શિક્ષક દિન વિશેષ | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જયંતી વિશેષ [2024]

શિક્ષક દિન વિશેષ | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જયંતી વિશેષ

શું તમે ગુજરાતીમાં શિક્ષક દિન વિશેષ વિશે માહિતી શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ શિક્ષક દિન વિશેષ વિશે ગુજરાતી માહિતી રજુ કરી છે અને છેલ્લે Teachers Day  Vishesh Lekhan in Gujarati ની PDF પણ Download કરી શકશો.

શિક્ષક દિન વિશેષ | 

5 સપ્ટેમ્બર શિક્ષક દિન [ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જયંતી]
ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર:
ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરવે નમ:
ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. 

શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે. "કેળવણી વિનાના માણસ અને પશુમાં કશો ફેર નથી", એમ રાજા ભર્તૃહરિએ કહ્યું છે. પોતાનો વિદ્યાર્થી સારું શીખે, સાચું શીખે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષક ગૌરવ અનુભવે છે. આ માટે તે અથાક પરિશ્રમ કરે છે.
"Good teachers think before they act, Think while they act, Think after they act." (સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતાં પહેલાં વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)
5 સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુમાં આવેલ તિરૂત્તાની નામના ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેલુગુ તેમની માતૃભાષા હતી. તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં તેઓનું બાળપણ વિત્યું હતું. દક્ષિણ ભારતની એક પરંપરા મુજબ તેમના નામની આગળ લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં તો તેમના ગામનું નામ છે. તેમના પૂર્વજો વર્ષો પહેલાં આ ગામમાં રહેતા હતા.

આપણે ગુરુ મહિમા માટે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ. આ દિવસ ભારતના સર્વપલ્લી એક શિક્ષક રાધાકૃષ્ણનની જન્મતિથિ છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952- 1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (1962-1967) હતા.

તેઓનો જન્મદિવસ 1962 થી ભારતભરમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ પર તેમને અપાર પ્રેમ હતો. પોતાનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને તેમણે ભારતભરના શિક્ષક સમુદાયને સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે. રાષ્ટ્રપતિ થયા એટલે દેશની પ્રજાએ 5 સપ્ટેમ્બરે આવતી તેમની વર્ષગાંઠ ઉજવવા વિચાર્યું. રાધાકૃષ્ણનને એ ગમ્યું નહિ. પરંતું. લોકોનો પ્રેમ જોઈ તેમણે હા પાડી. પણ એક શરત મૂકી, “જુઓ ભાઈઓ, હું શિક્ષક રહ્યો. મારી વર્ષગાંઠ એટલે શિક્ષકની વર્ષગાંઠ. તમે એને શિક્ષક દિન તરીકે ઊજવો તો?” અને આમ શિક્ષક દિનનો ઉદ્ભવ થયો.

તેમના જ્ઞાન અને બૌદ્ધિક પ્રતિભા સામે ગમે તેવા મહાનુભાવ નતમસ્તક થઈ જતા હતા. વિદ્યાર્થીકાળમાં જ તેમની આ પ્રતિભાનાં દર્શન થવા લાગ્યાં હતાં. તે દરમિયાન ભારતીય તત્વજ્ઞાન અંગેના તેમના લેખથી તેમના અધ્યાપકો પણ અચંબો પામ્યા હતા. તેનાથી પ્રેરાઈને કોઈએ તેમને ઓકસફોર્ડમાં ડૉક્ટરેટ કરવા કહ્યું, તેમણે જવાબ આપ્યો. 'હા, હું ઓકસફોર્ડમાં જઈશ પણ ભણવા નહીં ભણાવવા માટે.' ઇંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમાં એસ ટ્રોફી માટે રમાતી ક્રિકેટ મેચ સમયે સ્ટેડિયમ ભરચક રહે, પરંતુ એ દરમિયાન લંડનના જ એક હોલમાં ડૉ. રાધાકૃષ્ણનનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. તેથી સમગ્ર લંડનવાસીઓની ભીડ ત્યાં ઉભરાઈ અને પહેલીવાર ક્રિકેટના ખેલાડીઓએ જૂજ પ્રેક્ષકો સામે મેચ રમવી પડી.

તેમણે ભારતમાં જ નહિ, વિલાયતમાં ઑકસફોર્ડ અને કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો. એક સારા વ્યાખ્યાનકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતાં. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતાં. તેમણે 'ઇન્ડિયન ફિલોસોફી', 'પ્રિન્સિપલ ઉપનિષદ્', 'ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન', 'હિંદુ વ્યૂ ઓફ લાઈફ' જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. તેમણે રશિયા ખાતે ભારતના એલચી તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચપદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. 'ભારતરત્ન’ નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું 'ટેમ્પલટન પારિતોષિક' મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી 'ભારતના પ્લેટો' કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી 15થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં.

સર્વપલ્લી રાધાકૃષ્ણનનું અવસાન 17 એપ્રિલ, 1975ના રોજ 86 વર્ષની ઉંમરે મદ્રાસ, તામિલનાડુ ખાતે થયું હતું.

રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા. "Our Slogan should not be Power at any Price: but Service at any Cost." અર્થાત કોઈપણ ભોગે સેવા, નહિ કે કોઈપણ કિંમતે સત્તા.

આ સંદેશ ભારતના વર્તમાન લોકોને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને 'આચાર્ય દેવો ભવ' કહીને નમ્ર અંજલી અર્પીએ.

1994માં યુનેસ્કોએ વિશ્વભરના શિક્ષકોના સન્માનમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવવાની જાહેરાત કરી. પરંતુ કેટલાક દેશો એવા છે, જે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાયના 11 દેશો પણ 28 ફેબ્રુઆરીએ શિક્ષક દિવસ ઉજવે છે.
"શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે"- સુફિન
આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનાં નામ સુવર્ણ અક્ષરે લખાયેલાં છે. આ મહાન ગુરુ- શિષ્યો છે - ગુરુ સાંદીપનિ અને ભગવાન શ્રીકૃષ્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન, અતિ વિદ્વાન ગુરુ ચાણક્ય અને ચંદ્રગુપ્ત. આ ગુરુઓએ જ તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. વિદ્યાર્થી તરીકે આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને તમારા શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્દગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ.

આ દિવસની ઉજવણી એટલે શિક્ષકના ઉમદા કાર્યને યાદ કરવાનો પ્રસંગ આપણે તેમનું સન્માન કરી ઋણ ચૂકવવા પ્રયત્ન કરીએ છીએ. નોંધપાત્ર કાર્ય માટે શિક્ષકોને સરકાર દ્વારા પારિતાષિક અપાય છે. શિક્ષકનિધિમાં નાનામોટા ફાળા ઊઘરાવાય છે. એ રીતે જનસમાજના બધા વર્ગો શિક્ષકના મહત્વથી સભાન થાય છે. નિવૃત્ત શિક્ષકોને સહાય કરવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનાવી શાળા સોંપવામાં આવે છે. જેથી બાળકો પણ શિક્ષકનું કાર્ય સમજે અને સમાજમાં ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થાય.

શિક્ષક દિન નિમિતે શાળા કક્ષાએ કરી શકાય તેવી પ્રવૃત્તિઓઃ

  • સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવી.
  • વક્તૃત્વ સ્પર્ધા યોજવી. (જો હું શિક્ષક હોઉં તો..)
  • વેશભૂષા સ્પર્ધા
  • એકપાત્રીય અભિનય

શિક્ષક દિન વિશેષ PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Teachers Day Din Vishesh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શિક્ષક દિન વિશેષ એટલે કે Teachers Day Din Vishesh Lekhan in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join