સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર | Swami Vivekananda Sutra in Gujarati

સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર | Swami Vivekananda Sutra in Gujarati

શું તમે ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાના સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર ગુજરાતીમાં રજુ કર્યો છે અને છેલ્લે Swami Vivekananda Sutra in Gujarati ની PDF પણ Download કરી શકશો.

સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર

અહીં ગુજરાતી સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

સ્વામી વિવેકાનંદ ના સુત્રો

swami vivekananda quotes in Gujarati given below.
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
ઇચ્છાશક્તિનું મુળ છે ઈશ્વર, સ્વયંમ ૫રમાત્મા… સમુદ્ર તરવો હોય તો તમારામાં લોખંડી ઇચ્છાશકિત જોઇશે. ૫હાડો વિંઘી નાખવા જેટલું બળ જોઇશે તમે કમર કશીને તૈયાર રહો, કશાની ૫ણ ચિંતા ન કરશો.
કોઈ દિવસ જયારે તમારી સામે કોઈ સમસ્યા ન આવે,
તમે સુનિશ્ચિત થઇ શકો છો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો.
જે આગ આ૫ણને ગરમી આપે છે તે આગ આ૫ણને નાશ ૫ણ કરી શકે છે.
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવા જોઇએ
જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું અનુભવ જગતમાં સર્વ શ્રેષ્ઠ શિક્ષક છે.
પોતાના ૫ર ભરોશો રાખો, અડગ રહો અને મજબુત બનો આ૫ણને એની જ જરૂર છે.
જે થવાનું હતું તે થઈ ગયું હવે જે થશે તે સારું થશે બસ આ સમજીને ચાલો જિંદગી ને તાકાત મળી જશે.
ચારિત્ર્ય થી બુદ્ધિ આવે છે, બુદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું.
પ્રયત્ન કરતા રહો, જ્યારે તમને ચારેકોર અંધકાર જ અંધકાર દેખાય તો ૫ણ પ્રયત્ન કરતા રહો! કોઈ પણ સંજોગોમાં હિંમત હારશો નહીં, બસ પ્રયત્ન કરતા રહો! તમને તમારું લક્ષ્ય જરૂર મળશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જેવું તમે વિચારો છો તેવું જ તમે બની જશો. જો તમે ખુદને કમજોર સમજો છો તો તમે કમજોર બની જશો. જો તમે પોતાને શક્તિશાળી સમજો છો તો તમે શક્તિશાળી બની જશો.
જે સમયે જે કામ કરવાનું નક્કી કરો તે જ સમયે તે કામ પુરૂ કરવું જોઇએ નહીતર લોકોનો તમારા ૫્રતયેનો વિશ્વાસ ઉઠી જાય છે.
સત્યને હજાર રીતે બતાવવામાં આવે તો ૫ણ તે સત્ય જ રહે છે.
જયાં સુઘી તમે પોતાના ૫ર વિશ્વાસ ન કરો ત્યાં સુઘી ભગવાન ૫ર વિશ્વાસ નથી કરી શકતા.

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર (Quotes) યુવાધન માટે હમેંશા થી પ્રેરણાત્મક રહ્યા છે તથા દરેક યુવા ને અનુલક્ષી ને કરવા માં આવેલી તેમની વાતો હમેંશા નવું કાર્ય કરવા માટે યુવાનો માં નવી ઊર્જા અને શક્તિ પૂરી પાડે છે. નીચે સ્વામી વિવેકાનંદ ના સુવિચારના કેટલાક સુવિચાર આપેલ છે.
  • ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
  • દેશ ને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે.
  • ચિંતન કરો ચિંતા નહિ હમેંશા નવું વિચારો અને નવું કરો.
  • જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત કરો અને આળસ ને દૂર કરો.
  • જેવુ તમે વિચારશો તેવા તમે બની જશો. પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને સબળ માનશો તો સબળ બનશો.
  • જ્યારે આપણે કામ કરવા બેસીએ ત્યારે બીજું બીજું બધું ભૂલી જઈને એકાગ્ર થઈને કાર્ય કરવું જોઈએ. ~ સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
  • હ્રદય અને મગજ ના ટકરાવમાં હંમેશા હ્રદય નું સાંભળજો.
  • પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.
  • જ્યાં સુધી આપણને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહિ થાય.
  • ચારિત્ર્ય થી બુદ્ધિ આવે પરંતુ બુદ્ધિ થી ચારિત્ર્ય નથી આવતું.
  • જે આગ આપણને ગરમી આપે છે તે આગ આપણો નાશ પણ કરી શકે છે.
  • જે સમયે જે કામનો સંકલ્પ કરો તે કામને તે જ સમયે પૂર્ણ કરો નહિ તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે.
  • જીવન માં વધારે સંબંધો હોવા જરૂરી નથી પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે.
  • દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો નહિ તો દુનિયા ના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે.
  • ખુદ ને ક્યારેય પણ કમજોર સમજવું એ સૌથી મોટું પાપ છે.
  • તમારા ભાગ્યવિધાતા તમે જ છો.
  • ઇચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઈ શકે છે.
  • સારા કર્યો માં સો વિઘ્નો આવે છે તે સ્વીકારી લો. ~ સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
  • નિષ્ફળતાઓ જીવન નું સૌંદર્ય છે.
  • એકાગ્રતા એ સર્વજ્ઞાન નો સાર છે.
  • જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સિખીએ અનુભવ જ વિશ્વ માં શ્રેષ્ઠ શિક્ષક છે.
  • તમને કોઈ શીખવાડી નથી શકતું. કોઈ ધાર્મિક બનાવી નથી શકતું. તમારે બધું જાતે જ શીખવાનું છે. આત્મા થી શ્રેષ્ઠ શિક્ષક કોઈ નથી. ~ સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
  • જે દિવસે તમારા સામે કોઈ અડચણ ના આવે તો સમજી લેવું કે તમે ખોટા રસ્તે ચાલી રહ્યા છો.
  • જોખમ લેવાથી કોઈ દિવસ ડરવું નહિ. જો તમે સફળ થશો તો નેતૃત્વ કરી શકશો. અને નિષ્ફળ થશો તો અન્ય ને માર્ગદર્શન આપી શકશો.
  • બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એ આપણે છીએ કે આંખો પર હાથ રાખી ને રડીએ છીએ કે કેટલો અંધકાર છે.
  • કોઇની નિંદા ન કરવી. જો મદદ માટે હાથ આગળ કરી શકો છો તો જરૂર આગળ વધારો. જો ન વધારી શકો તો હાથ જોડો, આપના ભાઇઓને આર્શીર્વાદ આપો અને એમને તેમના માર્ગે જવા દો.
  • જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે.
  • જ્ઞાન સ્વયંમાં વર્તમાન છે. મનુષ્ય માત્ર એમનો આવિષ્કાર કરે છે.
  • જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપ ભગવાન પર વિશ્વાસ નહીં કરી શકો.
  • વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
  • જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. જુના ધર્મોએ કહયું છે.”જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.” નવો ધર્મ કહે છે. “જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.”
સ્વામી વિવેકાનંદ ના સુવિચાર એ યુવાધન ને જુસ્સો પૂરો પાડે છે અને તેમણે માત્ર ભારતના ઉત્થાન માટે કામ કર્યું નથી પરંતુ લોકોને જીવન જીવવાની કળા પણ સમજાવી હતી. તેમના જીવનના ચાર સુત્રો હતા, લક્ષ્ય, નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠન. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તી સુધી મંડ્યા રહો તેમનું સૂત્ર લોકોને આજે પણ ધ્યેય પ્રાપ્તી કરવામાં યુવાનો ને પ્રેરણા આપવામાં મદદરૂપ થાય છે.

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર માં ઘણી વાતો કરી છે જેને અનુસરવાથી તમારૂ જીવન બદલાઇ શકે છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ ના સુવિચાર ને અનુસરવાથી માણસ ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતો દરેક પરિસ્થિતિ માં કેવી રીતે ચાલવું તે સ્વામી વિવેકાનંદ ના સુવિચાર દ્વારા ખૂબ સારી રીતે સમજી શકાય છે.

સ્વામી વિવેકાનંદનું જીવન ખુબ જ સંઘર્ષપૂર્ણ હતું. ઈ.સ. 1902 ની 4 જુલાઈ ના રોજ માત્ર 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદનો આત્મા પરમાત્મા માં લીન થઈ ગયો. એમનું જાહેર જીવન માત્ર 9 વર્ષનું જ હતું. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વિશ્વભરમાં ગુંજતા કરવામાં અમૂલ્ય યોગદાન આપનાર ભારતના યુગપુરુષે અલ્પ આયુષ્યમાં આપેલા વિચારો આજે અને આવતી કાલના વિશ્વ સમુદાય માટે પણ પ્રેરણાત્મક છે અને રહેશે.

સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Swami Vivekananda Sutra in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી સ્વચ્છતા વિષય પર સુત્રો, સુવિચાર, નારા ના વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ ના સુત્રો અને સુવિચાર એટલે કે Swami Vivekananda Sutra in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.