પુસ્તકો આપણા મિત્રો | પુસ્તકોની મૈત્રી વિષે ગુજરાતી નિબંધ [2024]

પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોની મૈત્રી વિષે ગુજરાતીમાં નિબંધ

અમે આ આર્ટીકલમાં પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોની મૈત્રી  વિશે એક સરસ ગુજરાતીમાં 200 શબ્દોમાં, 150 શબ્દોમાં અને 100 શબ્દોમાં અલગ અલગ નિબંધ પ્રસ્તુત કર્યો છે જે ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે અને તમને ગમશે.

  • પુસ્તકો આપણા મિત્રો નિબંધ,
  • પુસ્તકોની મૈત્રી નિબંધ ગુજરાતી,
  • પુસ્તકો આપણા મિત્રો વિશે નિબંધ,
  • પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોની મૈત્રી 
  • પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોની મૈત્રી વિશે નિબંધ ગુજરાતીમાં,
  • Pustko Aapna Mitro Nibandh Gujarati
  • Books Our Friend Essay in Gujarati

નીચે આપેલ પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોની મૈત્રી વિશે ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

પુસ્તકો આપણા મિત્રો / પુસ્તકોની મૈત્રી  નિબંધ :

  1. પ્રસ્તાવના
  2. સારાં પુસ્તકો
  3. માનવજીવન સારી અસર 
  4. નઠારાં પુસ્તકો
  5. માનવજીવન પર અવળી અસર
  6. સંસ્કૃતિ 
  7. ધર્મ 
  8. ઉદાત્ત જીવન માટે પ્રેરણા મેળવવા સારાં પુસ્તકોનું યોગદાન
  9. ઉપસંહાર

"સંગ તેવો રંગ" એ કહેવત માણસાની બાબતમાં સાચી છે તેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી જણાય છે. મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવનઘડતર ૫૨ નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્રની જેમ સારું પુસ્તક માનવીને સુખદુઃખમાં સાથ, સહારો અને સાંત્વન આપે છે. પેલી અંગ્રેજી ઉક્તિ અક્ષરશઃ સાચી છે A good book is man's friend , philosopher and guide. 

કેટલાક મનુષ્યોના જીવનમાં પુસ્તકો મહાન પલટો આણે છે. રસ્કિનના "Unto The Last" પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધનાર ગમે તેવી અવદશામાં પણ મૂંઝાતો કે દુઃખી થતો નથી. સારાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલું મહાન પુરુષોનું જીવનદર્શન દુઃખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે. તે માનવીના અસહ્ય દુઃખને પણ હળવું બનાવે છે . શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યનાં વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરે છે. ઉત્તમ પુસ્તકોના વાચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દૃષ્ટિ વધુ સમૃદ્ધ બને છે. સારાં પુસ્તકો કદી આપણને છેહ દેતાં નથ , એ હંમેશાં સાથ નિભાવે છે. માટે જ રૉબર્ટ ગાધે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી વિશે લખ્યું છે: 
My never failing friends are
they With whom I converse day by day. 
[કદી છેહ ન દે એવો તે (એટલે કે પુસ્તકો) મારા મિત્રો છે, જેમની સાથે હું દરરોજ ચર્ચા - વિચારણા કરું છું.] 

પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલાપણું સાલતું નથી . તેની કોટડીમાં અમર થઈ ગયેલા મહાપુરુષો અક્ષરદેહે બિરાજે છે. જગતના મહાન દાર્શનિકો, કવિઓ, મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજરાહજૂર હોય છે. ગાંધીજી કહેતા, ‘‘ જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે, ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું.’’ ઉત્તમ પુસ્તકની ઉપકારક મૈત્રીનું આ જ્વલંત ઉદાહરણ છે . રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટિનાં પુસ્તકો કે ગ્રંથો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે . ‘‘સરસ્વતીચંદ્ર’’ અને ‘‘માનવીની ભવાઈ’’ જેવાં પુસ્તકો સમાજજીવનનું અને માનવભાવોનું ઊંડું દર્શન કરાવી શકે છે. 

પરંતુ બધાં પુસ્તકો એકસરખાં ઉપકારક હોતાં નથી. છીછરાં અને અશ્લીલ પુસ્તકોના વાચનથી લોકો ગેરમાર્ગે જાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આથી પુસ્તકોની પસંદગીમાં ચિત વિવેક દાખવવો જ જોઈએ. 

ખરેખર, સમૃદ્ધ જીવનદૃષ્ટિ કેળવવા અને જીવનને સર્વથા સુખમય બનાવવા માટે ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધવી જોઈએ.

નીચે આપેલ પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોની મૈત્રી વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 67 અને 8 માટે ઉપયોગી થશે.

Books Our Friend Essay in Gujarati : ધોરણ 6 થી 10 

  1. પ્રસ્તાવના
  2. સારાં પુસ્તકોનું મહત્ત્વ 
  3. સારાં પુસ્તકોના વાંચનના ફાયદા 
  4. આજની સમસ્યા
  5. ઉપસંહાર
વાંચતાં આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી તે નિરક્ષર જેવો જ છે. 

આપણે આપણા અભ્યાસક્રમમાં આવતાં પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે . પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે. એટલે આપણે આપણાં પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવાં જોઈએ. 

પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રસ્કિનના "Unto The Last" નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે. રામાયણ, ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. 

સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારાં કામો કરવાનું પ્રોત્સાહન આપે છે. તેઓ આપણને સુખદુઃખમાં સમભાવથી રહેવાનું બળ આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારાં પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે.

સારાં પુસ્તકોના વાંચનથી સારું - નરસું અને સાચું - ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે. 

સારાં પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે, તેમ હલકી કક્ષાનાં પુસ્તકો આપણા જીવનને બગાડે છે. તે આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે આપણે સારાં પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ. એક લેખકે સાચું જ કહ્યું છે કે, ‘તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ ! સારાં પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દૃષ્ટિથી જોઈ શકીએ છીએ. 

આજનો યુગ ટેલિવિઝનનો યુગ છે. લોકોમાં પુસ્તકોના વાંચનની રુચિ ઘટતી જાય છે. લોકોનો મોટા ભાગનો સમય ટી.વી.ના કાર્યક્રમો જોવામાં જ પસાર થઈ જાય છે . હવે પુસ્તકોનો ઉપયોગ કબાટની શોભા વધારવા પૂરતો જ રહ્યો છે. પુસ્તકાલયોમાં પણ વાચકોની સંખ્યા ઘટી રહી છે. આમ છતાં, આજેય પણ સારાં પુસ્તકો વાંચનારાઓની કમી નથી. સારાં પુસ્તકોનું મહત્ત્વ તો વધતું જ રહેવાનું છે. 

જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ.

નીચે આપેલ પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકોની મૈત્રી વિશે ગુજરાતીમાં 250  શબ્દોમાં નિબંધ ધોરણ 3, 4 અને 5 માટે ઉપયોગી થશે.

પુસ્તકોની મૈત્રી ગુજરતી નિબંધ : ધોરણ 3 થી 10

મનુષ્ય એ સામાજિક પ્રાણી છે તેને મિત્રો વિના ચાલતું નથી. આથી એ માણસો,પશુઓ અને આજ કાલ મોબાઈલ ને પોતાનો મિત્ર બનાવતો થયો છે પરંતુ એનો સાચો મિત્ર અને માર્ગદર્શક, મદદગાર પુસ્તક છે. પુસ્તકો ની મૈત્રી જીવન ને સરળ અને વધારે સુંદર બનાવે છે. જાણકારી આપવા થી માંડી ને મુંઝવણ માં ઉપાય સુધી લઈ જનાર મિત્ર પુસ્તક છે. બીજા મિત્રો અને પુસ્તકોમાં ઘણો તફાવત છે. બીજા મિત્રો દિવસ ના થોડાં કલાકો જ આપણી સાથે રહે છે પરંતુ પુસ્તકો દિવસ હોય કે રાત કોઈ પણ ક્ષણે આપણી સાથે હોય છે.

મિત્રો રિસાય કે ઝઘડે અને છેહ પણ દે પરંતુ પુસ્તકો ને કદી એવું કરતા જોયા કે સાંભળ્યા હોય એવું ક્યારે બન્યું નથી. પુસ્તકો સારા મિત્રો ની ગરજ સારે છે. જ્યારે આપણે નિરાશ થઈ ત્યારે પુસ્તકો આપણ ને સાંત્વના આપે છે અને મુંઝાઈ એ ત્યારે માર્ગદર્શન પણ આપે છે. તેઓ સારી વિચારશક્તિ અને કલ્પના કેળવવામાં મદદરૂપ થાય છે. પુસ્તકો આપણ ને સારા મિત્રો ની જેમ ઊંચે લઈ જાય છે. સારા પુસ્તકો આપણા માં સારા સંસ્કારો નું સિંચન કરે છે, સારા ગુણો નો વિકાસ કરી આપણા આદર્શો ને ઉચ્ચ બનાવે છે. પુસ્તકો આપણી કલ્પનાશક્તિ ખીલવી ને ઉડવા માટે પાંખો આપે છે અને સમય ના ગમે પડાવ પર લઈ જાય છે. પુસ્તકો આપણી સામે જ્ઞાન નો અમૂલ્ય ખજાનો ખુલ્લો મૂકી દે છે તેમાં અનેક રત્નો, મોતી, હીરા, માણેક સમાયા છે એવું કહીએ તો બિલકુલ અતિશયોક્તિ નથી આ એવો ખજાનો છે જેની કદી ચોરી થઇ શકતી નથી, જેને કોઈ લૂંટી શકતું નથી, જે કદી ખૂટશે નહિ, ઉલ્ટા જેમ એનો વપરાશ વધશે એમ એના પ્રમાણમાં વધારો થશે.

મુસાફરી માં પણ તેઓ આપણા મિત્રો અને સાથી બને છે. આમ પુસ્તકો વગરનું જીવન એ પાયા વગર નું જીવન છે. આજના સમય માં પુસ્તકો નું મહત્વ અને પુસ્તકપ્રેમીઓની સંખ્યા ઘટી રહી છે મોબાઈલ ચાહકો નું પ્રમાણ વધી રહ્યું છે. બાળકો માત્ર ભણવાના પુસ્તકો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આથી 'વાંચે ગુજરાત' જેવા કાર્યક્રમો ની આપણને જરૂર પડી છે. આવા કાર્યક્રમો નું પ્રમાણ વધારી પુસ્તકો ના કાયદા અને એમનું મહત્વ વધે એવું કરવું આજના સમય માટે જરૂરી બન્યું છે. 

એક અંગ્રેજ કવિ જેને પુસ્તકો નો અત્યંત શોખ હતો તે પુસ્તકો માટે લખે છે કે, “ My never failing friends are they, with whom I converse day by day.” (કદી છોડી ન દે એવા તે મારા મિત્રો છે પુસ્તકો જેમની સાથે હું દરરોજ વાતો કરું છું). આમ આવા અનન્ય મિત્રો ની સાથે આપણે જેમ બને એમ વધુ સમય પસાર કરવો જોઇએ.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join