માનવી અને પશુની મૈત્રી ગુજરાતી નિબંધ | Manav ane Pashu ni Maitri Essay in Gujarati

માનવી અને પશુની મૈત્રી ગુજરાતી નિબંધ | Manav ane Pashu ni Maitri Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં માનવી અને પશુની મૈત્રી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો માનવી અને પશુની મૈત્રી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Manav ane Pashu ni Maitri Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

માનવી અને પશુની મૈત્રી વિશે નિબંધ

અહીં ગુજરાતી માનવી અને પશુની મૈત્રી વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ માનવી અને પશુની મૈત્રી વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

માનવી અને પશુની મૈત્રી વિશે ગુજરાતીમાં નિબંધ 

માનવી અને પશુની મૈત્રી :
  1. પ્રાસ્તાવિક 
  2. પશુઓની ઉપયોગિતા અને લાગણી 
  3. પશુઓ સાથેનો દુવ્યવહાર 
  4. ઉપસંહાર
પશુઓ માનવીને અનેક રીતે ઉપયોગી હોવાથી માનવી અને પશુ વચ્ચે લાગણીનો સેતુ રચાયો છે. અબોલાં પશુઓ પણ માનવીની લાગણી સમજે છે અને તેનો પ્રતિભાવ પણ આપે છે.

આપણા ખેતીપ્રધાન દેશમાં ગાય, ભેંસ, કૂતરો, બકરી, ઘોડો, ગધેડું વગેરે પશુઓનું ઘણું જ મહત્ત્વ છે. ખેતીકામમાં, ભાર ખેંચવા, દૂધ માટે, ચામડા માટે આપણે પશુઓનો ઉપયોગ કરીએ છીએ. સાચો ખેડૂત પશુઓની વિશેષ કાળજી રાખે છે. ખેતરમાં કામ કર્યા પછી જમતા પહેલાં પશુઓને ઘાસચારો નાખે છે. તેઓને પાણી પાય છે. સાંજે પણ આ જ ક્રમ હોય છે. પશુઓને પણ પોતાના માલિક માટે લાગણી હોય છે. તેઓ જુદી જુદી રીતે પોતાની લાગણી પ્રદર્શિત કરે છે.

કૂતરો વફાદાર પ્રાણી છે. તે ઘરની ચોકી કરે છે. તે સમય થતાં જ રોટલી ખાવા આવી પહોંચે છે. તે ખુશ થઈ તાળી આપે છે. ઘણી વાર તે પૂંછડી પટપટાવીને પોતાની લાગણી બતાવે છે.

વાઘ-સિંહ જેવાં વિકરાળ પ્રાણીઓ પણ મનુષ્યની લાગણી સમજી શકે છે. તેમને પ્રેમ કરનાર, તેમની સાથે મૈત્રી રાખનાર કે તેમની સારવાર કરનારને તેઓ ક્યારેય મારી નાખતાં નથી. ગુલામ ઍન્ડ્રુજે જંગલમાં સિંહના પંજામાંથી કાંટો કાઢી આપ્યો અને તેની સારવાર કરી. થોડા વખત પછી તે પકડાઈ ગયો. તેને ભૂખ્યા સિંહના પાંજરામાં ધકેલી દેવાયો. પણ સિંહ પોતાના જીવનદાતાને ઓળખી ગયો. તે પ્રેમથી તેને ચાટવા લાગ્યો. ભૂખ્યો હોવા છતાં તે સિંહે ઍન્ડ્રુજને મારી નાખ્યો નહિ.

પશુઓ મનુષ્યના મિત્રો છે, પરંતુ કેટલાક લોકો પશુઓ સાથે ક્રૂર વ્યવહાર કરે છે. તેમની પાસે હદ ઉપરાંતનું કામ કરાવે છે. તેઓને પુરતું ખાવાનું આપતી નથી. હાથીદાંત માટે હાથીઓનો, રુંવાટીવાળા ચામડા માટે સસલાંનો શિકાર થાય છે. પ્રાણીઓ બરાબર કામ ન કરે તો તેઓને લાકડીથી કે ચાબૂક્થી ફટકારવામાં આવે છે.

આપણે પશુપક્ષીઓ સાથે મૈત્રીભર્યો વ્યવહાર કરીએ. એમને પણ જીવન જીવવાનો અધિકાર છે તે આપણે સમજીએ. આપણે આપણા અંગત સ્વાર્થ માટે તેઓનો દુરુપયોગ ન કરીએ. આપણે પ્રેમનું વિશ્વ રચીએ.

માનવી અને પશુની મૈત્રી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Manav ane Pashu ni Maitri Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

માનવી અને પશુની મૈત્રી નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી માનવી અને પશુની મૈત્રી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં માનવી અને પશુની મૈત્રી વિશે નિબંધ એટલે કે Manav ane Pashu ni Maitri Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.