આ આર્ટીકલમાં અમે સરસ મજાનો કમ્પ્યુટર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Computer Nibandh ની PDF પણ Download કરી શકશો.
કમ્પ્યુટર વિશે નિબંધ
કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તે આપણે આપેલી માહિતી (Input) પર પ્રક્રિયા (Process) કરીને આપણને યોગ્ય પરિણામ (Output) આપે છે. તે કલાકોનું કામ મિનિટોમાં કરી શકે છે. કમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં મોનિટર, સી.પી.યુ. (CPU), કી-બોર્ડ અને માઉસનો સમાવેશ થાય છે. CPU એ કમ્પ્યુટરનું મગજ છે.
વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ:
- શિક્ષણ: શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે અને પ્રોજેક્ટ બનાવવા માટે કમ્પ્યુટર વપરાય છે. કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ કમ્પ્યુટર અને મોબાઈલને આભારી હતું.
- ઓફિસ અને બેંક: બેંકમાં હિસાબ-કિતાબ રાખવા અને ઓફિસોમાં ડેટા સાચવવા માટે કમ્પ્યુટર ખૂબ જરૂરી છે.
- તબીબી ક્ષેત્ર: હોસ્પિટલમાં દર્દીઓના રિપોર્ટ કાઢવા અને મોટા ઓપરેશન કરવા માટે હવે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
- સંચાર અને મનોરંજન: ઇન્ટરનેટ દ્વારા આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. કમ્પ્યુટર પર આપણે ફિલ્મો જોઈ શકીએ છીએ અને ગેમ્સ પણ રમી શકીએ છીએ.
ગેરફાયદા: દરેક સિક્કાની બે બાજુ હોય છે. કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી આંખોને નુકસાન થાય છે અને શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે. નાના બાળકો મેદાનમાં રમવાને બદલે મોબાઈલ કે કમ્પ્યુટર ગેમ્સમાં રચ્યાપચ્યા રહે છે, જે ચિંતાનો વિષય છે. સાયબર ક્રાઈમ (ઓનલાઇન છેતરપિંડી) પણ એક જોખમ છે.
ઉપસંહાર: કમ્પ્યુટર એ મનુષ્યનો સૌથી સારો મિત્ર અને સેવક છે. જો આપણે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો તે વરદાનરૂપ છે. કમ્પ્યુટર વિનાના વિશ્વની કલ્પના કરવી આજે અશક્ય છે. દેશના વિકાસમાં કમ્પ્યુટરનો ફાળો અમૂલ્ય છે.
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
કમ્પ્યુટર નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી Computer Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
