શું તમે ગુજરાતીમાં મારા દાદીમાં વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારા દાદીમાં વિશે ગુજરાતી
નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My Lovely Grandmother Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મારા દાદીમાં વિષય પર નિબંધ
અહીં ગુજરાતી મારા દાદીમાં વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે
100 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ મારા દાદીમાં વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારા દાદીમાં વિશે ગુજરાતીમાં નિબંધ
મારાં દાદીમાનું નામ ચંચળબા છે. તેમની ઉંમર સિત્તેર વર્ષની છે. આમ છતાં
તેમની તંદુરસ્તી ઘણી સારી છે. તેમના વાળ ધોળા છે. તેમના મોમાં દાંત નથી,
પણ ચોકઠું છે. આથી તેમને જમવામાં તકલીફ પડતી નથી. તે ચશ્માં પહેરે છે અને
સફેદ સાડી પહેરે છે.
મારાં દાદીમા સવારે વહેલાં ઊઠે છે. તે નાહીધોઈને ભગવાનની સેવાપૂજા કરે
છે. ત્યારપછી તે નજીક આવેલા મંદિરે જાય છે. ત્યાં દર્શન કરી તે ઘરે આવે
છે ત્યારે અમારા માટે પ્રસાદ લાવે છે. તે મારી મમ્મીને ઘરકામમાં મદદ
કરે છે. મારાં દાદીમાએ બનાવેલી રસોઈ મને બહુ જ ભાવે છે.
મારાં દાદીમા બપોરે થોડો આરામ કરે છે. પછી તે રામાયણ કે ભાગવત વાંચે
છે. તે મહિલામંડળમાં જોડાયેલાં છે. તેથી તે ઘણી વાર કોઈને ઘેર ભજનમાં
પણ જાય છે. તેમનો કંઠ સારો છે. તે ભજનો ગવડાવે છે. શ્રાવણ માસમાં મારાં
દાદીમા અમને બધાંને રામાયણ વાંચી સંભળાવે છે. રાતે અમે ભાઈબહેન દાદીમા
સાથે વાતો કરીએ છીએ. તે અમને વાર્તા કહે છે. સૂતાં પહેલાં અમે સૌ સાથે
બેસીને પ્રાર્થના કરીએ છીએ.
મારાં દાદીમાનું જીવન ઘણું સાદું છે. તે પોતાનું બધું જ કામ જાતે કરે
છે. તેમની જરૂરિયાતો ઘણી ઓછી છે. તે ખપ પૂરતું જ બોલે છે. તે કોઈ વાર
બે-ચાર દિવસ માટે મારાં ફોઈબાને ઘેર પણ જાય છે. અમે બધાં દાદીમાને ખૂબ
માન આપીએ છીએ. અમારા ઘરમાં સૌ એમની સલાહ મુજબ જ વર્તે છે.
અહીં નીચે બટન પર ક્લિક કરી My Lovely Grandmother Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મારા દાદીમાં નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મારા દાદીમાં ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ
શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારા દાદીમાં વિશે નિબંધ એટલે કે My Lovely Grandmother Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ
હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે
તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી
છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!