મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ | My Favourite Sport Cricket Essay in Gujarati

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ | My Favourite Sport Cricket Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં મારી પ્રિય રમત ક્રિકેટ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારી પ્રિય રમત ક્રિકેટ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My Favourite Sport Cricket Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

મારી પ્રિય રમત ક્રિકેટ વિશે નિબંધ

અહીં ગુજરાતી મારી પ્રિય રમત ક્રિકેટ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.

નીચે આપેલ મારી પ્રિય રમત ક્રિકેટ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

મારી પ્રિય રમત ક્રિકેટ વિશે ગુજરાતીમાં નિબંધ 

આપણા દેશમાં ક્રિકેટની રમત એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે બાળકો ક્રિકેટ સિવાયની રમતોને ભૂલી ગયાં છે. ક્રિકેટ રમતોનો રાજા’ ગણાય છે. કોઈ પણ બે દેશો વચ્ચે મૅચ રમાતી હોય ત્યારે કેટલાય ક્રિકેટપ્રેમીઓ શાળા-કૉલેજ કે ઑફિસમાં રજા રાખીને અને મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમમાં ઍચ. જોવા જાય છે. ધેરધર ટેલિવિઝન પર મૅચ જોવાય છે. ઑફિસોમાં પણ કર્મચારીઓ કામ પડતું મૂકીને મૅચ જોવા લાગે છે. ચારે બાજુ બેંચની જ વાતો થાય છે. ક્રિકેટના દડામાં કોણ જાણે કેવો જાદુ છે કે કરોડો લોકો તેની પાછળ ઘેલા બની જાય છે.

મારા પિતાજી એક શાળામાં વ્યાયામ શિક્ષક છે. તેઓ ક્રિકેટના શોખીન છે અને નિયમિત ક્રિકેટ રમે છે. હું નાનો હતો ત્યારે તેઓ મારી સાથે ક્રિકેટ રમતા. પછી ‘મારા બાળમિત્રો સાથે સોસાયટીમાં ક્રિકેટ રમતો.. હું દસ વર્ષનો થયો ત્યારે ક્રિકેટના કોચિંગ ક્લાસમાં જવા લાગ્યો. ત્યાં મને બૉલિંગ અને બૅટિંગની સઘન તાલીમ મળી. બે વર્ષમાં મેં ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે. આજે હું સારો બૅટ્સમૅન ગણાઉં છું.

હું દરરોજ સવારે મિત્રો સાથે ક્રિકેટ રમું છું. દર રવિવારે અમે મંચનું આયોજન કરીએ છીએ. હું મારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. અમે ઘણી શાળાઓ સામે મૅચ રમ્યા છીએ અને જીત્યા પણ છીએ, મને અનેક વાર શ્રેષ્ઠ બેટ્સમૅન તરીકેના ચંદ્રકો મળ્યા છે. મારી બૅટિંગ વખતે હું ચોગ્ગા અને છગ્ગા ફટકારી પ્રેક્ષકોને ખુશ કરી દઉં છું. આથી હવે હું ‘છોટા સચીન’ તરીકે ઓળખાવા લાગ્યો છું.

હું સતત ઉત્તમ બૅટ્સમૅન થવાનો પ્રયત્ન કરું છું. હું ટીવી પર દર્શાવાતી એક પણ મેચ જોવાનું ચૂકતો નથી. સમાચારપત્રોમાં આવતા ક્રિકેટ અંગેના લેખો અને ફોટાઓનો હું સંગ્રહ કરું છું .

ક્રિકેટ રમવાના અનેક ફાયદા છે. ક્રિકેટની રમત રમનાર અને જોનાર બંનેને આનંદ આપે છે. ક્રિકેટ રમવાથી આપણામાં શિસ્ત, સહકાર, સહનશીલતા, એકાગ્રતા, નીડરતા
જેવા ગુણો વિકસે છે. આપણામાં ખેલદિલીની ભાવના જાગે છે. સાચો ક્રિકેટર હારથી કદી હતાશ થતો નથી. ક્રિકેટની ટીમમાં પસંદગી થતાં દેશવિદેશનો પ્રવાસ ખેડવા મળે છે. અને નામની સાથે અઢળક દામ પણ મળે છે.

મને વિશ્વાસ છે કે મારો ક્રિકેટ માટેનો લગાવ અને મારી મહેનત મને એક દિવસ જરૂર સફળતાના શિખરે પહોંચાડશે.

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી My Favourite Sports Cricket Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ ગુજરાતી વિડીયો

અહીં નીચે બટન પર ક્લિક કરી  મારી પ્રિય રમત ક્રિકેટ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારી પ્રિય રમત ક્રિકેટ વિશે નિબંધ એટલે કે My Favourite Sports Cricket Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.