જીવનમાં વાંચનનું મહત્વ ગુજરાતી નિબંધ | Vanchan nu Mahatva Essay in Gujarati

જીવનમાં વાંચનનું મહત્વ ગુજરાતી નિબંધ | Vanchan nu Mahatva Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં જીવનમાં વાંચનનું મહત્વ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જીવનમાં વાંચનનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Vanchan nu Mahatva Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

જીવનમાં વાંચનનું મહત્વ વિશે નિબંધ

અહીં ગુજરાતી જીવનમાં વાંચનનું મહત્વ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ જીવનમાં વાંચનનું મહત્વ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

જીવનમાં વાંચનનું મહત્વ / પુસ્તકોની મૈત્રી વિશે ગુજરાતીમાં નિબંધ 

પુસ્તકોની મૈત્રી/વાંચનનું મહત્ત્વ
  1. પ્રસ્તાવના 
  2. સારાં પુસ્તકોનું મહત્ત્વ
  3. સારાં પુસ્તકોના વાંચનના ફાયદા
  4. આજની સમસ્યા 
  5. ઉપસંહાર
વાંચતાં આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી તે નિરક્ષર જેવો જ છે.

આપણે આપણા અભ્યાસક્રમમાં આવતાં પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે. એટલે આપણે આપણાં પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવાં જોઈએ.

પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રસ્કિનના ‘Unto The Last' નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે. રામાયણ, ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારાં કામો કરવાનું પ્રોત્સાહન આપે છે. તેઓ આપણને સુખદુ:ખમાં સમભાવથી રહેવાનું બળ આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારાં પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે.

સારાં પુસ્તકોના વાંચનથી સારું-નરસું અને સાચું-ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે.

સારાં પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે, તેમ હલકી કક્ષાનાં પુસ્તકો આપણા જીવનને બગાડે છે. તે આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે આપણે સારાં પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ. એક લેખકે સાચું જ કહ્યું છે કે, ‘તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ!' સારાં પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દષ્ટથી જોઈ શકીએ છીએ.

આજનો યુગ ટેલિવિઝનનો યુગ છે. લોકોમાં પુસ્તકોના વાંચનની રુચિ ઘટતી જાય છે. લોકોનો મોટા ભાગનો સમય ટી.વી.ના કાર્યક્રમો જોવામાં જ પસાર થઈ જાય છે. હવે પુસ્તકોનો ઉપયોગ કબાટની શોભા વધારવા પૂરતો જ રહ્યો છે. પુસ્તકાલયોમાં પણ વાચકોની સંખ્યા ઘટી રહી છે. આમ છતાં, આજેય પણ સારાં પુસ્તકો વાંચનારાઓની કમી નથી. સારાં પુસ્તકોનું મહત્ત્વ તો વધતું જ રહેવાનું છે.

જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ.

જીવનમાં વાંચનનું મહત્વ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Vanchan nu Mahatva Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

જીવનમાં વાંચનનું મહત્વ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી જીવનમાં વાંચનનું મહત્વ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જીવનમાં વાંચનનું મહત્વ વિશે નિબંધ એટલે કે Vanchan nu Mahatva Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join