શું તમે ગુજરાતીમાં ચંદ્રયાન મિશન 3 વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ચંદ્રયાન મિશન 3 વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Chandrayaan 3 Mission Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
ચંદ્રયાન મિશન 3 વિશે નિબંધ
અહીં ગુજરાતી ચંદ્રયાન મિશન 3 વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ ચંદ્રયાન મિશન 3 વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
ચંદ્રયાન 3 મિશન સંપૂર્ણ માહિતી સાથે PDF : અહીં દેખો
ચંદ્રયાન મિશન 3 વિશે ગુજરાતીમાં નિબંધ
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. દક્ષિણી ધ્રુવ પર લૅન્ડિંગ કરનારો ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે. સાથે જ અમેરિકા, ચીન અને સોવિયત યૂનિયન બાદ ચાંદની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગ કરનારો ભારત ચોથો દેશ બની ગયો છે.
ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યા બાદ ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 5 ઑગસ્ટના રોજ ચંદ્રયાન-3એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
રોવરને લેન્ડિંગ કરાવીને ચંદ્રની સપાટી અને તેની અંદર થતા ફેરફારો તથા વાતાવરણમાં થતા ફેરફારોની તપાસ કરવીનો આશય છે. ભારત આ લેન્ડિંગમાં સફળ રહ્યું તો અન્ય ગ્રહો ઉપર પણ લેન્ડર અને રોવર મોકલવા સક્ષમ બનશે. ચંદ્રયાન-3માં કુલ છ પેલોડ્સ લગાવવામાં આવેલા છે જેથી તેની ક્ષમતામાં વધારો થાય
પ્રોપલ્શન મોડ્યુલમાં શેપ (SHAPE) નામનો પેલોડ લગાવેલો છે.
પ્રોપલ્શન મોડ્યુલમાં શેપ (SHAPE) નામનો પેલોડ લગાવેલો છે.
લેન્ડરમાં રંભા એલપી(Rambha LP), ચાસ્ટે(ChaSTE) અને ઈલ્સા(ILSA) નામના પેલોડ લગાવેલા છે. રોવરમાં એપીએક્સએસ(APXS) અને લિબ્સ(LIBS) નામના પેલોડ લાગેલા છે લેન્ડર-રોવર ચંદ્રનો એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી કામ કરી શકશે.
લેન્ડર-રોવરમાં લગાવેલા પેલોડ્સ છ મહિના સુધી કામ કરવા માટે સક્ષમ છે અને કદાચ તેનાથી પણ વધારે સમય કામ કરી શકે છે LVM-3 રોકેટ દ્વારા ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જવામાં આવશે. આ રોકેટનું વજન 642 ટન જ્યારે ઉંચાઈ 143 ફૂટ છે. આ રોકેટને પહેલાં GSLV-MK3 કહેતા હતા જે છ વખત સફળતા હાંસલ કરી ચૂક્યું છે.
ગત અભિયાનની જેમ આ વખતે પણ ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવું સૌથી મુશ્કેલ કામગીરી રહેશે. આ વખતે લેન્ડરમાં વધારે સેન્સર અને મજબૂત થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે છતાં લેન્ડિંગ ન થાય ત્યાં સુધી ચિંતા તો રહેશે જ. 41-45 દિવસમાં ચંદ્ર ઉપર લેન્ડિંગ કરવામાં આવે તેવી શક્યાતા છે અંદાજે 41 દિવસે એટલે કે 23-24 ઓગસ્ટે લેન્ડ થશે.
ચંદ્ર ઉપર સોફ્ટલેન્ડિંગના 38 પ્રયાસો કરવામાં આવ્યા છે તેમાંથી 19 પ્રયાસો જ સફળ થયા છે. વિશ્વના 6 દેશો દ્વારા મૂન મિશન હાથ ધરવામાં આવ્યા હતા. વિવિધ દેશો દ્વારા અત્યાર સુધીમાં 110 મૂન મિશન હાથ ધરવામાં આવ્યા છે. તેમાંથી 68 મિશન સફળ રહ્યા છે. 42માં નિષ્ફળતા મળી છે.
12 લોકો અત્યાર સુધી ચંદ્રની સપાટી ઉપર જઈ આવ્યા છે. અમેરિકા અને રશિયા જ ચંદ્ર ઉપર સૌથી વધુ સફળ મિશન કરનારા દેશ છે, તેમના કુલ 64 મિશનમાંથી 43 મિશન સફળ થયા છે. અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે.
ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ એક લૅન્ડર (એક વાહન, જે ગ્રહ પર ઊતારવામાં આવશે) અને એક રૉવર(ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નો સમાવેશ થાય છે. આ લૅન્ડર તથા રૉવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.
ભારતે ચંદ્રયાન-2 મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 'વિક્રમ' લૅન્ડર ચંદ્ર પર તૂટી પડ્યું હતું. તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રયાન-3માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. આ મિશન ચંદ્રની સપાટી પરની રાસાયણિક તથા કુદરતી સામગ્રી, માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારાનો પ્રયાસ કરશે.
આ યાન પર સિસ્મોમીટર (ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર) જેવાં ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે. આ સાધનો ચંદ્રની સપાટીની ઊર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમજ મિશનના કેટલાંક અન્ય સાધનો ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે.
ચંદ્રયાન મિશન 3 નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Chandrayaan 3 Mission Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
ચંદ્રયાન મિશન 3 નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ચંદ્રયાન મિશન 3 ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ચંદ્રયાન મિશન 3 વિશે નિબંધ એટલે કે Chandrayaan 3 Mission Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :