My Favourite Festival Essay in Gujarati |
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારો પ્રિય તહેવાર વિશે ગુજરાતી
નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે
My Favourite Festival Essay in Gujarati ની PDF
પણ Download કરી શકશો.
મારો પ્રિય તહેવાર વિષય પર નિબંધ
શું તમે ગુજરાતીમાં મારો પ્રિય તહેવાર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે
બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
નીચે આપેલ મારો પ્રિય તહેવાર વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ વિષે નિબંધ ગુજરાતીમાં
- પ્રસ્તાવના
- ઉત્તરાયણની પૂર્વ તૈયારી
- ઉત્તરાયણના દિવસનું દૃશ્ય
- ઉત્તરાયણના દિવસે હું શું કરું છું
- ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ
- ઉપસંહાર
ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરીના દિવસે આવે છે. દિવાળી પછી ઉત્તરાયણની તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. શહેરોમાં લૂગદી વડે દોરીને રંગવાની તેમજ પતંગો બનાવવાની પ્રવૃત્તિ વેગ પકડે છે. લોકો પતંગ અને દોરીની મોટા પાયે ખરીદી કરે છે. ઉત્તરાયણના આગલા દિવસે લોકો બજારમાં ભારે ભીડ જમાવી દે છે. લોકો મોડી રાત સુધી પતંગ અને દોરીની ખરીદી કરતા રહે છે. આગલી રાતે જ લોકો પતંગોને કિન્ના બાંધીને તૈયાર રાખે છે.
ઉત્તરાયણના દિવસે ભળભાંખરુ થતાં જ લોકો પતંગ ઉડાવવા માટે અગાસીમાં, છાપરા પર
કે ધાબે પહોંચી જાય છે. જાતજાતના પતંગોથી આકાશ રંગબેરંગી બની જાય છે. લોકો
પતંગોના પેચ જમાવે છે. જ્યારે પતંગ કપાય ત્યારે લોકો ‘કાટા’ ‘કાટા’ ‘લપેટ’ ‘લપેટ’ ની બૂમો પાડે છે. પતંગરસિયાઓ પતંગ ચગાવવામાં પૂરેપૂરા મશગૂલ થઈ જાય
છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં લૂંટવામાં વધારે રસ પડે છે. પતંગ લૂંટવા
જતાં ધાબા પરથી નીચે પડી જવાના અને વાહન સાથે અથડાઈ જવાના ઘણા બનાવો બને છે.
તેમાં અનેક લોકોને ગંભીર ઈજા થાય છે. કેટલીક વખત જાનહાનિ પણ થાય છે. હું મારા
મિત્રોની સાથે
ધાબે
પતંગ ચગાવું છું. ધાબા પર ટેપરેકર્ડર ચાલુ કરીને અમે ગીતો સાંભળીએ છીએ અને
ઢોલનગારાં વગાડીએ છીએ.
ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે. લોકો ગાયોને બાજરીની ઘૂઘરી તથા ઘાસ
ખવડાવે છે. ઘણા લોકો તલના લાડુની વચ્ચે સિક્કા ગોઠવી દે છે અને તેનું
ગુપ્તદાન કરે છે. ઉત્તરાયણના દિવસે શેરડી , બોર , તલસાંકળી અને ખજૂર ખાવાનો
રિવાજ પ્રચલિત છે .
રાતે લોકો આકાશમાં ટુક્કલ ચગાવે છે. ઉત્તરાયણના બીજા દિવસને ‘વાસી
ઉત્તરાયણ’ કહે છે.
મને પતંગ ચગાવવાનો ખૂબ શોખ હોવાથી ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે.
મારો પ્રિય તહેવાર ગુજરાતી નિબંધ PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Maro priya Tahevar Nibandh in Gujarati ની
ફ્રી pdf Download કરી શકો છો.
મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મારો પ્રિય તહેવાર ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો
છો.
FAQ :
Q. ઉત્તરાયણ વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?
A. ઉત્તરાયણ
તહેવાર તારીખ 14 જાન્યુઆરી 2023 ના
રોજ ઉજવવામાં આવશે.
Q. ઉત્તરાયણ ઉજવવા પાછળનો હેતુ શું છે?
A. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને ‘મકરસંક્રાંતિ’ કહે છે. આ
દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે
છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારો પ્રિય તહેવાર વિશે નિબંધ એટલે કે Uttarayan Essay in Gujarati વિશે સંપૂર્ણ
માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે
કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું
હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું
હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ
ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!