હોળી નિબંધ ગુજરાતી | Holi Essay in Gujarati 2023 [PDF]

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો હોળી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Holi Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં હોળી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો હોળી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Holi Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

હોળી વિષય પર નિબંધ

અહીં ગુજરાતી હોળી વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ હોળી વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

હોળી વિષે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. હોળીના તહેવારની પૌરાણિક કથા 
  3. હોળી અને ધુળેટીની ઉજવણી 
  4. રાજસ્થાનીઓનો પ્રિય તહેવાર
  5. ઉપસંહાર
હોળીનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો આનંદ અને ઉલ્લાસથી ઊજવે છે. તે આપણો સામાજિક તહેવાર છે.

હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હોળી વિષે પૌરાણિક કથા આ પ્રમાણે છે : હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ હતો. તેનો પુત્ર પ્રહ્લાદ ભગવાનનો ભક્ત હતો. હિરણ્યકશિપુને તે ગમતું ન હતું. તેણે પ્રહ્લાદને ભગવાનની ભક્તિ છોડી દેવા માટે ખૂબ સમજાવ્યો. પરંતુ પ્રહ્લાદે ભગવાનની ભક્તિ છોડી નહિ આથી તેના પિતાએ પ્રહ્લાદને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા. તેને પર્વત પરથી ગબડાવ્યો, તેને દરિયામાં ફેંકી દીધો. પરંતુ પ્રહ્લાદને કંઈ પણ નુકસાન થયું નહિ. પ્રહ્લાદની ફોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી. હોલિકા તે ચૂંદડી ઓઢીને આગમાં બેસે તો આગ તેને બાળી શકે નહિ. પ્રહ્લાદને બાળી નાખવા માટે હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી. પરંતુ પવનની લહેર આવતાં ચૂંદડી ઊડી ગઈ અને હોલિકા બળી ગઈ. પ્રહ્લાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો. આમ, અધર્મ સામે ધર્મનો વિજય થયો. પ્રહ્લાદ બચી ગયાની ખુશીમાં લોકોએ ગુલાલ ઉડાડીને તેમજ નાચગાન કરીને આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઊજવવામાં આવે છે.

હોળીના દિવસે લોકો પોતાની શેરીના નાકે કે ચોકમાં લાકડાં અને છાણાં એકઠાં કરીને હોળી પ્રગટાવે છે. લોકો હોળીમાતાની પૂજા અને પ્રદક્ષિણા કરે છે. તે હોળીની આગમાં નાળિયેર હોમે છે. સ્ત્રીઓ હોળીનાં ગીતો ગાય છે. લોકો હોળીની પૂજા કર્યા પછી મિષ્ટાન્ન જમે છે. આ દિવસે ધાણીચણા અને ખજૂર ખાવાનો પણ મહિમા છે.

હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી. આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ નાખે છે. બાળકો પિચકારીઓથી એકબીજા પર રંગ છાંટે છે. કેટલાક લોકો કાદવ અને છાણ જેવી ગંદી ચીજોથી હોળી રમે છે. વળી કેટલાક યુવાનો ઑઇલ પેઇન્ટથી એકબીજાને રંગે છે. તેથી ઘણી વાર શરીરને નુકસાન થાય છે. કેમિકલવાળા રંગોથી આંખ તથા ચામડીને નુકસાન થાય છે. કેસૂડાંનાં ફૂલોમાંથી ઘરે બનાવેલા રંગોથી હોળી રમવાની ખૂબ મજા આવે છે ને કોઈને નુકસાન પણ થતું નથી.

Holi Essay in Gujarati

હોળી નિબંધ - 100 શબ્દો

હોળી ફાગણ મહિનાની પૂનમના' દિવસે મનાવવામાં આવે છે.

હોળીનું ધાર્મિક મહત્ત્વ છે. હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા હતો. તેનો દીકરો પ્રહ્લાદ ભગવાનનો ભક્ત હતો. તેના પિતાને તે ગમતું ન હતું. તેમણે પ્રહ્લાદને ઘણું સમજાવ્યો પણ તેણે ભગવાનની ભક્તિ છોડી નહિ આથી તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા. પણ પ્રહ્લાદ મય નહિ. પ્રહ્લાદની ફોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી. એ ચૂંદડી ઓઢીને તે ચિતામાં બેસે તો તેને આગની અસર ન થાય. પ્રહ્લાદને જીવતો બાળી મૂકવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી. પવનની લહેર આવતાં ચૂંદડી ઊડી ગઈ અને હોલિકા બળી ગઈ. પ્રહલાદ ‘ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો. તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઊજવવામાં આવે છે.

હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. શેરીએ શેરીએ લોકો લાકડાં અને છાણાં ભેગાં કરે છે. ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે. સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો ધાણીના વડે હોળીની પૂજા કરે છે. કેટલાક લોકો હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે. પછી લોકો મિષ્ટાન્ન જમે છે.

હોળીનો બીજો દિવસ ‘ધુળેટી તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટીનંદ મનાવે છે. રાજસ્થાનીઓનો આ પ્રિય તહેવાર છે. કેટલાક રાજસ્થાનીઓ હોળીનો તહેવાર મનાવા પોતાના વતનમાં જાય છે. રાજસ્થાનીઓ મ ત પ્રચલિત છે. 'દિવાળી તો અઠેકઠે પણ હોળી તો ઘરે છે' હોળી રંગરાગ અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે.

હોળી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Holi Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

હોળી નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી હોળી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં હોળી વિશે નિબંધ એટલે કે Holi Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join