ભ્રષ્ટાચાર નિબંધ | ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર પર નિબંધ | Corruption Essay in Gujarati

આ આર્ટીકલમાં ભ્રષ્ટાચાર વિશે સરસ ગુજરાતીમાં નિબંધ રજુ કર્યો છે. Corruption Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં ભ્રષ્ટાચાર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Corruption Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

ભ્રષ્ટાચાર વિષય પર નિબંધ

અહીં ગુજરાતી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

આ પોસ્ટમાં નીચે આપેલ તમામ નિબંધનો સમાવેશ થયેલ છે.
  • ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કૅન્સર 
  • ભ્રષ્ટાચાર એ જ શિણયાર 
  • આ ભ્રષ્ટચાર તો ભારતને ભરખી ગયો 
  • ભ્રષ્ટચાર ભગાવો - ભારત બચાવો

ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર વિષે ગુજરાતીમાં  નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. ભ્રષ્ટાચારનાં ક્ષેત્રો
  3. ભ્રષ્ટાચારીઓ અને તેઓનાં અધમ કૃત્યો 
  4. ભ્રષ્ટાચાર આચરવાનાં કારણો 
  5. ભ્રષ્ટચાર દૂર કરવાના ઉપાયો
  6. ઉપસંહાર
જે કાર્યો કરવાથી વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે: ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવ્યાપી કૅન્સર બન્યું છે, જેમાંથી મુક્ત થવું ઘણું કપરું જણાય છે. 

ભારતમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર એ જ એકમાત્ર રસ્તો હોય એવું લાગે છે. નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. નાનાં-મોટાં, કાયદેસરનાં કે બિનકાયદેસરનાં કામો કરાવવા લોકો ભ્રષ્ટચારીઓની જાળમાં ફસાય છે. જે લાંચ ન આપવામાં મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું મુશ્કેલ થઇ પડે છે. 

આજે બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, પોલીસતંત્ર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, શાળા-કૉલેજના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેમાં પરસ્પર સાંઠગાંઠ હોય છે. આથી ભ્રષ્ટાચાર વધુ ને વધુ ફેલાતો જાય છે. નબળાં બાંધકામો થાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ઓછી ગુણવત્તાવાળો માલ પધરાવી દેવાય છે. ચીજવસ્તુઓના વધુ ભાવ લેવાય છે, નકલી વાઓ અને નકલી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ બજારમાં મુકાય છે . ટૂંકમાં, ભ્રષ્ટાચારીઓ મનુષ્યના કીમતી જીવન સાથે ચેડાં કરે છે. તેઓનો સ્વાર્થ સધાતો હોય તો મનુષ્યનું જે થવું હોય તે થાય. તેમને માનવજીવનની કંઇ જ પડી નથી. બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરોના ચારાના પૈસા ચરી જતાં ભ્રષ્ટાચારીઓ જરાય શરમ અનુભવતા નથી! ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તોની સહાયમાંથી પણ ભ્રષ્ટાચારીઓ કટકી કરી લે છે કે સહાયમાં આવેલી વસ્તુઓ વગે કરી દે છે. 

ભ્રષ્ટાચાર ફેલાવાનાં અનેક કારણો છે. આજે મનુષ્ય નીતિને નેવે મૂકી દીધી છે. તે ઓછી મહેનતે વધુ પૈસા મેળવવા ઇચ્છે છે. તે ભૌતિક સમૃદ્ધિ મેળવી સમાજમાં મોટા દેખાવાનું પસંદ કરે છે. તેને કોઇ વાતનો સંતોષ રહ્યો નથી. ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે. 

ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધઃપતન થતું જાય છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તે માટે સમાજે જાગ્રત થવાની જરૂર છે . સાદા અને પ્રામાણિક જીવનને મહત્ત્વ અપાવું જોઇએ. મહેનતનો જ રોટલો મેળવવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ. વળી, ભ્રષ્ટાચારને નાથવા કડક કાયદાઓ ઘડવામાં આવે અને એનું કડકપણે પાલન થાય, ભ્રષ્ટાચારીને આકરામાં આકરી સજા થાય તો જ લોકો ભ્રષ્ટાચાર કરતાં ડરશે. વળી, લોકોએ પણ ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતાં તેમને ખુલ્લા પાડવા જોઇએ. ભ્રષ્ટાચાર ભગાવો-ભારત બચાવો. 

ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કૅન્સરથી રાષ્ટ્રને ઉગારવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ સૌના સહિયારા દઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે.

અહીં નીચે બટન પર ક્લિક કરી Corruption in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

 ભ્રષ્ટાચાર નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી  ભ્રષ્ટાચાર ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ભ્રષ્ટાચાર વિશે નિબંધ એટલે કે Corruption Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.