અમે આ આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણ છંદ વિશે માહિતી આપી છે. અમે
અહીં રજુ કરેલ ગુજરાતી વ્યાકરણ છંદ પર અલગ અલગ ટોપિક પ્રમાણે વિસ્તૃત
માહિતી આપી છે જેનો તમે અભ્યાસ કરી શકો છો.
➝ કવિતામાં દરેક પંક્તિ અમુક ચોક્કસ માપની હોય છે. ટૂકમાં, ‘માધુર્ય’ અને લય સર્જવા માટે દરેક પંક્તિમાં અક્ષરોની અમુક ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવે તેને છંદ તરીકે ઓળખવામાં આવે છે.
➝ સંસ્કૃતમાં છંદોને વૃત અને જાતિ એવા બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. ગુજરાતીમાં વૃત ને અક્ષર મેળ છંદ અને જાતિ ને માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે.
આ સયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે. પણ લડયો,પડયો,ચડયો,મળ્યો,- આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુ અક્ષર લઘુ જ ગણાય છે.
સૂત્ર : તતજગાગા
ઓળખ : 1,2,4,5 ગુરુ
યતિ : અંતે
ઉદાહરણ : [1] સંસારના સાગરને કિનારે, ઊભા રહી અંજલિ એક લીધી [2] જોવા સિનેમા જવું આજ છે ને! ખાશું શું જો આ દઈ દૌં અત્યારે? [3] ઇલા કદી હોય સદા રજા જો મૂકું ન આ ખેતરની મજા તો
સૂત્ર : જતજગાગા ઓળખ : 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ
યતિ : અંતે
ઉદાહરણ : - દયા હતી નાં નહિ કોઈ શાસ્ત્ર હતી તહીં કેવળ માણસાઈ - નિર્દોષને નિર્મળ આંખ તારી હતી હજી યૌવનથી અજાણ. - ભરો ભરો માનવમાં ઉરોને ઉત્સાહને ચેતન પૂર રેલી.
સૂત્ર : - ઓળખ : આ છંદમાં એક પંક્તિ ઈન્દ્રવ્રજા અને એક પંક્તિ ઉપેન્દ્રવજ્રા ની આવે છે.
યતિ : અંતે
ઉદાહરણ : - ભરો ભરો માનવના ઉરોને ઉત્સાહ ચેતન પૂરી રેલી - સજાવવા ચપ્પુ છરી કહી તો ને તેહની પાછળ બાળ તેનો
સૂત્ર : - સસસસ ઓળખ : 1,2,4,5 લઘુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - શિરમાં ઉરમાં મુખમાં કરમાં વિભુ વાસ વસો મુજ અંતરમાં - મુજ દેહ વિશે, વળી આભ વિશે જડ-ચેતનમાં પ્રભુ વાસ વસે - પ્રભુ જીવન દે, હજી જીવન દે વદને બહુ નીર ભરાય સખે!
સૂત્ર : - યયયય ઓળખ : 2,3,5,6 ગુરુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - પુરી એક અંધેરીને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા - ભલો દૂરથી દેખતાં દિલ ભાવ્યો, પડી જેમ આકાશમાં મેંઘ આવ્યો
સૂત્ર : - જતજર ઓળખ : 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - હું માનવી માનવ થાઉં તો ઘણું - વિચારનાં નેત્ર જળે ભરાય છે, શરીરનું ચેતન ત્યાં હરાય છે - ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને
સૂત્ર : - તભજજગાગા ઓળખ : 1,2 ગુરુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - મેં પ્રેમમાં તડપમાં મમ શાંતિ ખોઈ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા - ચોપાસમાં રણકતો સુનકાર લાગે - અશ્રુ હતું હૃદયમાં નયણે ન આવ્યું, શબ્દો હતા મન મહીં ફરક્યા ન હોઠે.
સૂત્ર : - નનમયય ઓળખ : 1 થી 6 લઘુ
યતિ : 8 અક્ષરે ઉદાહરણ : - મધુર સમય કેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાના કરે છે. - કમલવત ગણીને બાલના ગાલ રાતા, નયન પર છવાતા અશ્રુનું એક બિંદુ - સરસ સરલ વાક્યે ચોરતી ચિત્ત પ્યારી, ચરણ સુવરણેથી સોગુણી કાન્તિ ધારી.
સૂત્ર : - મભનતતગાગા ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : ચોથા અને દશમા અક્ષરે ઉદાહરણ : - રે પંખીડા! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો - હા! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યુ છે, પાપી તેમાં ડુબકી દઈ પુણ્યશાળી બને છે. -રે હૈયું આ અજબ સુખ એ દેખશે હાય! ક્યારે?
સૂત્ર : - યમનસભલગા ઓળખ : બીજા ત્રણ ગુરુ
યતિ : છઠ્ઠા અક્ષરે દૂઢ અને બારમા અક્ષરે કોમળ ઉદાહરણ : - અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. - વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ: - હતું તેનું હૈયું કમલ સરખું કોમલ અને હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો.
સૂત્ર : - જસ જસ યમલગા ઓળખ : 1-લઘુ 2-ગુરુ 3-લઘુ
યતિ : આઠમા કે નવમાં અક્ષરે કોમળ ઉદાહરણ :
- ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂદી વળો -કદી નહિ કહું, મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે
સૂત્ર : - નસમરસલગા ઓળખ : ત્રીજા ત્રણ ગુરુ
યતિ : છઠ્ઠા અને દશમા અક્ષરે ઉદાહરણ : - તિમિર ટપકે પર્ણો પર્ણો ભીનું વન આ બધું - દિન દિન જતાં માસો વીત્યા અને વરસો વહ્યા - પવન ઝડપે પાણી ડોલ્યા, નદી મલકી પડી
સૂત્ર : - મસ જસ તતગા ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : બારમા અક્ષરે ઉદાહરણ :
- મીઠો છે રસભાઈ, શેલડી તણો એવું દયાથી કહી
- ભૂલોની જ પરંપરા જગત આ, એવું દીસે છે પિતા
- ઊગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા
સૂત્ર : - મરભનયયય ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : સાતમા અને ચૌદમા અક્ષરે ઉદાહરણ :
- ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય.
- ઝંઝાવાતે ઘુમાવી અનલ વિત્તળ સૌ એક આકાશ દીધું
- રે આ સાફલ્યટાણું યુગયુગ પલટે તોય પાછું ન આવે.
સૂત્ર : - મસ જસ તતગા ઓળખ : 5મો અક્ષર ગુરુ
યતિ : - ઉદાહરણ :
- ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા
કહે દલપતરામ રાજ અધિરાજ સુણો
સૂત્ર : - કુલ ચરણ 4 ઓળખ : 1 અને 3 ચરણ (લઘુ,ગુરુ,ગુરુ), 2 અને 4 ચરણ (લઘુ-ગુરુ-લઘુ)
ઉદાહરણ :
- વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ. - શાને આવ્યો, હશે તેની કલ્પનાઓ ચલાવતા
નહીં નાથ નહીં નાથ, ન જાણે કે સવાર છે.
- બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલાનું, સૂતેલાનું સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું.
ચરણ : - કુલ ચરણ 4 ઓળખ : પ્રત્યેક ચરણના અંતિમ બે વર્ણો ગુરુ અને લઘુ ઉદાહરણ :
- એક મુરખને એવી ટેવ, પથ્થર એટલાં પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન
- લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ - ઘીનો દીવો રાણો થાય, અગરબત્તી આછી પમરાય, ઘડીક થાતાં બત્તી બંધ, ગગન ફૂલોની પીગળે ગંધ.
ચરણ : - કુલ ચરણ 4 ઓળખ : પહેલા અને ત્રીજા ચરણમાં-13, બીજા અને ચોથા ચરણમાં-11 ઉદાહરણ :
- દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ - ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય - કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય, વણ તૂટેલ તાંતણે, ઉપર ચડવા જાય
ચરણ : - કુલ ચરણ 4 ઓળખ : છેલ્લો અક્ષર ગુરુ ઉદાહરણ :
- ભુલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિં - શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારુણં, નવકંજ લોચન કંજ મુખ, ,કર કંજ પદ કંજારુણં
- જે પોષતું એ મારતું, શું ક્રમ નથી એ કુદરતી?
ચરણ : - કુલ ચરણ 4 ઓળખ : 1લા અને 3જા ચરણમાં 11 અને 3જા અને 4થા ચરણમાં 13 માત્રા ઉદાહરણ :
- વહાલાં તારાં વેણ, સ્વપ્નમાં પણ સાંભરે, નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠા ફારબસ
- ઓ તરસ્યાં બાળ! રસની રીત ન ભૂલશો, પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પુણ્યથી.
ચરણ : - કુલ ચરણ 4 ઓળખ : છેલ્લો અક્ષર ગુરુ (નરસિંહ મહેતાનો પ્રિય છંદ) ઉદાહરણ :
- નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે. - આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભભરી રાત સારી.
- જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે?
- અંતરની એરણ પર કોની હથોડી ચેતન રૂપ?
- ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન
- પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
- હમણાં હમણાં એમ થાય કે આભ ભરી આ વાદળીઓને વાળીઝૂડી લાવ જરા આળોટું.
- ધીમેધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ.
Q. અહીં આપેલ છંદ અને તેના પ્રકારો માંથી અમુક શબ્દ કઈ રીતે શોધવો? Ans. તમે તારા મોબાઈલ ની સ્ક્રીન ની જમણી બાજુ મેનુ માંથી 'Find Search' પસંદ કરી છંદ અને તેના પ્રકારો શોધી શકશો.
Q. How to Chhand Grammar search in Gujarati? Ans. છંદ અને તેના પ્રકારો શોધવા બ્લોગ ની ઉપર 'Search box' નો ઉપયોગ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
છંદ અને તેના પ્રકાર | Chhand In Gujarati
ગુજરાતી વ્યાકરણમાં Gujarati Chhand અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.છંદ એટલે શું?
➝ કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.➝ કવિતામાં દરેક પંક્તિ અમુક ચોક્કસ માપની હોય છે. ટૂકમાં, ‘માધુર્ય’ અને લય સર્જવા માટે દરેક પંક્તિમાં અક્ષરોની અમુક ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવે તેને છંદ તરીકે ઓળખવામાં આવે છે.
➝ સંસ્કૃતમાં છંદોને વૃત અને જાતિ એવા બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. ગુજરાતીમાં વૃત ને અક્ષર મેળ છંદ અને જાતિ ને માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે.
છંદના પ્રકાર :
છંદને ત્રણ ભાગમાં વહેંચી શકાય.- અક્ષરમેળ છંદ (રૂપમેળ)
- માત્રામળ છંદ
- લયમેળ છંદ
1. અક્ષરમેળ છંદ (રૂપમેળ):
તેમાં પ્રત્યેક ચરણ ચોક્કસ અક્ષરોનું બનેલું હોય છે. તેમાં અક્સરોની ગણતરી કરવાની હોય છે. તેમાં પૃથ્વી, હરિણી, મંદાક્રાંતા, ઉપજાતિ વગેરે છંદોનો સમાવેશ થાય છે.2. માત્રામળ છંદ:
તેમાં પ્રત્યેક ચરણની માત્રાઓ નિશ્ચિત થયેલી હોય છે અને તેમાં આ માત્રાઓની ગણતરી કરવાની હોય છે. આવા છંદને માત્રામેળ છંદ કહે છે. તેમાં દોહરો, ચોપાઈ, સવૈયા, ઝૂલણા વગેરે છંદોનો સમાવેશ થાય છે.3. લયમેળ છંદ:
તેમાં અક્ષર કે માત્રાઓની ગણતરી નહીં પરંતુ તેમાં રહેલા લયને આધારે તેને ઓળખવામાં આવે તેને લયમેળ છંદ કહે છે. આવા છંદો લોકગીતો અને પદોમાં જોવા મળે છે.છંદ ઓળખવા માટે કેટલાક શબ્દોની સમજૂતી:
1. લઘુ અક્ષરોઃ
ઉચ્ચારણ કરતી વખતે ઓછો સમય લાગે તેવા તે અક્ષર. તેના માટે 'લ' વર્ણ અને 'U' અર્ધચંદ્રાકારની નિશાની ઉપયોગમાં લેવાય છે. લઘુઅક્ષર જેવા કે - અ, ઈ, ઉ, ઋ, ક, કિ, કુ, કૃ... વગેરે છે.2. ગુરુ અક્ષરોઃ
ઉચ્ચારણ કરતી વખતે વધુ સમય લાગે તેવા દીર્ઘ અક્ષર. તેના માટે 'ગ' વર્ણ અને '-' ની નિશાની ઉપયોગમાં લેવાય છે. 'આ', 'ઈ', 'ઊ'એ'ઓ'ઐ, ઓ, ઔ, યા, યી, યૂ, યે, યૈ વગેરે... દીર્ઘ સ્વરો છે.જોડાક્ષરનો નિયમ:
જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. (સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો સત્ય, ઉચ્ચ) સિ,ખિ,જુ,વિ,બુ,લુ,જિ,સ,ઉ - વગેરે અક્ષરો લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.આ સયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે. પણ લડયો,પડયો,ચડયો,મળ્યો,- આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુ અક્ષર લઘુ જ ગણાય છે.
અનુસવારનો નિયમઃ
જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ - પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વારવિસર્ગનો નિયમઃ
વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. (નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ નિઃસંતાન) પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય છે.- પદ-ચરણ: છંદની પૂરેપૂરા માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.
- યતિ: પંક્તિમાં માત્રાની વચ્ચે અટકીએ તેને યતિ કહેવાય છે.
- તાલ : છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.
- માત્રા : માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે.
- ગણ: લઘુ ગુરુ અક્ષરોના ત્રણ ત્રણના આઠ સમૂહો, આ યાદ રાખવા માટે 'યમાતારાજભાનસલગા' નું સૂત્ર છે. સૂત્રના પ્રથમ ત્રણ અક્ષર લેવાના, પછી તે પછીના ત્રણ અક્ષર લેવાથી ગણ બને છે.
માત્રામેળ છંદોમાં ઉપરની વ્યવસ્થા લાગુ પડતી નથી.
છંદ ઓળખવાની રીત:
- સૌ પ્રથમ અક્ષરોની ગણતરી કરો.
- જો અક્ષરમેળ છંદ હોય તો જે-તે પંક્તિને ઉપરના બોક્સ મુજબ ત્રણ ત્રણ ગણમાં વહેંચવી. ખ્યાલ આવી જશે.
- માત્રામેળ છંદ હોય તો માત્રાઓ ગણવી પડશે. ત્યાર બાદ તેનો સરવાળો કરો. કુલ માત્રાઓ અને કેટલાં ચરણ છે તેની ગણતરીના આધારે માત્રામેળ છંદ ઓળખાઇ જશે.
અક્ષરમેળ છંદ (રૂપમેળ) :
અક્ષરમેળ છંદ પ્રકારમાં નીચે આપેલા 16 છંદો નો સમાવેશ થાય છે.1. ઈન્દ્રવ્રજા :
અક્ષરની સંખ્યા : 11સૂત્ર : તતજગાગા
ઓળખ : 1,2,4,5 ગુરુ
યતિ : અંતે
ઉદાહરણ : [1] સંસારના સાગરને કિનારે, ઊભા રહી અંજલિ એક લીધી [2] જોવા સિનેમા જવું આજ છે ને! ખાશું શું જો આ દઈ દૌં અત્યારે? [3] ઇલા કદી હોય સદા રજા જો મૂકું ન આ ખેતરની મજા તો
2. ઉપેન્દ્રવજ્રા :
અક્ષરની સંખ્યા : 11સૂત્ર : જતજગાગા ઓળખ : 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ
યતિ : અંતે
ઉદાહરણ : - દયા હતી નાં નહિ કોઈ શાસ્ત્ર હતી તહીં કેવળ માણસાઈ - નિર્દોષને નિર્મળ આંખ તારી હતી હજી યૌવનથી અજાણ. - ભરો ભરો માનવમાં ઉરોને ઉત્સાહને ચેતન પૂર રેલી.
3. ઉપજાતિ :
અક્ષરની સંખ્યા : 11 + 11સૂત્ર : - ઓળખ : આ છંદમાં એક પંક્તિ ઈન્દ્રવ્રજા અને એક પંક્તિ ઉપેન્દ્રવજ્રા ની આવે છે.
યતિ : અંતે
ઉદાહરણ : - ભરો ભરો માનવના ઉરોને ઉત્સાહ ચેતન પૂરી રેલી - સજાવવા ચપ્પુ છરી કહી તો ને તેહની પાછળ બાળ તેનો
4. તોટક :
અક્ષરની સંખ્યા : 12સૂત્ર : - સસસસ ઓળખ : 1,2,4,5 લઘુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - શિરમાં ઉરમાં મુખમાં કરમાં વિભુ વાસ વસો મુજ અંતરમાં - મુજ દેહ વિશે, વળી આભ વિશે જડ-ચેતનમાં પ્રભુ વાસ વસે - પ્રભુ જીવન દે, હજી જીવન દે વદને બહુ નીર ભરાય સખે!
5. ભુજંગી :
અક્ષરની સંખ્યા : 12સૂત્ર : - યયયય ઓળખ : 2,3,5,6 ગુરુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - પુરી એક અંધેરીને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા - ભલો દૂરથી દેખતાં દિલ ભાવ્યો, પડી જેમ આકાશમાં મેંઘ આવ્યો
6. વંશસ્થ :
અક્ષરની સંખ્યા : 12સૂત્ર : - જતજર ઓળખ : 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - હું માનવી માનવ થાઉં તો ઘણું - વિચારનાં નેત્ર જળે ભરાય છે, શરીરનું ચેતન ત્યાં હરાય છે - ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને
7. વસંતતિલકા :
અક્ષરની સંખ્યા : 14સૂત્ર : - તભજજગાગા ઓળખ : 1,2 ગુરુ
યતિ : પંક્તિના અંતે ઉદાહરણ : - મેં પ્રેમમાં તડપમાં મમ શાંતિ ખોઈ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા - ચોપાસમાં રણકતો સુનકાર લાગે - અશ્રુ હતું હૃદયમાં નયણે ન આવ્યું, શબ્દો હતા મન મહીં ફરક્યા ન હોઠે.
8. માલિની :
અક્ષરની સંખ્યા : 15સૂત્ર : - નનમયય ઓળખ : 1 થી 6 લઘુ
યતિ : 8 અક્ષરે ઉદાહરણ : - મધુર સમય કેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાના કરે છે. - કમલવત ગણીને બાલના ગાલ રાતા, નયન પર છવાતા અશ્રુનું એક બિંદુ - સરસ સરલ વાક્યે ચોરતી ચિત્ત પ્યારી, ચરણ સુવરણેથી સોગુણી કાન્તિ ધારી.
9. મંદાક્રાંતા :
અક્ષરની સંખ્યા : 17સૂત્ર : - મભનતતગાગા ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : ચોથા અને દશમા અક્ષરે ઉદાહરણ : - રે પંખીડા! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો - હા! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યુ છે, પાપી તેમાં ડુબકી દઈ પુણ્યશાળી બને છે. -રે હૈયું આ અજબ સુખ એ દેખશે હાય! ક્યારે?
10. શિખરિણી :
અક્ષરની સંખ્યા : 17સૂત્ર : - યમનસભલગા ઓળખ : બીજા ત્રણ ગુરુ
યતિ : છઠ્ઠા અક્ષરે દૂઢ અને બારમા અક્ષરે કોમળ ઉદાહરણ : - અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. - વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ: - હતું તેનું હૈયું કમલ સરખું કોમલ અને હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો.
11. પૃથ્વી :
અક્ષરની સંખ્યા : 17સૂત્ર : - જસ જસ યમલગા ઓળખ : 1-લઘુ 2-ગુરુ 3-લઘુ
યતિ : આઠમા કે નવમાં અક્ષરે કોમળ ઉદાહરણ :
- ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂદી વળો -કદી નહિ કહું, મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે
12. હરિણી :
અક્ષરની સંખ્યા : 17સૂત્ર : - નસમરસલગા ઓળખ : ત્રીજા ત્રણ ગુરુ
યતિ : છઠ્ઠા અને દશમા અક્ષરે ઉદાહરણ : - તિમિર ટપકે પર્ણો પર્ણો ભીનું વન આ બધું - દિન દિન જતાં માસો વીત્યા અને વરસો વહ્યા - પવન ઝડપે પાણી ડોલ્યા, નદી મલકી પડી
13. શાર્દૂલવિક્રિડિત :
અક્ષરની સંખ્યા : 19સૂત્ર : - મસ જસ તતગા ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : બારમા અક્ષરે ઉદાહરણ :
- મીઠો છે રસભાઈ, શેલડી તણો એવું દયાથી કહી
- ભૂલોની જ પરંપરા જગત આ, એવું દીસે છે પિતા
- ઊગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા
14. સ્ત્રગ્ધરા :
અક્ષરની સંખ્યા : 21સૂત્ર : - મરભનયયય ઓળખ : પહેલા ત્રણ ગુરુ
યતિ : સાતમા અને ચૌદમા અક્ષરે ઉદાહરણ :
- ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય.
- ઝંઝાવાતે ઘુમાવી અનલ વિત્તળ સૌ એક આકાશ દીધું
- રે આ સાફલ્યટાણું યુગયુગ પલટે તોય પાછું ન આવે.
15. મનહર :
અક્ષરની સંખ્યા : 31સૂત્ર : - મસ જસ તતગા ઓળખ : 5મો અક્ષર ગુરુ
યતિ : - ઉદાહરણ :
- ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા
કહે દલપતરામ રાજ અધિરાજ સુણો
16. અનુષ્ટુપ :
અક્ષરની સંખ્યા : 32સૂત્ર : - કુલ ચરણ 4 ઓળખ : 1 અને 3 ચરણ (લઘુ,ગુરુ,ગુરુ), 2 અને 4 ચરણ (લઘુ-ગુરુ-લઘુ)
ઉદાહરણ :
- વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ. - શાને આવ્યો, હશે તેની કલ્પનાઓ ચલાવતા
નહીં નાથ નહીં નાથ, ન જાણે કે સવાર છે.
- બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલાનું, સૂતેલાનું સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું.
માત્રામેળ છંદ :
[ લઘુ અક્ષર= 1 માત્રા, ગુરુ અક્ષર= 2 માત્રા ]1. ચોપાઈ :
માત્રા : દરેક ચરણમાં 15 માત્રાચરણ : - કુલ ચરણ 4 ઓળખ : પ્રત્યેક ચરણના અંતિમ બે વર્ણો ગુરુ અને લઘુ ઉદાહરણ :
- એક મુરખને એવી ટેવ, પથ્થર એટલાં પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન
- લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ - ઘીનો દીવો રાણો થાય, અગરબત્તી આછી પમરાય, ઘડીક થાતાં બત્તી બંધ, ગગન ફૂલોની પીગળે ગંધ.
2. દોહરો :
માત્રા : 24 માત્રા, 13+11, 13+11ચરણ : - કુલ ચરણ 4 ઓળખ : પહેલા અને ત્રીજા ચરણમાં-13, બીજા અને ચોથા ચરણમાં-11 ઉદાહરણ :
- દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ - ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય - કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય, વણ તૂટેલ તાંતણે, ઉપર ચડવા જાય
3. દોહરો :
માત્રા : 28 માત્રાચરણ : - કુલ ચરણ 4 ઓળખ : છેલ્લો અક્ષર ગુરુ ઉદાહરણ :
- ભુલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિં - શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારુણં, નવકંજ લોચન કંજ મુખ, ,કર કંજ પદ કંજારુણં
- જે પોષતું એ મારતું, શું ક્રમ નથી એ કુદરતી?
4. સોરઠો :
માત્રા : 24 માત્રાચરણ : - કુલ ચરણ 4 ઓળખ : 1લા અને 3જા ચરણમાં 11 અને 3જા અને 4થા ચરણમાં 13 માત્રા ઉદાહરણ :
- વહાલાં તારાં વેણ, સ્વપ્નમાં પણ સાંભરે, નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠા ફારબસ
- ઓ તરસ્યાં બાળ! રસની રીત ન ભૂલશો, પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પુણ્યથી.
5. ઝૂલણાં :
માત્રા : 37 માત્રાચરણ : - કુલ ચરણ 4 ઓળખ : છેલ્લો અક્ષર ગુરુ (નરસિંહ મહેતાનો પ્રિય છંદ) ઉદાહરણ :
- નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે. - આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભભરી રાત સારી.
- જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે?
6. સવૈયા :
માત્રા : 31 કે 32 માત્રા ચરણ : - કુલ ચરણ 4 ઓળખ : જો ૩૧હોય તો એકત્રીસા અને ૩૨ હોય તો બત્રીસા કહેવાય. ઉદાહરણ :- અંતરની એરણ પર કોની હથોડી ચેતન રૂપ?
- ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન
- પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
7. કટાવ :
માત્રા : ચરણ કે માત્રા નિશ્ચિત નથી ચરણ : - ચરણ કે માત્રા નિશ્ચિત નથી ઓળખ : ચાર ચાર માત્રાના આવર્તનો હોય છે. ઉદાહરણ :- હમણાં હમણાં એમ થાય કે આભ ભરી આ વાદળીઓને વાળીઝૂડી લાવ જરા આળોટું.
- ધીમેધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ.
છંદ | છંદ એટલે શું? | છંદના પ્રકાર PDF download
અહીં નીચે બટન પર ક્લિક કરી Chhand Gujarati Grammar ની ફ્રી pdf Download કરી શકો છો.FAQ
Q. છંદ એટલે શું? Ans. કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.Q. અહીં આપેલ છંદ અને તેના પ્રકારો માંથી અમુક શબ્દ કઈ રીતે શોધવો? Ans. તમે તારા મોબાઈલ ની સ્ક્રીન ની જમણી બાજુ મેનુ માંથી 'Find Search' પસંદ કરી છંદ અને તેના પ્રકારો શોધી શકશો.
Q. How to Chhand Grammar search in Gujarati? Ans. છંદ અને તેના પ્રકારો શોધવા બ્લોગ ની ઉપર 'Search box' નો ઉપયોગ કરી શકો છો.
Conclusion
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં છંદ અને તેના પ્રકારો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- રૂઢિપ્રયોગો અને તેના અર્થ
- અલંકાર અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- નિપાત ગુજરાતી વ્યાકરણ
- સમાસ ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી કહેવતો અને તેના અર્થ
- ગુજરાતી તળપદા શબ્દો
- ગુજરાતી ઉખાણાં જવાબ સાથે
- જન્માષ્ટમી નિબંધ ગુજરાતી
- ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) નિબંધ
- રક્ષાબંધન નિબંધ ગુજરાતી
- માતૃપ્રેમ / માં તે માં નિબંધ
- એક ફૂલની આત્મકથા ગુજરાતી નિબંધ
- વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ નિબંધ
- પરિશ્રમ એ જ પારસમણી નિબંધ