શું તમે ગુજરાતીમાં જીવનમાં ગુરુનું મહત્વ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ગુરુ નું મહત્વ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Guru nu Mahatva Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
ગુરુ નું મહત્વ વિષય પર નિબંધ
અહીં ગુજરાતી જીવનમાં ગુરુનું મહત્વ વિશે એક નિબંધ રજુ કર્યા છે જે 250, 500 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ ગુરુ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતીમાં 250, 500 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
જીવનમાં ગુરુનું મહત્વ વિશે ગુજરાતીમાં નિબંધ | Guru nu Mahatva Essay in Gujarati
"ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય,
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય"
આપણા દેશની વિશેષતા એટલે ગુરુ-શિષ્ય પરંપરા. ગુરુ આપણને અજ્ઞાનતા થી બહાર કાઢે છે. શિક્ષક એ પણ આપણા ગુરુ છે, માટે આપણે શિક્ષક દિન ને દિવસે પણ ગુરુની પૂજા કરીએ છીએ. તો આપણે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની સાથે આપણા શિક્ષકો ને પણ ચરણ વંદન કરવા જોઈએ.
સૌથી પહેલા આપણે ગુરુ શબ્દ નો અર્થ સમજી લઈએ. 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે નષ્ટ કરવો. ગુરુ આપણા જીવનના વિકારોનું અજ્ઞાન દુર કરી આનાન્દમય જીવનયાપન કેવી રીતે કરવું એ શીખવે છે.
મનુષ્ય જીવનમાં ત્રણ ગુરુ હોય છે.
સૌ પહેલા આપણને વિવિધ સંસ્કાર આપી સમાજમાં એકરૂપ થવાનું શીખવનારા માં-બાપ આપણા પ્રથમ ગુરુ. બાળપણમાં માં-પિતાજી આપણને દરેક વાત શીખવે છે . સાચા-ખોટાનું, યોગ્ય-અયોગ્યનું ભાન કરાવે છે. સાથે આપણને યોગ્ય આચરણ શીખવે છે . ઉ.ત. સવારે વહેલા ઉઠાવું, ધરતી માતાને વંદન કરવા. વડીલોને નમસ્કાર કેમ અને કેવી રીતે કરવા. સાંજે 'શુભમકારોતી' કહીને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવો, કારણ દીપક અંધકાર દુર કરે છે. મિત્રોને મળતી વખતે નમસ્કાર કરવા, કારણ પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે તો એમનું સ્વાગત કરવું.
You may want to read this post :
આવી બધી અનેક વાતો માં-બાપ શીખવે છે, એટલે આપણા પ્રથમ ગુરુ માં-બાપ છે, માટે આપણે એમનું સમ્માન કરવું જોઈએ અને રોજ સવારે ઉઠી એમને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ આપણને અનેક વાતો શીખવી તમામ રીતે પરિપૂર્ણ કરનારા શિક્ષક આપણા બીજા ગુરુ છે. માટે ગુરુપુર્નીમાં ને દિવસે એમને ભાવપૂર્ણ નમસ્કાર કરી એમના આશીર્વાદ લેવા જોઈએ. ગુરુ એટલે આપણા શિક્ષક અને શિષ્ય એટલે આપણે શિક્ષક આપણને અનેક વિષયો નું જ્ઞાન આપે છે.
ઉદાહરણ તરીકે ઈતિહાસ શીખવી આપણને રાષ્ટ્રાભીમાન જાગૃત કરે છે, ઈતિહાસ દ્વારા આપના આદર્શ નિશ્ચિત થાય છે. શિક્ષક આપણને આપણી માતૃભાષા શીખવે છે જેથી આપણા માં નું અભિમાન જાગૃત થાય છે. સમાજશાસ્ત્ર શીખવીને જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજનું ઋણ આપણા પર હોવાનું ભાન કરાવે છે. અર્થશાસ્ત્ર દ્વારા યોગ્ય માર્ગે ધન કેવી રીતે ઉપાર્જિત કરવું એ શીખવે છે.
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય !
આવા શિક્ષકો / ગુરુ ની ક્ષમા માંગી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એ ગુરુપૂર્ણિમા. અને ત્રીજા આધ્યાત્મિક ગુરુ જેમના દ્વારા આપણા જીવનનો વાસ્તવિક અર્થ પામી શકાય. આપણે આગળ જોયું તે આપણને ભૌતિક વિશ્વના સંદર્ભમાં માર્ગદર્શન કરનારા ગુરુ એટલે માં-બાપ અને શિક્ષક જોયા. હવે આપણે આધ્યાત્મિક ગુરુ કેવા હોય છે એ જોઈશું.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુ આવે છે. જેમકે શ્રીકૃષ્ણ - અર્જુન, શ્રી રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ, સમર્થ રામદાસસ્વામી - શિવાજી મહારાજ આવી ગુરુ-શિષ્ય પરંપરા એજ આપણા દેશની વિશેષતા છે.
આધ્યાત્મિક ગુરુ આપણને આપણી વાસ્તવિક ઓળખ કરાવી આપે છે. આપણા અજ્ઞાનને કારણે આપણને એવું લાગે છે કે હું એક વ્યક્તિ ચુ, પાના વાસ્તવિક રૂપમાં આપણે વ્યક્તિ ના હોઈને આત્મા છીએ, એટલે ઈશ્વરજ આપણામાં રહીને પ્રત્યેક કાર્ય કરે છે, પણ અહંકાર રૂપી અજ્ઞાનને કારણે આપણને લાગે છે કે, પ્રત્યેક કાર્ય આપણેજ કરીએ છીએ . વિચારો આત્મા આપણા માંથી નીકળી ગઈ તો તો આપણે શું કરી શકીએ? બસ આ વાત નું સાચું જ્ઞાન કરાવે એ ગુરુ.
આવો મિત્રો આજના આ શુભ દિવસે આપને સૌ સાથે મળી પોત પોતાના માં-બાપ, પોત પોતાના શિક્ષક અને પોત પોતાના આધ્યાત્મિક ગુરુને વંદન કરીએ અને આ પ્રાર્થના કરીએ
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
ગુરુ સક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌ મિત્રોને ઘણી ઘાણી શુભેચ્છાઓ.
જીવનમાં ગુરુનું મહત્વ ગુજરાતી નિબંધ PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Guru nu Mahatva Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
ગુરુ નું મહત્વ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી જીવનમાં ગુરુનું મહત્વ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ગુરુ નું મહત્વ વિશે નિબંધ એટલે કે Guru nu Mahatvaa Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!