શું તમે ગુજરાતીમાં પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Prakruti na Ramya ane Raudra Swarup Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે નિબંધ
અહીં ગુજરાતી પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે ગુજરાતીમાં નિબંધ
વર્ષાઋતુમાં કુદરતનું રમ્ય સ્વરૂપ ઉધાડ પામે છે. ખળખળ વહેતાં ઝરણાંનો કલકલ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, ક્યારેક આકાશને સપ્તરંગે રંગી દેતું મેઘધનુષ, મયુરોનું મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરેમાં પ્રકૃતિનો મનોહર ચહેરો જોવા મળે છે. રાતના અંધકારમાં ટમટમતા તારલા, ઝબુક ઝબૂકે થતા આગિયા અને આકાશગંગાની આભા પણ કુદરતના રમ્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રકૃતિના હાસ્ય વેરતાં આવાં રમણીય સ્વરૂપો આપણને સ્વર્ગીય આનંદ આપે છે.
પ્રકૃતિનું એક સ્વરૂપ રમ્ય છે, તો બીજું રુદ્ર સ્વરૂપ પણ છે. પ્રકૃતિ આપણને ક્યારેક તેના રૌદ્ર સ્વરૂપનો પણ અનુભવ કરાવે છે. વર્ષાઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. પૂરનાં પાણી. ગામો અને ખેતરોમાં ફરી વળે છે. પરિણામે જાનમાલનું ભારે નુકસાન થાય છે. ક્યારેક વર્ષાઋતુ વરસ્યા વિના જ પસાર થઈ જાય છે, ત્યારે ખેતરો વેરાન ભાસે છે. પાણીની ભયંકર અછત સર્જાય છે. અનાજ પાકતું નથી. કાળનો કાળ એવો દુકાળ અનેક માનવીઓ અને પશુઓનો ભોગ લઈ લે છે.
ક્યારેક કુદરત ભયંકર વાવાઝોડું ફૂંકીને આપણને તેની વિનાશલીલાનો પરચો બતાવે છે. વાવાઝોડા વખતે કુદરત તાંડવ નૃત્ય કરે છે. કેટલાંય તોતિંગ વૃક્ષો જડ-મૂળથી ઉખડીને ધરાશાયી થઈ જાય છે. દરિયાનાં મોજાં ઊંચે ઊછળે છે અને હોડીઓને દરિયાના પેટાળમાં પધરાવી દે છે. કેટલાંય મકાનો તેમજ ટેલિફોન અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જાય છે.
ક્યારેક કુદરત ભૂકંપ કે જ્વાળામુખી વડે પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે. ભૂકંપને લીધે નાનીમોટી કેટલીય ઇમારતો જમીનદોસ્ત થઈ જાય છે. ભારે માનવખુવારી થાય છે. રસ્તાઓ તુટી જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ થઈ જાય છે. નદીઓનાં વહેણની દિશા સુદ્ધાં બદલાઈ જાય છે. આ બધી ઘટનાઓમાં આપણને પ્રકૃતિનાં રૌદ્ર સ્વરૂપોનો અનુભવ થાય છે.
કુદરત તેનાં રમ્ય અને રૌદ્ર એમ બંને સ્વરૂપનાં દર્શન કરાવી આપણને તેની અગાધ શક્તિનું અને આપણી અશક્તિનું ભાન કરાવે છે. કુદરત આગળ માનવીનું શાણપણ હંમેશાં નિરર્થક પુરવાર થયું છે, તેથી જ કવિ કલાપીએ લખ્યું છે કે :
“જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી?”
પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Prakruti na Ramya ane Raudra Swarup Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે નિબંધ એટલે કે Prakruti na Ramya ane Raudra Swarup Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!