રોશવની રમતનાં મારાં સંસ્મરણો ગુજરાતી નિબંધ

રોશવની રમતનાં મારાં સંસ્મરણો ગુજરાતી નિબંધ

શું તમે ગુજરાતીમાં રોશવની રમતનાં મારાં સંસ્મરણો વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો રોશવની રમતનાં મારાં સંસ્મરણો વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Roshav ni Ramatna Mara Sansmarano Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

રોશવની રમતનાં મારાં સંસ્મરણો વિશે નિબંધ

અહીં ગુજરાતી રોશવની રમતનાં મારાં સંસ્મરણો વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ રોશવની રમતનાં મારાં સંસ્મરણો વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

રોશવની રમતનાં મારાં સંસ્મરણો વિશે ગુજરાતીમાં નિબંધ 

રોશવની રમતનાં મારાં સંસ્મરણો :


“દોસ્તો, કબાટમાંથી પાંચ પૈસાનો
જૂનો સિક્કો મળ્યો,

મારા ખોવાયેલા બચપણનો
જાણે એક કિસ્સો મળ્યો…”

આમ તો મારા બાળપણના ઘણા કિસ્સાઓ એવા છે, જે સમયની સાથે સ્મૃતિમાંથી વિસરી ગયા છે, પરંતુ કેટલાક કિસ્સાઓએ આજે પણ અડ્ડો જમાવી રાખ્યો છે. તે સમયે અમે બાળક હતા, અણસમજુ હતા, મસ્તીખોર ખૂબ હતા, પરંતુ સૌના લાડકવાયા હતા. માતાની મમતા અને પિતાનો પ્રેમ સતત અમારા પર વરસતા રહેતા હતા. દાદા દાદી તો જાણે એટલા ખુશ હતા કે તેને શબ્દોમાં વર્ણવવું લગભગ અશક્ય છે. રૂપિયાનું વ્યાજ કોને વ્હાલું ન હોય, તેમ અમે પણ દાદા માટે રૂપિયાનું વ્યાજ સમાન હતાં. હવે તમે જ વિચાર કરો કે કેટલો વ્હાલ કરતા હશે અમને.

જન્મના શરૂઆતના વર્ષો કંઈ જ યાદ નથી, પરંતુ હું ૪ વર્ષનો થયો ત્યાર બાદના સ્મરણો આજે પણ સ્મૃતિપટ પર એવા ને એવા જ રમે છે. ભૂખ કે તરસની તો ખબર જ ન હતી, તે વાતનું ધ્યાન મમ્મીએ રાખવાનું હતું. ખવડાવવા માટે જમવાની ડીશ લઈને મારી પાછળ પાછળ ફર્યા કરે અને હું આખું ઘર ખરાબ કરું, તો પણ તે વાતનો ગુસ્સો કરવાને બદલે મેં ખાઈ લીધું તે વાતની ખુશી વધારે હોય.

ભાઈબંધો સાથે રમવાનું અને રમતાં રમતાં મસ્તી પણ કરવાની. ક્યારેક તો ઝગડો પણ થઈ જાય અને એકબીજાનું રમકડું લેવા માટે મારામારી પણ કરતાં. બીજા જોડે હોય અને આપણી પાસે ન હોય તેવી વસ્તુ જો જોઈતી હોય તો આપણી પાસે હોય અને સામેવાળા પાસે ન હોય તેવી વસ્તુ આપવી પડે. આ વિનીમયપ્રથા એ સમયે અમે શીખ્યા હતાં, અને તેના માટે એક રમકડું તો એવું રાખવું જ પડે, જે બીજા કોઈ પાસે ન હોય.

એકબીજા સાથે રમવું, ઝઘડવું, છુટ્ટા પડવું અને થોડી વારમાં જાણે કંઈ બન્યું જ નથી તે રીતે ભેગા થઈ જવું. બાળપણની આ જ તો નિખાલસતા હતી, જે મોટા થયા પછી અને વ્યવહારુ સમજ આવ્યા પછી જતી રહી છે. ખબર નહિ કે એ સમય ક્યારે પાછો આવશે કે જ્યારે એક દડો લાવવા માટે ૧૦ જણા ભેગા થતા હતા. અને આજે દડો તો બધા લાવી શકે છે, પરંતુ ભેગા નથી થઈ શકતા. આ જ તફાવત છે, બાળપણ અને તેના પછીની જિંદગીનો.
“નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે…..
અધૂરા સપના અને અધૂરી લાગણીઓ કરતાં,
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા….”

મને આજે પણ યાદ છે, કે જ્યારે દિવાળી વેકેશન આવે ત્યારે મામાના ઘરે ફરવા જવાનું હોય. આપણે રહ્યા નાના, એટલે આપણને ખાસ કોઈ ક્યાંય લઈ જાય નહિ. દરેક બાબતમાં દરેક વ્યક્તિ એમ જ કહે, કે તું નાનો છે. એટલે એમ થઈ જતું કે ક્યારે આ બાળપણ પૂરું થાય અને જલ્દી જલ્દી મોટા થઈ જઈએ ? મારા મામા અને ફોઈના દીકરાઓ કે જે મારાથી મોટા છે, તેમને પોતાની રીતે ફરવા જતા જોઇને મને પણ એમ થતું કે હું પણ ક્યારે આ બધાની જેમ એકલો ફરવા જઈ શકીશ ? ત્યારે ઝટપટ મોટા થવાની ઉતાવળ હતી.

ત્યારે ક્યાં ખબર હતી કે સમય જે વહી ગયો, તે ફરી નહિ આવે. અત્યારનો સમય જ એવો છે કે તમે ગમે તેટલા સપનાની પાછળ ભાગશો, પરંતુ ક્યાંક તો કોઈ સપના અધૂરા રહી જ જવાનાં. ક્યાંક કોઈની લાગણીને ઠેસ પહોંચી જ હશે, ને કોઈનું મન જાણે અજાણે પણ દુભાયું હશે. અને જિંદગીમાં આ બધાને સાથે લઈને ચાલવું અને એ પણ કોઈને મનદુઃખ ન થાય એ રીતે, એના કરતાં તો બાળપણ સારું હતું. ભલે રમકડાં તૂટેલા હતાં, પરંતુ દિલ નહોતા તૂટેલા.

રોશવની રમતનાં મારાં સંસ્મરણો નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Roshav ni Ramatna Mara Sansmarano Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

રોશવની રમતનાં મારાં સંસ્મરણો નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી રોશવની રમતનાં મારાં સંસ્મરણો ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રોશવની રમતનાં મારાં સંસ્મરણો વિશે નિબંધ એટલે કે Roshav ni Ramatna Mara Sansmarano Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join