આદર્શ વિદ્યાર્થી નિબંધ | Ideal Student Essay in Gujarati [2024]

આદર્શ વિદ્યાર્થી નિબંધ | Ideal Student Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો આદર્શ વિદ્યાર્થી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ideal Student Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

આદર્શ વિદ્યાર્થી વિષય પર નિબંધ

અહીં ગુજરાતી આદર્શ વિદ્યાર્થી વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

આદર્શ વિદ્યાર્થી વિષે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. આદર્શ વિદ્યાર્થીનો મુખ્ય ઉદ્દેશ
  3. આદર્શ વિદ્યાર્થીનાં અન્ય લક્ષણો 
  4. આદર્શ વિધાર્થીમાં શું ન હોય? 
  5. ઉપસંહાર
વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી. જેનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હોય, તેને ‘વિદ્યાર્થી’ કહેવાય. તો પછી આદર્શ વિદ્યાર્થી કોને કહી શકાય? અભ્યાસ અને ઇતર-પ્રવૃત્તિઓ તેમજ વાણી અને વર્તનની દૃષ્ટિએ વખાણવા લાયક વિદ્યાર્થીને જ આદર્શ વિદ્યાર્થીનું બિરુદ મળી શકે.

આદર્શ વિદ્યાર્થી પોતાના વર્ગમાં નિયમિત હાજરી આપે છે. જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે તે એકચિત્તે ભણતો હોય છે. તે પોતાને ન સમજાયેલો મુદ્દો વિનયપૂર્વક શિક્ષકને પૂછી લે છે. શાળામાંથી આપવામાં આવતું ઘરકામ તે નિયમિતપણે અને ચોકસાઈપૂર્વક કરે છે. આદર્શ વિદ્યાર્થીની એકાગ્રતા પાર્થ અર્જુન જેવી અને જિજ્ઞાસા એક્લવ્ય જેવી હોય તે ફક્ત પુસ્તકના જ્ઞાનથી સંતોષ પામતો નથી. 

આદર્શ વિદ્યાર્થી ઇતર-પ્રવૃત્તિઓમાં પણ રસપૂર્વક ભાગ લે છે. એ રમતગમતમાં ખેલદિલીપૂર્વક ભાગ લે છે. સાથે સાથે તે ચિત્રકામ, સંગીત અને નાટક જેવી પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહથી ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી તેની દરેક પ્રવૃત્તિ રસપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરે છે. કામને વખતે કામ અને રમતને વખતે રમત' (Work while you work and play while you play) એ જ તેનો જીવનમંત્ર હોય છે. 

આદર્શ વિદ્યાર્થીનું ચરિત્ર પણ આદર્શ હોય છે. તેનાં વાણી અને વર્તનમાં વિવેક અને વિનય ઝલકે છે. આદર્શ વિદ્યાર્થી પોતાની આવડતનું અભિમાન નથી રાખતો. વળી તેનામાં દયા, પ્રેમ, સહનશીલતા અને હિંમત જેવા સદ્ગુણો પણ હોય છે. બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તે હંમેશ તત્પર રહે છે. અપંગ અને અસહાય લોકો પ્રત્યે તેના મનમાં અપાર હમદર્દી હોય છે. તેને પોતાના દેશ પ્રત્યે અશીમ પ્રેમ હોય છે.

તેને ઇતર વાચનનો પણ શોખ હોય છે. તે વખતોવખત દૈનિકો, સામયિકો, વાર્તા–કવિતા–નવલકથાનાં પુસ્તકો તેમજ મહાપુરુષોનાં જીવનચરિત્રોનું વાચન કરે છે. વાચનને લીધે તેને દેશ અને દુનિયાના બનાવોની માહિતી મળતી રહે છે. 

સાદું જીવન, ઉચ્ચ વિચાર (Simple living and high thinking) એ આદર્શ વિદ્યાર્થીના જીવનનો આદર્શ છે. નઠારી સોબત, ગમે તેવું વાચન, વ્યસન અને નિંદાની પ્રવૃત્તિથી તો એ સદા દૂર જ રહે છે. 

આદર્શ વિદ્યાર્થીનું આદર્શ આચરણ જોઈને કોઈ પણ વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયા વિના ન રહે!

Ideal Student Essay in Gujarati

આદર્શ વિદ્યાર્થી નિબંધ - 100 શબ્દો

આદર્શ વિદ્યાર્થી વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થીજીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીને સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે.

આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને પ્રશ્નો પૂછી પૂછીને નવું નવું જ્ઞાન મેળવતો રહે છે. તે સારાં પુસ્તકોનું વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જાય છે અને મન દઈને અભ્યાસ કરે છે. તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. તે શાળાનું ઘરકામ નિયમિત કરે છે. તે લખવાનો મહાવરો રાખે છે. તેના અક્ષર સુંદર હોય છે. 

આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. તેના દાંત, નખ, વાળ અને શરીરનાં બધાં અંગો સ્વચ્છ હોય છે. તેનાં કપડાં પણ સ્વચ્છ હોય છે. તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે. તે શાળામાં હોશેહોંશે વર્ગસફાઈ અને મેદાનસફાઈ કરે છે. 

આદર્શ વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લે છે. રમતના મેદાન પર તે તેના મિત્રો સાથે ખેલદિલીપૂર્વક રમે છે. તે રમતગમતના નિયમોનું પાલન કરે છે. તે નાટક, વેશભૂષા અને વક્તૃત્વસ્પર્ધા જેવી ઇતરપ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. 

આદર્શ વિદ્યાર્થી વિવેકી હોય છે. તે વડીલોને માન આપે છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે. તે સાચાબોલો અને પ્રામાણિક હોય છે. તે બીજાંને મદદ કરવા સદાય તત્પર રહે છે. તે બધાં સાથે હળીમળીને રહે છે. તે સારું કામ કરવા હંમેશાં તત્પર હોય છે. તેને કોઈ પણ વ્યસન નથી હોતું. તે ચારિત્ર્યવાન હોય છે. તેનો જીવનમંત્ર હોય છે: ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’. 

આદર્શ વિદ્યાર્થીનો એવો વ્યવહાર હોય છે કે સૌને એને માટે માન તથા સ્નેહ ઊપજે છે.

આદર્શ વિદ્યાર્થી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Ideal Student Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

આદર્શ વિદ્યાર્થી નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી આદર્શ વિદ્યાર્થી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ એટલે કે Ideal Student Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.