જીવનમાં તહેવારોનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ | Important of Festival Essay Gujarati

જીવનમાં તહેવારોનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ | Important of Festival Essay Gujarati

શું તમે ગુજરાતીમાં જીવનમાં તહેવારોનું મહત્વ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જીવનમાં તહેવારોનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Important Of Festival Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

જીવનમાં તહેવારોનું મહત્વ વિશે નિબંધ

અહીં ગુજરાતી જીવનમાં તહેવારોનું મહત્વ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ જીવનમાં તહેવારોનું મહત્વ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

જીવનમાં તહેવારોનું મહત્વ વિશે ગુજરાતીમાં નિબંધ 

માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. આ૫ણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી ૫ડે છે. આ જવાબદારીઓમાં માણસ એટલો બઘો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા-ફરવા કે મનોરંજન વિગેરે માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ થઇ પડે છે.

આવી પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે. તથા જીવનમાં આનંદ-ઉલ્લાસ અને નવીનતા નો સંચાર કરે છે. તહેવારો સામાજિક માન્યતાઓ, ઘાર્મિક પરંપરાઓ અને સંસ્કારો પર આધારિત હોય છે. જેવી રીતે દરેક સમુદાય, જાતિ અને ધર્મની અલગ-અગલ માન્યતાઓ હોય છે તેવી જ રીતે આ તહેવારો ને મનાવવા માટેની પણ અલગ-અલગ ૫રં૫રા હોય છે.

ઉત્સવ પ્રિય જના:. એટલે કે લોકો ઉત્સવ પ્રિય હોય છે. આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજા નો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહયો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય મહાત્મ્ય જોડાયેલા છે.

રોજીંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ, નિર્જીવ બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે.

દરેક તહેવારોની પોતાની અલગ અલગ ઘાર્મીક માન્યતાઓ અને પરંપરા હોય છે. દરેક તહેવારનું આગવુ મહત્વ રહેલુ હોય છે. જેથી સમાજનો દરેક સમુદાય અલગ-અલગ સમયે આ તહેવારોમાં ભાાગ લે છે. દરેક વ્યક્તિમાં તહેવારના આગમન થી ખુશી હોય છે. વિધિ વિધાનથી અને ખૂબ જ આનંદથી તે તહેવારમાં ભાગ લે છે.

દરેક તહેવાર તેની વિધિ અને પરંપરા સાથે સમાજ, દેશ અને રાષ્ટ્ર માટે કંઈક વિશેષ સંદેશ પણ આપે છે. ભારતમાં વિજયાદશમીનો તહેવાર જેવી રીતે અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે. દિવાળી એટલે આશા, ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ. નવરાત્રી નવ દિવસ દુર્ગાપૂજા, શક્તિ સ્વરૂપા અંબા-બહુચર- મહાકાળી માતાની આરાધના અને રાસ-ગરબા ગાવાનું મહત્વ. 

મહાશિવરાત્રીમાં મહાદેવની પુજા અને દાન તેમજ દયાભાવના નું મહત્વ. મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને દાન-પુણ્યનું મહત્વ. તે જ રીતે રક્ષાબંધનનું પાવન પર્વ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમ અને ભાઈના બહેનની આજીવન રક્ષા કરવાના સંકલ્પને યાદ અપાવે છે. આવી જ રીતે રંગોનો તહેવાર હોળી આપણને સંદેશ આપે છે કે, ૫રસ્પર કઠોરતાને ભૂલીને દુશ્મનો ને પણ પ્રેમ કરીએ.

ઇસાઇઓનો તહેવાર નાતાલ સસારમાં પાપના અંધકારને દૂર કરવાનો સંદેશ આપે છે. તો મુસલમાન નો તહેવાર ઈદ ભાઇચારાનો સંદેશ આપે છે. આ રીતે દરેક તહેવારની ઉજવણી પાછળ સમાજના ઉત્થાન નો કોઈ ને કોઈ મહાન ઉદ્દેશ છુપાયેલો હોય છે. તહેવારોના કારણે લોકો એકબીજાથી નજીક આવે છે. ૫રસ્પરનો તણાવ ઘટે છે. તહેવારના સમયે દાન આપવા અને સત્કર્મ કરવાની પરંપરા છે.જેથી સમાજમાં સમરસતા આવે છે.

ભારતના તહેવારો ની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિ બંદૂ સાથે ઋતુ અને ચોક્કસ આયોજન કોઇને કોઇ વાર્તા કે ઇતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગ દોરવાના, સામાજિક તહેવારો લોકોમાં પ્રેમભાવ અને સામાજિક સેવાઓ ના માર્ગે દોરવાના, રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રીય ભાવના જગાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો ”તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ. વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણ રાખી શકીએ છીએ. ઋતુ ફેરફાર નો ખ્યાલ પણ જાણી શકીએ છીએ. તહેવારો આપણા ભેરું છે.”

આ તહેવારો મનુષ્યના જીવનને આનંદથી ભરી દે છે. તહેવારોથી માનવજીવનની નિરશતા દુર થાય છે. અને માનવ જીવનમાં એક નવીનતાનો સંચાર થાય છે. તહેવારોના આગમન પૂર્વે જ મનુષ્યની ઉત્કંઠા અને ઉત્સાહ તેનામાં એક સકારાત્મક અને સુખદ પરિવર્તન લાવવાનું પ્રારંભ કરી દે છે. તે પોતાની આળસ અને નિરશતાને ત્યાગીને ખૂબ જ ઉત્સાહ સાથે તહેવારની પ્રતીક્ષા કરે છે.

જીવનમાં તહેવારોનું મહત્વ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Important Of Festival Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

જીવનમાં તહેવારોનું મહત્વ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી જીવનમાં તહેવારોનું મહત્વ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જીવનમાં તહેવારોનું મહત્વ વિશે નિબંધ એટલે કે Important Of Festival Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.