ક્રિયાવિશેષણ | ક્રિયાવિશેષણ ના પ્રકારો | ગુજરાતી વ્યાકરણ

ક્રિયાવિશેષણ એટલે શું ? | ક્રિયાવિશેષણ ના પ્રકારો | ગુજરાતી વ્યાકરણ

આ આર્ટીકલમા અમે ક્રિયાવિશેષણ ગુજરાતી વ્યાકરણ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. 

ક્રિયાવિશેષણ એટલે શુંક્રિયાવિશેષણ ના પ્રકારો કેટલા ક્રિયાવિશેષણ ના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના ક્રિયાવિશેષણ ના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.

આર્ટીકલના અંતે તમે Kriya Visheshan Gujarati Grammar ની pdf પણ Download કરી શકશો.

ક્રિયાવિશેષણ એટલે શું ? ક્રિયાવિશેષણ શબ્દનો અર્થ શું ? 

ક્રિયાપદના અર્થમાં વધારો કરતા પદ (શબ્દ)ને ક્રિયાવિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
  • ક્રિયા ક્યારે થઈ, ક્યાં થઈ, કેવી રીતે થઈ, શા માટે થઈ એ ક્રિયા વિશેષણાત્મક પદો દર્શાવે છે.
નીચેનાં વાક્યો વાંચો :
(1) નિશીથ સુંદર ગીત ગાય છે.
(2) નિશીથ ગીત સુંદર ગાય છે.
વાક્ય (1)માં 'સુંદર' પદ ગીતની વિશેષતા બતાવે છે. ગીત કેવું? – તો ઉત્તર મળશે, 'સુંદર'. 'ગીત' પદ નામ કે વિશેષ્ય છે. આમ 'સુંદર' પદ પદ છે. ‘ગીત’(નામ / વિશેષ્ય)ની વિશેષતા દર્શાવનાર
  • નામની વિશેષતા દર્શાવનાર પદને 'વિશેષણ' કહે છે. વાક્ય (1)માં 'સુંદર' વિશેષણ છે, ને ‘ગીત’ વિશેષ્ય છે.
વાક્ય (2)માં 'સુંદર' પદ ગાવાની રીત બતાવે છે. કેવું ગાય છે? – તો ઉત્તર મળશે, 'સુંદર'. 'ગાય છે' પદો ક્રિયાપદ છે. આમ 'સુંદર' પદ 'ગાય છે' ક્રિયાપદની વિશેષતા દર્શાવનાર પદ છે.
  • ક્રિયાપદની વિશેષતા દર્શાવનાર પદને 'ક્રિયાપદ' કહે છે. વાક્ય (2)માં 'સુંદર' ક્રિયાવિશેષણ છે અને 'ગાય છે' ક્રિયાપદની, ગાવાની રીતનો નિર્દેશ કરે છે.
આમ, ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો લાવનાર પદ છે. ક્રિયાનાં રીત, હેતુ, સ્થળ જેવાં ક્રિયાપદના અર્થમાં વધારો –વિશેષતા દર્શાવતાં પદ ક્રિયાવિશેષણ કહેવાય છે.

ક્રિયાવિશેષણ ના પ્રકારો :

ક્રિયાવિશેષણ મુખ્ય 10(દશ) પ્રકાર છે.
  1. સ્થળવાચક ક્રિયા વિશેષણ, 
  2. કાળવાચક ક્રિયાવિશેષણ, 
  3. રીતિવાચક ક્રિયા વિશેષણ, 
  4. પરિણામવાચક ક્રિયાવિશેષણ, 
  5. ક્રમવાચક ક્રિયા વિશેષણ, 
  6. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, 
  7. સ્વીકારવાચક ક્રિયાવિશેષણ, 
  8. નકારવાચક ક્રિયાવિશેષણ,
  9. સંભાવનાવાચક ક્રિયાવિશેષણ, 
  10. સંખ્યાવાચક ક્રિયાવિશેષણ.

(1) સ્થળવાચક ક્રિયાવિશેષણ :

આ ક્રિયાવિશેષણ ક્રિયાનું સ્થળ બતાવે છે. ત્યાંઅહીં, તહીં, નીચે, અધવચ, ઉગમણા, આથમણા, જ્યાં, ત્યાં, અંદર, બહાર, ઉપર, પાસે, આસપાસ, દૂર, હેઠે, નજીક આવા ક્રિયાવિશેષણ છે.
  • ચિરાગ ત્યાં ઊભો છે.
  • કાર્તિક નીચે બેઠો છે.
  • ધડકતે હૃદયે તે અંદર પેઠો.
  • અહીંથી બે ગાઉ દૂર ગામડામાં રહે છે.
  • ભૂધર મેરાઈ મીર પાસે જઈ પહોંચ્યા.

2. કાળવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનો કાળ એટલે કે સમય બતાવે છે. ત્યાહવે, હાલ, અત્યારે, ક્યારે, જ્યારે, ત્યારે, હમણાં, હંમેશાં, સદા, અવારનવાર, વારંવાર, કદાપિ, કદી, ક્યારેક, નિરંતર, તરત, કાલ, આજ, આજે, ઝટ વગેરે કાળવાચક ક્રિયાવિશેષણ છે.
  • તમે ઓફિસે હમણાં જશો?
  • ચિરાગ મોડો ઊઠયો.
  • હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે.
  • ઇચ્છા હોય ત્યાં સુધી આવો.
  • થોડી વાર મુંજાલ જોઈ રહ્યો.  

3. રીતિવાચક ક્રિયા વિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવે છે. ચૂપચાપ, એકદમ, તરત, તાબડતોબ, એકાએક, અડોઅડ, ફટાફટ, તરતોતરત વગેરે રીતિવાચક ક્રિયાવિશેષણ છે.
  • ઉતાવળે આંબા પાકતા નથી.
  • કાચબો ધીમે ધીમે ચાલે છે.
  • જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે.
  • જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
  • જીવરામ ભટ્ટ ધીમેથી ઊઠ્યા.

4. પરિણામવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનુ પ્રમાણ –માપ દર્શાવે છે. ઘણું, થોડું, જરા, લગીર, ખૂબ, અતિશય, બિલકુલ, તદ્દન, છેક વગેરે પરિમાણવાચક ક્રિયાવિશેષણ છે.
  • લાલો તદ્દન થાકી ગયો છે.
  • મેં ખૂબ ખાધું છે.
  • મમ્મીને કાજુ બહુ ભાવે છે.
  • ભાઈ રે! આપણા દુઃખનું કેટલું જોર!
  • આ કંસાર આટલો કે વધારે જોશે.

5. ક્રમવાચક ક્રિયા વિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે છે. આગળ, પાછળ, પછી, અંતે, છેલ્લે, આરંભે, પહેલા, અગાઉ, વગેરે ક્રમવાચક ક્રિયાવિશેષણ છે.
  • આ અગાઉ આટલો તડકો પડ્યો નથી.
  • શિષ્ય ગુરુની પાછળ જાય છે.
  • તે આગળ આવ્યા. ગાડું આગળ ચાલ્યું.
  • ઝીણાભાઈનો પશ્ચાત્તાપ આગળ ચાલે છે.
  • બ-ચાર વર્ષ પછી નીલા ભરચક્ક ખેતરમાં ભાગીરથી ઊભી છે.

6. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયાનુ જરૂરી બનશે કે બની એવો નિશ્ચય બતાવે છે. અવશ્ય, જરૂર, ચોક્કસ, ની:શંક ખરેખર ખચીત વગેરે નિશ્ચિતવાચક ક્રિયાવિશેષણ છે.
  • તે અવશ્ય આવશે.
  • આ પ્રશ્ન ચોક્કસ પૂછાશે.
  • જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.
  • માજીની આંખો સજળ બની ગઈ.
  • મને કદી દુઃખ પડવાનું જ નથી. (નિશ્ચય)

7. સ્વીકારવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ બનેલી કે બનાવવાની ક્રિયાનો સ્વીકારનો અર્થ બતાવે છે. સારું, ભલે, ઠીક, વારુ, છો, હા વગેરે સ્વીકાર ક્રિયાવિશેષણ છે.
  • અતિથિ ભલે પધાર્યા.
  • સારું, આ અંગે હું નિર્ણય કરીશ.

8. નકારવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા નકરવાના અર્થમાં વપરાય છે. ના, મા, ન, નથી, નહી વગેરે નકારવાચક ક્રિયાવિશેષણ છે.
  • અસત્ય ન બોલાય.
  • તમે જશો મા.
  • જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ કોઈ.
  • જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.
  • માજીની આંખો સજળ બની ગઈ.

9. સંભાવનાવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા બની છે કે બનશે એની સંભાવનાનો અર્થ બતાવે છે. જાણે, રખે, કદાચ, શકે વગેરે સંભાવનાવાચક ક્રિયાવિશેષણ છે.
  • તે કામ વગર ભાગ્યે જ બોલતો.
  • સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા.
  • 'રખે કો દેખે સહિયર પેખે' એમ દષ્ટ રાખતી આડી. (રીતિવાચક પણ)
  • જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે.
  • આ જવાબ કદાચ ખોટો છે.

10. સંખ્યાવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા સંખ્યા એટલે કે ક્રિયા કેટલી વાર થઈ તે બતાવે છે. એક વાર, અનેક વાર, વારંવાર, બહુ વાર વગેરે સંખ્યાવાચક ક્રિયાવિશેષણ છે.
  • આ લેખ વારંવાર છપાય છે.
  • એક વાર મારી વાત સાંભળો.

Kriya Visheshan Gujarati Vyakaran PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Kriya Visheshan Gujarati Grammar ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી સર્વનામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join