ચાણક્ય નીતિ સૂત્રો ગુજરાતી | Chanakya Niti Sutra in Gujarati [with PDF]

ચાણક્ય નીતિ સૂત્રો ગુજરાતી | Chanakya Niti Sutra in Gujarati

શું તમે ગુજરાતીમાં ચાણક્ય નીતિ ના સુત્રો અને સુવિચાર શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાના ચાણક્ય નીતિ ના સુત્રો અને સુવિચાર ગુજરાતીમાં રજુ કર્યો છે અને છેલ્લે Chanakya Niti Sutra in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ચાણક્ય નીતિ ના સુત્રો અને સુવિચાર

અહીં ગુજરાતી ચાણક્ય નીતિ સુત્રો અને સુવિચાર રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

ચાણક્ય નીતિ ના સુત્રો

Chanakya Niti Quotes in Gujarati given below.
મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.
પ્રજા એવું જ આચરણ કરે છે જેવું રાજા (રાજનેતા) કરે છે.
મનુષ્યને સારા ગુણોથી શ્રેષ્ઠતા મળે છે - ઊંચા આસનથી નહીં.
આ સંસારમાં લક્ષ્મી, જીવન, યૌવન સર્વ નાશવંત છે, ફક્ત ધર્મ સ્થિર છે.
સ્નેહ અને પ્રેમ બધાં દુઃખોનું મૂળ છે.
જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારે છે.
સુપાત્રને દાન અથવા બુદ્ધિમાનનું જ્ઞાન આપોઆપ જ રેલાઈ જાય છે.
આ સંસારમાં એવો કોઈ ઉપાય નથી, જેનાથી દુર્જનને સજ્જન બનાવી શકાય.
સોનાની ચાર કસોટી છે - ઘસવાનું, કાપવાનું, તપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે.
સજ્જનતા, ગુણ, આચાર, વ્યવહાર.
મનુષ્ય પોતાના વિચારોનો જ દાસ છે.
વગર વિચારે બોલવાવાળો જલદીથી નાશ પામે છે.
મનુષ્ય જેવું ધન કમાય છે, તેવું જ સંતાન જન્મે છે.
જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.
જે પોતાનો સમુદાય છોડી, બીજાના સમુદાયમાં આશ્રય લે છે, તે નષ્ટ થઈ જાય છે.
જે ધન પ્રત્યે આસક્તિ રાખે છે, તે સત્ય બોલી શક્તો નથી.
કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.
જેનામાં લોભ હોય, તેને બીજી બુરાઈની શી જરૂર!
જે લોકો સંસારમાં ફક્ત ધનની ઇચ્છા રાખે છે તે અધમ છે, જે ધન તથા સન્માન બન્નેની આશા રાખે છે તે મધ્યમ છે, પણ ઉત્તમ મનુષ્યો ફક્ત સન્માનની જ આશા રાખે છે.
સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.
જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.
ચાણક્ય નીતિ સૂત્રો ગુજરાતી | Chanakya Niti Sutra in Gujarati

Chanakya Niti Sutra in Gujarati

  1. સજ્જન પુરુષનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ થાય છે, કારણકે તે તીર્થસ્વરૂપ છે.
  2. જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.
  3. જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.
  4. જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.
  5. સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.
  6. ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામો છો.
  7. મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.
  8. પુસ્તકોમાં પડેલી વિદ્યા તથા બીજા પાસે પડેલું ધન શા કામનું !
  9. જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.
  10. જેનામાં યોગ્યતા નથી, તેને ઉપદેશ આપવો વ્યર્થ છે.
  11. જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છે, તેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.
  12. આ પૃથ્વિ પર ત્રણ જ રત્ન છે, પાણી, અન્ન અને હિતકારી વચન.
  13. વ્યક્તિને દરેક સ્થાનેથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે.
  14. જે બીજાના ભેદ પ્રગટ કરે છે, તે નષ્ટ થઈ જાય છે.
  15. જે જેવો વ્યવહાર કરે, તેવો વ્યવહાર તેની સાથે કરવો.
  16. જે સત્ય બોલે છે, તેને તપ કરવાની શી જરૂર છે !
  17. બુદ્ધિમાન વર્તમાન સમય પ્રમાણે જ કામ કરે છે.
  18. શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે.
  19. વિદ્રાનની હંમેશા પ્રશંશા થાય છે.
  20. દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે.
  21. નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું.
  22. સંતોષથી મોટું કોઈ સુખ નથી, લાલચથી મોટો કોઈ રોગ નથી.
  23. ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.
  24. વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.
  25. જે વ્યક્તિ અવસર પ્રમાણે પોતાની ગરિમા પ્રમાણે બોલે છે - તે જ વ્યક્તિ મહાન છે.
  26. સજ્જન વ્યક્તિ નિર્ધન થઈ જવા છતાં સજ્જનતા નથી છોડતી.
  27. મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.
  28. પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.
  29. આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, - સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.
  30. આવનાર વિપત્તિનો વિચાર કરી તેનો સામનો કરવા તૈયાર રહેનાર સુખી થાય છે.

ચાણક્ય નીતિ ના સુત્રો અને સુવિચાર ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Chanakya Niti Sutra in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ચાણક્ય નીતિ ના સુત્રો અને સુવિચાર ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ચાણક્ય નીતિના સુત્રો, સુવિચાર, નારા ના વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ચાણક્ય નીતિ ના સુત્રો અને સુવિચાર એટલે કે Chanakya Niti Sutra in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join