શું તમે ગુજરાતીમાં પાણી બચાવો - પ્રાણી બચાવો વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પાણી બચાવો - પ્રાણી બચાવો વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Save Water Save Life Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
પાણી બચાવો - પ્રાણી બચાવો વિશે નિબંધ
અહીં ગુજરાતી પાણી બચાવો - પ્રાણી બચાવો વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ પાણી બચાવો - પ્રાણી બચાવો વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
પાણી બચાવો - પ્રાણી બચાવો વિશે ગુજરાતીમાં નિબંધ
આપણા દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. વધતી જતી વસ્તી માટે ખોરાક, કપડાં અને મકાનની માંગ સતત વધતી જાય છે. એ ત્રણેયના ઉત્પાદન માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. ઉપરાંત પીવા માટે અને નહાવા-ધોવા માટે પણ રોજ પાણીની જરૂર પડે છે.
જીવનમાં ડગલે ને પગલે પાણીની જરૂર પડે છે. તેથી જ પ્રાચીન કાળથી મનુષ્ય નદીકિનારે વસવાટ કરે છે. નદીઓ મનુષ્ય માટે વરદાનરૂપ છે, તેથી જ તેમને લોકમાતા’ કહેવામાં આવે છે. નદીઓએ માનવજાતને ખેતી કરવા માટે કાંપનાં મેદાનો, જંગલો અને અખૂટ પાણી આપ્યું, નદીઓની મદદથી મનુષ્ય સુખી અને સમૃદ્ધ બન્યો, પણ તેણે નદી અને જંગલને સાચવ્યાં નથી, મનુષ્યની સ્વાર્થવૃત્તિને કારણે નદીનાં પાણી દૂષિત થયાં છે અને ભૌતિક લાલસાને કારણે જંગલો કપાતાં રહ્યાં છે.
દેશના કેટલાય ભાગોમાં ખેતી અને પીવાલાયક પાણી માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. જંગલોની ઘટને લીધે દર વર્ષે વરસાદ ઘટતો જાય છે. કૂવા-વાવ અને તળાવોની જગ્યા સિમેંટ-કૉકીટનાં જંગલોએ લઈ લીધી છે. ભૂગર્ભ જળ ઝડપથી ખાલી થઈ રહ્યું છે.
પાણી એ કુદરતની નીપજ છે. તે પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી, એટલે પાણી નહીં બચે તો પ્રાણી પણ બચી શકશે નહીં. આપણે ઘરમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર તો આપણે પાણી વાપરતા નથી, વેડફીએ છીએ. આપણે સહેજ આત્મખોજ કરતાં થઈએ તો ખ્યાલ આવશે કે કરકસરથી આપણે કેટલું પાણી બચાવી શકીએ એમ છીએ. કુદરતી સંપત્તિનો વિવેકથી ઉપયોગ કરવો મનુષ્યની સામાજિક જવાબદારી છે.
પાણીના અભાવે પ્રાણીસૃષ્ટિ નાશ પામે તે પહેલાં ચેતી જવું જરૂરી છે. આપણે એવો સંકલ્પ કરીએ કે જરૂરી હોય એટલું જ પાણી વાપરીશું. પાણીનું એક પણ ટીપું નકામું વેડફીશું નહીં. આપણે પાણી બચાવીશું તો પાણી આપણને બચાવશે. પાણી બચશે તો પ્રાણી પણ આપોઆપ બચી શકશે.
પાણીના અભાવે પ્રાણીસૃષ્ટિ નાશ પામે તે પહેલાં ચેતી જવું જરૂરી છે. આપણે એવો સંકલ્પ કરીએ કે જરૂરી હોય એટલું જ પાણી વાપરીશું. પાણીનું એક પણ ટીપું નકામું વેડફીશું નહીં. આપણે પાણી બચાવીશું તો પાણી આપણને બચાવશે. પાણી બચશે તો પ્રાણી પણ આપોઆપ બચી શકશે.
પાણી બચાવો - પ્રાણી બચાવો નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Save Water Save Life Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
પાણી બચાવો - પ્રાણી બચાવો નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી પાણી બચાવો - પ્રાણી બચાવો ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પાણી બચાવો - પ્રાણી બચાવો વિશે નિબંધ એટલે કે Save Water Save Life Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!