દ્રૌપદી હોતિ ઉઘારી.
પાંડવો પર જ્યારે આપની દશા પડી તો દ્રૌપદી વસ્ત્રહીન થતાં થતાં બચી.
કૌરવ કે ભી ગતિ મતિ મારયો, 
યુદ્ધ મહાભારત કરિ ડારયો.
આપની દશાથી કૌરવોની મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ, જેથી તેઓ વિવેક ખોઈને મહાભારત જેવું યુદ્ધ કરી બેઠાં.
રવિ કહં મુખ મહં ધરિ તત્કાલા, 
લેકર કૂદિ પરયો પાતાલા.
આપની દ્રષ્ટિએ એ તો સ્વયં પોતાના પિતા સૂર્યદેવને પણ ન બક્ષ્યા અને તેમને પોતાના મુખમાં લઈને આપ પાતાળલોકમાં કૂદી ગયાં.
શેષ દેવ-લખિ વિનતિ લાઈ, 
રવિ કો મુખ તે દિયો છુડાઈ.
દેવતાઓની લાખ પ્રાર્થનાઓ બાદ આપે સૂર્યદેવને આપના મુખમાંથી આઝાદ કર્યા.
વાહન પ્રભુ કે સાત સુજાના, 
જગ દિગ્ગજ ગર્દભ મૃગ સ્વાના.
હે પ્રભુ આપના સાત વાહન છે, હાથી, ઘોડો, ગર્દભ, હરણ, શ્વાન...
જમ્બુક સિંહ આદિ નખધારી, 
સો ફલ જ્યોતિષ કહત પુકારી.
શિયાળ અને સિંહ – જે વાહન પર બેસીને આપ આવો છો તે જ પ્રકારે જ્યોતિષીઓ આપના ફળની ગણના કરે છે.
ગજ વાહન લક્ષ્મી ગૃહ આવૈં, 
હય તે સુખ સમ્પતિ ઉપજાવૈં.
જો આપ હાથી પર સવાર થઈને આવો છો તો ઘરમાં લક્ષ્મી આવે છે. જો ઘોડા પર બેસીને આવો તો સુખ સંપતિ મળે છે.
ગર્દભ હાનિ કરૈ બહુ કાજા, 
સિંહ સિદ્ધકર રાજ સમાજા.
જો ગર્દભ પર આપની સવારી હોય તો કેટલાંય પ્રકારના કાર્યોમાં અડચણ આવે છે. જેને ત્યાં આપ સિંહ પર સવાર થઈને આવો છો તેનું સમાજમાં માન-સન્માન વધી જાય છે. તેને પ્રસિદ્ધિ અપાવો છો.
જમ્બુક બુદ્ધિ નષ્ટ કર ડારૈ,
મૃગ દે કષ્ટ પ્રાણ સંહારૈ.
જો શિયાળ પર આપની સવારી હોય તો આપની દશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જો હરણ પર આપ આવો છો તો શારીરિક વ્યાધિઓ લઈને આવો છો, જે જીવલેણ નીવડે છે.
જબ આવહિં પ્રભુ સ્વાન સવારી, 
ચોરી આદિ હોય ડર ભારી.
હે પ્રભુ જ્યારે પણ આપ શ્વાન પર સવાર થઈને આવો છો તો તે કોઈ મોટી ચોરી થવાં તરફ ઈશારો કરે છે.
તૈસહિ ચારિ ચરણ યહ નામા, 
સ્વર્ણ લૌહ ચાંદી અરુ તામા.
આ પ્રકારે આપના ચરણ પણ સોના, ચાંદી, તાંબુ અને લોખંડ એમ ચાર પ્રકારની ધાતુઓના છે.
લૌહ ચરણ પર જબ પ્રભુ આવૈં, 
ધન જન સમ્પતિ નષ્ટ કરાવૈં.
જો આપ લોખંડના ચરણ પર આવો છો તો તે ધન, જન અથવા સંપતિની હાનિનો સંકેત છે.
સમતા તામ્ર રજત શુભકારી, 
સ્વર્ણ સર્વ સુખ મંગલ કારી.
ચાંદી અને તાંબાના ચરણ સમાનરૂપથી શુભ છે. પરંતુ જેને ત્યાં આપ સોનાના ચરણોમાં પધારો છો તેમના માટે દરેક પ્રકારે સુખદાયક અને કલ્યાણકારી હો છો.
જો યહ શનિ ચરિત્ર નિત ગાવૈ, 
કબહું ન દશા નિકૃષ્ટ સતાવૈ.
જે કોઈ આ શનિ ચરિત્રનું નિત્ય ગાન કરશે તેને આપના કોપનો સામનો કરવો નહિ પડે, આપની દશા તેને નહિ સતાવે.
અદભુત નાથ દિખાવૈં લીલા, 
કરૈં શત્રુ કે નશિ બલિ ઢીલા.
તેના પર ભગવાન શનિદેવ મહારાજ પોતાની અદભૂત લીલા દેખાડે છે. તેના શત્રુઓને શક્તિહીન કરીને તેમનો નાશ કરી દે છે.
જો પંડિત સુયોગ્ય બુલવાઈ, 
વિધિવત શનિ ગ્રહ શાંતિ કરાઈ.
જે કોઈ વ્યક્તિ સુયોગ્ય પંડિતને બોલાવી વિધિ તેમજ નિયમ અનુસાર શનિ ગ્રહની શાંતિ કરાવે...
પીપલ જલ શનિ દિવસ ચઢાવત,
દીપ દાન દૈ બહુ સુખ પાવત.
શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેમજ દીપ પ્રગટાવે છે તેને અત્યંત સુખ મળે છે.
કહત રામસુન્દર પ્રભુ દાસા, 
શનિ સુમિરત સુખ હોત પ્રકાશા.
પ્રભુ શનિદેવના દાસ રામસુંદર પણ કહે છે કે ભગવાન શનિદેવના ધ્યાનથી સુખની પ્રાપ્તિ થાય છે, અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈને જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય છે.

॥દોહા॥

પાઠ શનિશ્ચર દેવ કો, કી હોં વિમલ તૈયાર. 
કરત પાઠ ચાલીસ દિન, હો ભવસાગર પાર.
ભગવાન શનિદેવના આ પાઠને ‘વિમલ’ એ તૈયાર કર્યો છે. જે કોઈ આ ચાલીસાના ચાલીસ દિવસ સુધી પાઠ કરે છે તે શનિદેવની કૃપાથી ભવસાગર પાર કરી જાય છે.

શનિ ચાલીસા વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Shani Chalisa in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

શનિ ચાલીસા ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી શનિ ચાલીસા ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શનિ ચાલીસા અને PDF એટલે કે Shani Chalisa in Gujarati PDF Download વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.