શું તમે ગુજરાતીમાં મારું ગામ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારું ગામડું વિશે ગુજરાતી
નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My Village Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મારું ગામ | ગંદકી મુક્ત મારું ગામ વિષય પર નિબંધ
અહીં ગુજરાતી મારું ગામ વિશે એક નિબંધ રજુ કર્યો છે
જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ મારું ગામ વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારું ગામ વિષે ગુજરાતીમાં નિબંધ
મારા ગામનું નામ ગગાણા છે.
મારા ગામની ભાગોળે એક મોટું તળાવ છે. તળાવને કાંઠે મહાદેવનું મંદિર છે.
મંદિરની પાસે વિશાળ વડ છે.
મારા ગામમાં લગભગ સો ઘર છે. ગામમાં એક દવાખાનું અને એક પોસ્ટઑફિસ છે.
ગામમાં અંબાજી માતાનું મંદિર છે. તેમાં અવારનવાર ભજનકીર્તન થાય છે.
ગામમાં એક મસ્જિદ પણ છે, જેમાં મુસલમાનો નમાજ પઢે છે. ગામમાં એક નાનું
બજાર છે. તેમાં જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ
અમારા મળે છે. ગામમાં એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા છે. એમાં
આજુબાજુનાં ગામોમાંથી પણ ઘણાં બાળકો ભણવા માટે આવે છે. ગામમાં વીજળીની
અને વૉટરવર્કસની સગવડ છે. ગામમાં પંચાયતઘર પણ છે.
ગામમાં પટેલ, લુહાર, સુથાર, કુંભાર, દરજી, મોચી, વાળંદ વગેરે જુદી જુદી
જાતિના લોકો રહે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામને
સિંચાઈનો લાભ મળ્યો છે; એટલે અમારા ગામના ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લે
છે. લોકો ખેતીવાડીની સાથે પશુપાલન પણ કરે છે. ગામમાં એક ડેરી પણ છે.
મારા ગામમાંથી કેટલાક લોકો ભણીગણીને શહેરમાં રહેવા લાગ્યા છે. તેઓ
અવારનવાર ગામની મુલાકાત લે છે. તેમાંના એક ભાઈએ ગામમાં આંખની હૉસ્પિટલ
બંધાવી છે. એક ભાઈએ શાળાનું મકાન બંધાવવા માટે એક લાખ રૂપિયાનું દાન
આપ્યું છે.
મારા ગામના લોકો સ્વચ્છતા જાળવવા માટે ખૂબ ધ્યાન આપે છે. મારા ગામના
લોકો હોળી, જન્માષ્ટમી, ઈદ અને દિવાળી જેવા તહેવારો સાથે મળીને આનંદથી
ઊજવે છે. ગામના લોકો સુખી છે. તેઓ મુસીબતના સમયમાં એકબીજાને મદદ કરે
છે.
મને મારું ગામ ખૂબ ગમે છે.
અહીં નીચે બટન પર ક્લિક કરી My Village Nibandh in Gujarati ની
ફ્રી pdf Download કરી શકો છો.
મારું ગામ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મારું ગામ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો
છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારું ગામ વિશે નિબંધ એટલે કે My Village Essay in Gujarati વિશે સંપૂર્ણ
માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે
કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ
ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું
કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો
જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!