પ્રાર્થનાનું મહત્વ નિબંધ ગુજરાતી | Prathna nu Mahatva Essay Gujarati

પ્રાર્થનાનું મહત્વ નિબંધ ગુજરાતી | Prathna nu Mahatva Essay Gujarati

શું તમે ગુજરાતીમાં પ્રાર્થનાનું મહત્વ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પ્રાર્થનાનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Prathna nu Mahatva Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રાર્થનાનું મહત્વ વિશે નિબંધ

અહીં ગુજરાતી પ્રાર્થનાનું મહત્વ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.

નીચે આપેલ પ્રાર્થનાનું મહત્વ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

પ્રાર્થનાનું મહત્વ વિશે ગુજરાતીમાં નિબંધ 

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે" આ વાકય જ આપણને પ્રાર્થનાનું મહત્વ નિબંધનું આખુ હાર્દ સમજાવી જાય છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે. તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.

પ્રાર્થના આપણામાં ઇશ્વરીય શિકતનો અનુભવ કરાવે છે. પ્રાર્થના કર્યા પછી આપણને આપણી તમામ જવાબદારીઓ, સમસ્યાઓ જાણે ઇશ્વરને સોંંપી દીધી હોય તેવો અહેસાસ થાય છે. દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મના રીત રીવાજો પ્રમાણે પ્રાર્થના કરે છે, સામાન્ય રીતે સવાના સમયે પ્રાર્થના કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે.

પ્રાર્થના એક એવી ધાર્મિક ક્રિયા છે કે મનુષ્યને બ્રમાંંડની કોઇ મહાન શકિત સાથે જોડે છે. પ્રાર્થના વ્યકિતગત અથવા સામુહિક રીતે પણ કરી શકાય છે. તેમાં મંત્ર, ગીતો, ભજનો વિગેેેેેરેનો પણ ઉપયોગ થઇ શકે છે અથવા તો મૌન રહીને પણ પ્રાર્થના કરી શકાય છે.

માનવી એ સમગ્ર પ્રાણીસૃૃૃૃૃૃૃષ્ટિનું સૌથી બુધ્ધિશાળી પ્રાણી ગણાય છે. જયારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે. તેના માટે પણ ઇશ્વરનો આભાર માનવો જરૂરી છે. વળી ઇશ્વરે આપણને હવા, પાણી, સુર્યપ્રકાશ આપ્યા છે, જેના વડે આપણે આ પૃથ્વી પર સરળતાથી જીવન જીવી રહયા છે તો એ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે.

પ્રાર્થના એ એક રીતે, હૃદયનું સ્થાન છે. તો બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે. પ્રાર્થનાના વાતાવરણમાં જો તમે તલ્લીન થઈ જાઓ તો હ્રદયમાં ભેગા તયેલા અનેક કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે. અને શુભ સંકલ્પો મજબૂત અને વિકસિત થાય છે.

પ્રાર્થનામાં ભલે આપણે કશું માગીએ કે ન માગીએ, ભગવાનની સંનિધિમાં આપણે ઊભા રહીએ એટલે આખુ વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે. સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભળનારાં લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મા પરાયણતા પેદા થઈ શકે છે. સમાજ અનેક રીતે પડેલો હોય, હારેલો હોય અને છિન્નભિન થયેલો હોય તો પણ એમાં નવું ચૈતન્ય પેદા કરવા માટે પ્રાર્થના સમર્થ છે.

પ્રાર્થના એ માણસ જાતની છેલ્લી મૂડી છે. બાકી કશું ન રહ્યું ન રહ્યું હોય તોય પ્રાર્થના આપણને ધીરજ અને નવી આશા આપી શકે છે. પ્રાર્થનાની ટેવ હોય તો કઠણ પ્રસંગે અચૂક એનું જ શરણ લેવાનું સુઝે છે અને જે રીતે સમુદ્રમાં ડૂબનાર માણસ માટે રબરનાં કડાં કે પછી કોર્કબૂચનાં જેકેટ કામ આવે છે તેવી જ રીતે પ્રાર્થના કામ આવે છે.

આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ. પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દુર કરે છેે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાણ, પરોપકારી અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દુર કરે છે અને કોઇ પણ વિષમ પરિસ્થિતિનો સમાનો કરવાની શકિત કરે છે. પ્રાર્થના કરવાથી અહમ, ઇગો દુર થાય છે જેથી આપણે પોતાની ભુલો શોધી શકીએ છીએ.

પ્રાર્થનાનું મહત્વ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Prathna nu Mahatva Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

પ્રાર્થનાનું મહત્વ નિબંધ ગુજરાતી વિડીયો

અહીં નીચે બટન પર ક્લિક કરી  પ્રાર્થનાનું મહત્વ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્રાર્થનાનું મહત્વ વિશે નિબંધ એટલે કે Prathna nu Mahatva Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.