ઉનાળાનો બપોર નિબંધ | Unalano Bapor Nibandh Gujarati [2024]

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ઉનાળાનો બપોર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Unalano Bapor Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં ઉનાળાનો બપોર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ઉનાળાનો બપોર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Unalano Bapor Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

ઉનાળાનો બપોર વિષય પર નિબંધ

અહીં ગુજરાતી ઉનાળાનો બપોર વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ ઉનાળાનો બપોર વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

ઉનાળાનો બપોર વિશે ગુજરાતીમાં નિબંધ | Unalano Bapor Nibandh Gujarati

  1. પ્રસ્તાવના
  2. ઉનાળાની બપોરનું વાતાવરણ
  3. વાતાવરણની જનજીવન પર અસર અને ઉપાય
  4. ઉપસંહાર
શિયાળાની સવાર તનમનને તાજગી આપનારી હોય છે, તો ઉનાળાની બપોર તનમનને થકવી નાખનારી હોય છે. પ્રકૃતિનાં જુદાં જુદાં સ્વરૂપો આપણને જુદા જુદા અનુભવો કરાવે છે.

ઉનાળામાં વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે. સવારે ધાબા પર, અગાસીમાં કે ખુલ્લામાં મીઠી નીંદર માણવાની ખૂબ મજા આવે છે. પરંતુ જેમ જેમ સૂર્ય આકાશમાં ઊંચે આવતો જાય છે તેમ તેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરના સમયે તો સૂર્ય જાણે અગનગોળા વરસાવતો હોય તેવી ગરમી પડે છે. ધરતીમાંથી ઊની ઊની વરાળો નીકળે છે. ધરતી રણ જેવી ભેંકાર લાગે છે. 

જળાશયોનાં પાણી સુકાઈ જાય છે કે ઊંડાં જતાં રહે છે. ઊની ઊની લૂ વાય છે. આ લૂ ચામડીને દઝાડે છે. ક્યાંક વંટોળિયાને લીધે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. બપોરે બહાર ખુલ્લા પગે ચાલી શકાતું નથી કે ઉઘાડા માથે ફરી શકાતું નથી. એક કવિએ ઉનાળાની બપોરનું વર્ણન કરતાં ગાયું છે કે "સૂર્ય લાગ્યો તન સળગાવવા, ગરમીનાં જામ્યાં જોર. બળબળતા જામ્યા બપોર"

બપોરના આકરા તાપમાં કામ કરતાં થાકી જવાય છે અને પરસેવે રેબઝેબ થઈ જવાય છે. તેથી કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી. ખેડૂતો અને કારીગરો બપોરે તેમનું કામકાજ થંભાવી દે છે. પશુઓ, વટેમાર્ગુઓ અને ફેરિયાઓ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે. પંખીઓ માળામાં લપાઈ જાય છે. રસ્તાઓ પર વાહનો અને લોકોની અવરજવર ઘટી જાય છે. 

લોકો ઘરમાં પંખા કે ઍરકન્ડિશનર ચાલુ કરીને તેની હવાથી રાહત મેળવે છે. કેટલાક લોકો ઠંડાં પીણાં પીએ છે અને આઇસક્રીમ ખાય છે. શાળાઓ અને મહાશાળાઓમાં ઉનાળાની રજાઓ હોય છે. બાળકો ઘરમાં કૅરમ, ચૅસ કે પત્તાંની રમતો રમે છે. કેટલાક શ્રીમંતો આબુ, સિમલા જેવાં ગિરિમથકોએ હવા ખાવા જાય છે. કેટલીક સામાજિક સંસ્થાઓ ઠંડા પાણી કે ઠંડી છાશની પરબો બેસાડીને સેવાનું કામ કરે છે.

ઉનાળાની બપોર પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે. પણ આ જ ઋતુમાં ગરમાળો ને ગુલમહોર જેવાં વૃક્ષો સોળે કળાએ ખીલી ઊઠે છે.

Unalano Bapor Essay in Gujarati

ઉનાળાનો બપોર નિબંધ - 100 શબ્દો

શિયાળાની સવાર આપણને તાજગી આપે છે, તો ઉનાળાનો બપોર આપણને તાપથી અકળાવી મૂકે છે.

ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે. પછી ધીમેધીમે ગરમી વધતી જાય છે. સૂરજ માથા પર આવતાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જાણે આભમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે. રસ્તાઓ પર માણસોની અવરજવર પણ ઓછી થઈ જાય છે. લોકો ઘરમાં જ પુરાઈ રહે છે. 

લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખા કે ઍરકન્ડિશનરનો આશરો લે છે. કેટલાક લોકો ઠંડાં પીણાં પીએ છે કે આઇસક્રીમ ખાય છે. પશુપંખીઓ પર પણ ગરમીની અસર થાય છે. પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે. પરંતુ અકળાવાના બદલે ગીતો ગાય છે. કોયલ ટહુકા કરે છે: ‘..હું..કૂ..હુ', પશુઓ વૃક્ષની છાયામાં બેસીને આરામ કરે છે. વટેમાર્ગુઓ પણ વૃક્ષની છાયામાં વિસામો કરે છે. બપોરે ખેડૂતો અને મજૂરો એમનું કામકાજ બંધ રાખી આરામ કરે છે. ગરમીથી રાહત મેળવવા માટે ભેંસો તળાવ કે ખાબોચિયાના પાણીમાં પડી રહે છે. બાળકો પણ ઘરમાં બેસીને ઇન્ડોરગેમ્સ રમે છે.

માથું ફાડી નાખે એવી ગરમીના કારણે જ કદાચ કવિશ્રી લાભશંકર ઠાકરે એવું કહ્યું છે કે, "સૂર્યને શિક્ષા કરો."

ઉનાળાનો બપોર નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Unalano Bapor Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ઉનાળાનો બપોર નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ઉનાળાનો બપોર નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ઉનાળાનો બપોર વિશે નિબંધ એટલે કે Unalano Bapor Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join