શું તમે ગુજરાતીમાં જીવનમાં શિસ્તનું મહત્વ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જીવનમાં શિસ્તનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Importance of Discipline in life Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
જીવનમાં શિસ્તનું મહત્વ વિશે નિબંધ
અહીં ગુજરાતી જીવનમાં શિસ્તનું મહત્વ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ જીવનમાં શિસ્તનું મહત્વ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
જીવનમાં શિસ્તનું મહત્વ વિશે ગુજરાતીમાં નિબંધ
શિસ્ત એટલે સ્વ-શાસન. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સમજણથી નિયંત્રિત કરવી! પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણશક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું જોઈએ.
શિસ્તના બે પ્રકાર જોવા મળે છે. ૧.આંતરિક શિસ્ત અને ૨. બાહ્ય શિસ્ત . આંતરિક શિસ્ત એટલે સ્વ-નિયંત્રણ. પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણ શક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું એટલે આંતરિક શિસ્ત. જ્યારે બાહ્ય શિસ્ત એટલે કોઈના કહેવા પ્રમાણે અથવા કોઈ નિયમને અનુસરીને કરવામાં આવતું વર્તન.
વ્યક્તિ ગમે તેટલું ભણેલું હોય,ગમે તેવી નોકરી કરતો હોય પણ જ્યાં સુધી તે વ્યક્તિના જીવનમાં શિસ્તનું અનુસરણ ના થાય ત્યાં સુધી તેની કોઈ પણ સિદ્ધિ કામની હોતી નથી. જીવનમાં શિસ્તનું ખુબ જ મહત્વ હોય છે. આજકાલ શાળાઓમાં શિસ્તનું પ્રમાણ ખૂબ ઓછું થતું જોવા મળે છે. શિસ્તનું મહત્વ શું છે કે શિસ્ત જીવનમાં કેટલી જરૂરી છે તે શાળાઓ દ્વારા બાળકોને શીખવાડવામાં આવે છે.
મનુષ્યની એક આદત હોય છે, જે ન કરવાનું હોય તે પહેલાં કરે છે. આ બાબત પરથી આપણે શિસ્તનો અભાવ જોઈ શકીએ છીએ. શિસ્ત જીવનને નિયમબદ્ધ રીતે જીવતા શીખવાડે છે. શિસ્ત જીવનમાં અનુશાસન લાવે છે.જો દરેક વ્યક્તિ જીવનમાં શિસ્તને અપનાવે અને શિસ્ત અને નિયમબદ્ધ રીતે જીવે તો જીવન ખૂબ જ સહેલું બની જાય.
મનુષ્યની એક આદત હોય છે, જે ન કરવાનું હોય તે પહેલાં કરે છે. આ બાબત પરથી આપણે શિસ્તનો અભાવ જોઈ શકીએ છીએ. શિસ્ત જીવનને નિયમબદ્ધ રીતે જીવતા શીખવાડે છે. શિસ્ત જીવનમાં અનુશાસન લાવે છે.જો દરેક વ્યક્તિ જીવનમાં શિસ્તને અપનાવે અને શિસ્ત અને નિયમબદ્ધ રીતે જીવે તો જીવન ખૂબ જ સહેલું બની જાય.
જેમ કે એક રસ્તો આડોઅવળો હોય તેના પર ચાલવું તેના કરતાં સીધા અને વ્યવસ્થિત રસ્તા પર ચાલીએ તો મંઝિલ સુધી પહોંચવું સહેલું થઈ જાય. અને મંઝિલ સુધી પહોંચવાનો સમય પણ ઓછો થઈ જાય. જીવનમાં શિસ્તનું મહત્વ કેટલું છે એ જાણવું હોય તો જીવનને બારીકાઈથી જોવાનું ચાલુ કરવું પડશે.
એક જ વસ્તુ હોય જે બે વેપારી વહેંચતા હોય પણ કે વેપારીનું વર્તન સારું હશે તેના ગ્રાહક વધારે હશે. એટલે શિસ્ત હસે ત્યાં જીવન સહેલું બની જશે! પૃથ્વી પર ઋતુચક્ર , તહેવાર, દિવસ-રાત બધું જ નિયમ પ્રમાણે ચાલે છે. પ્રકૃતિના આ નિયમો શિસ્ત છે. પણ માનવો પોતાની પ્રકૃતિના કારણે શિસ્તનું મહત્વ ભૂલી રહ્યો છે. શિસ્ત જો જીવનને સહેલું બનાવતી હોય તો એનો જીવનમાં સ્વીકાર કરી લેવો જોઈએ.
જીવન અને વ્યવહાર બંનેમાં શિસ્ત હોવી જરૂરી છે કારણ કે જે વ્યક્તિ સમયની સાથે ચાલે છે, વર્તનમાં શિસ્ત લાવે છે , નિયમબદ્ધ રીતે જીવે છે તે જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. જેમ એક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ હોય છે તેટલું જ મહત્વ શિસ્તનું પણ છે. શિક્ષણ અને શિસ્ત બંને એકબીજાના પૂરક છે. જીવનમાં શિસ્ત શિક્ષણથી આવે છે અને શિક્ષણનું મહત્વ શિસ્તથી જ સમજી શકાય છે.
જીવન અને વ્યવહાર બંનેમાં શિસ્ત હોવી જરૂરી છે કારણ કે જે વ્યક્તિ સમયની સાથે ચાલે છે, વર્તનમાં શિસ્ત લાવે છે , નિયમબદ્ધ રીતે જીવે છે તે જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. જેમ એક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ હોય છે તેટલું જ મહત્વ શિસ્તનું પણ છે. શિક્ષણ અને શિસ્ત બંને એકબીજાના પૂરક છે. જીવનમાં શિસ્ત શિક્ષણથી આવે છે અને શિક્ષણનું મહત્વ શિસ્તથી જ સમજી શકાય છે.
શિસ્ત બાળકમાં રહેલા ગુણોને નિખારે છે. બાળકમાં રહેલી ક્ષમતાઓ શિસ્તથી આગળ આવે છે. નિયમબદ્ધ રીતે જીવવું એ શિસ્તનો ભાગ છે. જે બાળક નાનપણથી નિયમબદ્ધ રીતે જીવતા શીખી જાય એ બાળક મોટો થઈને સફળ વ્યક્તિ બને છે.
જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Importance of Discipline in life Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી જીવનમાં શિસ્તનું મહત્વ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જીવનમાં શિસ્તનું મહત્વ વિશે નિબંધ એટલે કે Importance of Discipline in life Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!