ધૂળેટી નિબંધ ગુજરાતી | Dhuleti Essay in Gujarati | 2024

ધૂળેટી નિબંધ ગુજરાતી | Dhuleti Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં ધૂળેટી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ધૂળેટી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Dhuleti Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

ધૂળેટી વિષય પર નિબંધ

અહીં ગુજરાતી ધૂળેટી વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ ધૂળેટી વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

ધૂળેટી વિષે ગુજરાતીમાં  નિબંધ | Dhuleti Essay in Gujarati

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. 

જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

અમુક સ્થાનો જેમ કે મધ્યપ્રદેશ ના માલવા ના અંચલ માં હોળી ના પાંચમા દિવસે રંગપંચમી બનાવવા માં આવે છે, જે મુખ્ય હોળી થી પણ વધારે ઉત્સાહ થી રમવા માં આવે છે. આ પર્વ સૌથી વધારે ધુમધામ થી બ્રજ ક્ષેત્ર માં ઉજવવા માં આવે છે. ખાસ કરીને બરસાના ની લઠ્ઠમાર હોળી ઘણી મશહુર છે. મથુરા અને વૃંદાવન માં પણ પંદર દિવસ સુધી હોળી ની ધૂમ રહે છે. હરિયાણા માં ભાભી દ્વારા દેવર ને હેરાન કરવા ની પરંપરા છે. 

મહારાષ્ટ્ર માં પંચમી ના દિવસે સૂકા ગુલાલ થી રમવા ની પરંપરા છે. દક્ષિણ ગુજરાત માં આદિવાસીઓ માટે હોળી સૌથી મોટું પર્વ છે. છત્તીસગઢ માં લોકગીતો નો ઘણો પ્રચલન છે અને માલવાંચલ માં ભગોરીયા ઉજવવા માં આવે છે.

ધૂળેટી ગુજરાતી નિબંધ PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Dhuleti Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ધૂળેટી નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ધૂળેટી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધૂળેટી વિશે નિબંધ એટલે કે Dhuleti Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.