શું તમે ગુજરાતીમાં મારું પ્રિય પુસ્તક વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારું પ્રિય પુસ્તક વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My Favourite Book Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મારું પ્રિય પુસ્તક વિશે નિબંધ
અહીં ગુજરાતી મારું પ્રિય પુસ્તક વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ મારું પ્રિય પુસ્તક વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારું પ્રિય પુસ્તક વિશે ગુજરાતીમાં નિબંધ
"સત્યના પ્રયોગોમાં" મહાત્મા ગાંધીજીના જીવનનો વાસ્તવિક પરિચય મળે છે. નાનપણમાં ગાંધીજી એક સામાન્ય અને શરમાળ વિદ્યાર્થી હતા. ઇંગ્લેન્ડમાં જઈને બૅરિસ્ટર બન્યા પછી પણ તેમના સ્વભાવનું શરમાળપણું દૂર થયું નહિ. શેઠ અબદુલ્લા નામના એક અસીલનો કેસ લડવા માટે અન્ય વકીલોના મદદનીશ તરીકે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં સુધી તેઓ તદ્દન સામાન્ય માનવી હતા. એમનાં પત્ની કસ્તુરબા તરફનું તેમનું વર્તન એક રૂઢિચુસ્ત હિંદુ પતિ જેવું જ કઠોર હતું. આ બધી બાબતો યથાતથ સ્વરૂપે વર્ણવવામાં ગાંધીજીએ જરાય નાનમ અનુભવી નથી. ભારતના રાષ્ટ્રપિતાનું બિરુદ ધરાવતા આ મહામાનવની નમ્રતા આપણા હૃદયને સ્પર્શી જાય છે.
આફ્રિકામાં ગાંધીજીએ રંગભેદની નીતિના વિરોધમાં સત્યાગ્રહ કર્યો, ત્યારથી જગતની રાજકીય ક્ષિતિજ પર એક યુગપ્રવર્તક નેતા તરીકે તેમનો ઉદય થયો. ઈ. સ. 1910માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને કાયમ માટે સ્વદેશ પાછા ફર્યા. એમણે ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ભારતીય પ્રજાને, તેનાં દુ:ખ-દર્દો નિવારવા માટે કટિબદ્ધ થયેલો પ્રખર લોકનેતા ગાંધીજીના સ્વરૂપે મળ્યો.
આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની પ્રજાની કંગાલ દશા જોઈને ગરીબોના બેલી એવા ગાંધીજીનું અંતર કકળી ઊઠ્યું. આથી તેમણે પોતાના આખા શરીરને ઢાંક્તા કાઠિયાવાડી પોશાકનો ત્યાગ કરીને માત્ર એક પોતડી પહેરવાનું શરૂ કર્યું! સાબરમતીના આ સંતને ભારતની કૃતજ્ઞ પ્રજાએ રાષ્ટ્રપિતાના ગૌરવશાળી પદે સ્થાપી દીધો.
પચીસ વર્ષથીયે વધુ સમય સુધી ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય-ચળવળનું સુકાન સંભાળ્યું હતું. સત્ય અને અહિંસા જેવાં આગવાં શસ્ત્રો વડે ગાંધીજીએ બ્રિટિશ સલ્તનત જેવી મહાસત્તા સામે બાથ ભીડી હતી.
ગાંધીજીનું કાર્ય માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતું સીમિત નહોતું. તેમણે ભારતના લોકજીવનમાં ઘર કરી ગયેલા અનેક સામાજિક દૂષણો સામે પણ આજીવન લડત ચલાવી હતી. તેમના અથાગ પ્રયત્નોને પરિણામે અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં તેમને નોંધપાત્ર સફળતા મળી.

હિંદુ-મુસ્લિમ એકતા અને સ્ત્રીશિક્ષણનાં ક્ષેત્રોમાં પણ તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ‘સત્યના પ્રયોગો’ એ ગાંધીજીની આવી બધી પ્રવૃત્તિઓના દસ્તાવેજ છે.
‘સત્યના પ્રયોગો'ની ભાષા સાદી અને સરળ છે, છતાં એમાં ગાંધીજીએ કરેલું તેમના જીવનપ્રસંગોનું વર્ણન રોચક અને ચોટદાર છે. એમાં ગાંધીજી પહેલાં પોતાની નબળાઈઓનો એકરાર કરે છે અને પછી પોતે તેમના પર કેવી રીતે વિજય મેળવ્યો, તે વિસ્તારથી જણાવે છે. ગાંધીજીના દેશપ્રેમ, સાદાઈ, સત્યનિષ્ઠા, અહિંસા માટેનો આગ્રહ, દઢ ઇચ્છાશક્તિ, વિનમ્રતા વગેરે ગુણો આપણને ઘણી પ્રેરણા આપે છે.
‘સત્યના પ્રયોગો’ એ ખરેખર એક મહાન પુસ્તક છે. આવા પુસ્તકના વાચનથી આપણા વિચારો ઉન્નત બને છે અને ઉચ્ચ વિચારો જ માનવીને મહાન બનાવી શકે છે. ગુજરાતી આત્મકથા - સાહિત્યમાં ‘સત્યના પ્રયોગો’નું વિશિષ્ટ સ્થાન છે.

મારું પ્રિય પુસ્તક નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી My Favourite Book Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મારું પ્રિય પુસ્તક નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મારું પ્રિય પુસ્તક ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારું પ્રિય પુસ્તક વિશે નિબંધ એટલે કે My Favourite Book Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!