શું તમે ગુજરાતીમાં મારું વતન વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારું વતન વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Maru Vatan Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મારું વતન વિશે નિબંધ
અહીં ગુજરાતી મારું વતન વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ મારું વતન વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારું વતન વિશે ગુજરાતીમાં નિબંધ
મારું વતન :
- પ્રસ્તાવના
- વતનની વિશેષતા
- વતનપ્રેમના સંસ્મરણો
- ઉપસંહાર
માતા અને માતૃભૂમિ (વતન) તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એનાં ઋણી છીએ. માતૃભૂમિ (વતન) સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્ત્વની છેઃ માતૃભાષા અને માતૃસંસ્થા (શાળા)
આજે વતનથી ઘણો દૂર છું પણ વતનનાં સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોયર ખૂણે જીવનની અખૂટ મૂડીરૂપે સચવાયેલાં પડ્યાં છે. મારું ગામ શમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે, તે ઐતિહાસિક છે. ચાર યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલાં નગર તરીકે ઓળખાતું. નગરને ફરતો ચારે બાજુ કોટ છે, છ દરવાજા છે. કીર્તિતોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો, પછી શરીરમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારીરી નામની બે બહેનોની દેરીઓ છે. દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકીયુગનું મંદિર છે. આજુબાજુ એટલાં બધાં મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત!
મા મીઠી છે, તો માતૃભૂમિ (વતન) પણ મીઠી છે બાળપણનાં મિત્રો, શાળાજીવનનાં વર્ષે, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જડાઈ ગયેલાં છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક – સામાજિક કે રાજકીય દૃષ્ટિએ સમૃદ્ધિ ને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આળોટવાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી.
વતને શું નથી આપ્યું? શું ભૂલું, શું યાદ કરું? મા – બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન મોભી – વડીલોએ શીખવેલાં કર્તવ્યનિષ્ઠા ને ઉત્તરદાયિત્વા વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી, જયારે જરૂર પડી ત્યારે ખોલી છે ને જીવનને પોષક એવાં મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે.
તળાવ – વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂનાં શિલ્પો છે, સ્થાપત્યની દૃષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે. અર્જુનબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશસ્તિનો શિલાલેખ છે. કુમારપાળે અગિયારમી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો, તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે.

માણ્યું એનું સ્મરણ કરવું,
એય છે એક લ્હાણું.
વતનની ધૂળથી માથું ભરી દઉં ‘આદિલ’,
ફરી આ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.
મારું વતન નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Maru Vatan Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મારું વતન નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મારું વતન ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારું વતન વિશે નિબંધ એટલે કે Maru Vatan Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!