પાણીની સમસ્યા અહેવાલ લેખન [2026]

પાણીની સમસ્યા અહેવાલ લેખન

શું તમે ગુજરાતીમાં પાણીની સમસ્યા વિશે અહેવાલ શોધી રહ્યાં છો? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પાણીની સમસ્યા વિશે ગુજરાતી અહેવાલ રજુ કર્યો છે અને છેલ્લે Water Problem Aheval Lekhan In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પાણીની સમસ્યા વિષય પર અહેવાલ લેખન

અહીં ગુજરાતી પાણીની સમસ્યા વિશે એક અહેવાલ રજુ કર્યા છે જે 250, 300  શબ્દોમાં છે.

પાણીની સમસ્યા અહેવાલ | Water Problem Aheval Lekhan in Gujarati

પ્રશ્ન / વિષયવસ્તુ: તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. તેનો એક અહેવાલ તૈયાર કરો.

લખતર,
તા. 22-05-24

વિષય : પાણીની સમસ્યા

અમારા લખતર તાલુકામાં પાણીની કાયમી સમસ્યા છે. ચોમાસામાં ચાર માસ જ પાણીની થોડી રાહત રહે છે. બાકીના આઠ માસ પાણી માટે અમારે વલખાં મારવાં પડે છે. એમાંય ઉનાળામાં તો પરિસ્થિતિ કપરી બની જાય છે. આમ તો અમારા વિસ્તારમાં ખેતરે ખેતરે કૂવા છે. પરંતુ શિયાળાના બે માસ દરમિયાનમાં જ કૂવાનાં પાણી સુકાઈ જાય છે અથવા ખૂબ ઊંડાં ઊતરી જાય છે. લોકો દૂર દૂર સુધી જઈને ઊંડા કૂવામાંથી પાણી લઈ આવે છે. પાણી ખેંચવાનું દોરડું એટલું બધું લાંબું અને ભારે હોય છે કે એક જણને ખાસ આ દોરડું ઊંચકીને ચાલવું પડે છે.

સરકારે પાણીની સમસ્યા હલ કરવા માટે છૂટક છૂટક પ્રયત્નો કર્યા છે. દરેક ગામમાં ત્યાંની વસ્તીના પ્રમાણમાં હેન્ડપંપ મૂકવામાં આવ્યા છે. પણ આજે એમાંથી એક પણ હેન્ડપંપમાં પાણી આવતું નથી. અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર કે સરકારી કર્મચારીઓ અમારી સમસ્યા હલ કરવા કોઈ હિલચાલ કરતા નથી. પાણીની સમસ્યા હલ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની યોજનાઓ થાય છે. પરંતુ આ રૂપિયા ક્યાં ચાલ્યા જાય છે, તે જ સમજાતું નથી.

શું સરકાર અમારા વિસ્તારની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કંઈક વિચારશે ખરી?

અન્ય સૂચનો:

  • અહેવાલને સ્પષ્ટ અને સરળ ભાષામાં લખો.
  • અહેવાલમાં તમે જે જોયું અને અનુભવ્યું તેનું વર્ણન કરો.
  • અહેવાલમાં તમારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરો.
  • અહેવાલમાં ચિત્રો ઉમેરી શકો છો.

અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

  1. અહેવાલ એટલે બનેલ હકીક્ત,ઘટના કે બનાવનું નજરે જોયેલું સાચું, સચોટ અને ટૂંકુ નિરૂપણ.
  2. આપેલ વિષયને બરાબર સમજો.
  3. પ્રથમ કાચી રૂપરેખા બનાવવી પછી પાકો અહેવાલ લખવો.
  4. બનેલ ઘટનાનો ક્રમ જાળવવો.
  5. ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ, કોઇપણ જાતની અતિશોયક્તિ વિના આશરે ૧૦૦ શબ્દો (દસપંદર વાક્યો)ની મર્યાદામાં પૂર્ણ કરવી.
  6. અહેવાલમાં તારીખ,સમય,સ્થળ,વ્યક્તિવિશેષ વગેરેનો સ્પસ્ટ ઉલ્લેખ કરવો જરૂરી.
  7. ઘટનાના વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવા.
  8. અહેવાલની ભાષા શુદ્ધ, સરળ, ટૂંકા વાક્યોવાળી અને આકર્ષક હોવી જોઇએ.
  9. અહેવાલને અનુકૂળ યોગ્ય શીર્ષક આપવું.
  10. પરીક્ષામાં પૂછાતા અહેવાલના પ્રશ્નમાં જ અહેવાલના શીર્ષકનો સમાવેશ થયેલો હોય છે. જેથી જે તે વિષય પ્રમાણે ટૂંકુ શીર્ષક પસંદ કરવું.

પાણીની સમસ્યા ગુજરાતી અહેવાલ PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Water Problem aheval Lekhan in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

પાણીની સમસ્યા અહેવાલ લેખન ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી પાણીની સમસ્યા ગુજરાતી અહેવાલ લેખન નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પાણીની સમસ્યા વિશે અહેવાલ લેખન એટલે કે Water Problem Aheval Lekhan in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.