મારા દાદાજી ગુજરાતી નિબંધ | My Lovely Grandfather Essay in Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો  મારા દાદાજી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે  My Lovely Grandfather Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં મારા દાદાજી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારા દાદાજી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે  My Lovely Grandfather Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

મારા દાદાજી વિષય પર નિબંધ

અહીં ગુજરાતી મારા દાદાજી વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ મારા દાદાજી વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

મારા દાદાજી વિષે ગુજરાતીમાં  નિબંધ 

મારા દાદાજીનું નામ અરુણભાઈ છે. તે આશરે 70 વર્ષના છે. તે તંદુરસ્ત છે. તેમના વાળ ધોળા છે. તેમના માથાના પાછલા ભાગમાં ચાંદામામા જેવડી ટાલ છે. તે ચશ્માં પહેરે છે.

મારા દાદાજી સવારે પાંચ વાગ્યે ઊઠે છે. તે પ્રભાતિયું ગાય છે. પછી નાહીધોઈ સવારમાં એક કલાક ભગવાનની પૂજા કરે છે. તે રોજ ગીતાનો એક અધ્યાય વાંચે છે. પછી તે ચા પીએ છે. ત્યારબાદ તે મંદિરે જાય છે. ત્યાંથી પાછા આવીને તે છાપું વાંચે છે. બપોરે જમીને તે થોડોક આરામ કરે છે.

દાદીમા અમને ખૂબ ચાહે છે. તે અમારા સૌ માટે વડલા સમાન છે. તેમની છત્રછાયામાં અમને ઘણી હૂંફ મળે છે. તે અમને સારા સંસ્કારો આપે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારાં દાદીમા ખૂબ ખૂબ ખૂબ જીવે ને સાજાં-સારાં રહે.

બપોર પછી તે પુસ્તકો વાંચે છે. સાંજે તે તેમના મિત્રો સાથે ફરવા જાય છે. તે વખતે તેઓ મંદિરે પણ જાય છે. મારા દાદાજી સાંજે જમતા નથી. માત્ર ફળ અને દૂધ લે છે. તે રાત્રે ટીવીમાં સમાચાર જુએ છે. ક્યારેક ટીવીમાં રામાયણ કે મહાભારત પણ જુએ છે. મારા દાદાજી મને ભણવામાં મદદ કરે છે. તેમને અંગ્રેજી અને ગણિત ખૂબ સરસ આવડે છે. હું તેમની પાસેથી અંગ્રેજી અને ગણિત શીખું છું. તેમના અક્ષર મોતીના દાણા જેવા છે. રાત્રે સૂતાં પહેલાં હું દાદાજી પાસેથી વાર્તા સાંભળું છું.

મારા દાદાજી સાદાઈથી રહે છે. તે અમારા સમાજના આગેવાન છે. ઘણા લોકો એમની પાસે સલાહ લેવા માટે આવે છે. અમારા કુટુંબમાં પણ બધાં તેમની સલાહ પ્રમાણે ચાલે છે. મારા દાદાજીને કમ્પ્યૂટર પણ આવડે છે. દાદાજી અમારા સૌના ખૂબ વહાલા છે.

મારા દાદાજી મને ખુબ વ્હાલા છે. તે મને ખુબ પ્રેમ કરે છે.

મારા દાદાજી ગુજરાતી નિબંધ PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી  My Lovely Grandfather Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મારા દાદાજી નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી મારા દાદાજી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારા દાદાજી વિશે નિબંધ એટલે કે  My Lovely Grandfather Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.