વિશેષણ ગુજરાતી વ્યાકરણ | Visheshan Gujarati Vyakaran [PDF]

વિશેષણ ગુજરાતી વ્યાકરણ | Visheshan Gujarati Vyakaran
આ આર્ટીકલમા અમે વિશેષણ ગુજરાતી વ્યાકરણ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. વિશેષણ એટલે શુંસર્વનામના પ્રકારો કેટલા સર્વનામના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના વિશેષણ ના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.

આર્ટીકલના અંતે તમે  Visheshan Gujarati Grammar ની pdf પણ Download કરી શકશો.

વિશેષણ એટલે શું ? વિશેષણ શબ્દનો અર્થ શું ? 

નીચેનાં વાક્યો વાંચો :
  • તમે લોકો શું સમજો ?
  • તમે શહેરી લોકો આમાં શું સમજો?
  • તમે ભણેલા-ગણેલા, શહેરી લોકો આમાં શું સમજો?
વાક્ય (1)માં 'લોકો' એ નામવાક્યાંશની સંજ્ઞા છે. વાક્ય (2)માં એ સંજ્ઞાપદની આગળ ‘શહેરી' અને વાક્ય (3)માં ‘ભણેલા-ગણેલા શહેરી' પદો ઉમેરાયાં છે. જે 'લોકો' સંજ્ઞાના અર્થને વધુ સ્પષ્ટ કરતાં એની વિશેષતા દર્શાવે છે. ઉમેરેલાં પદો ન હોય તોપણ વાક્યનો અર્થ સમજવામાં તકલીફ પડતી નથી, પણ એ પદોને કારણે સંજ્ઞાપદ ‘લોકો’નો અર્થ વધુ સ્પષ્ટ, વિસ્તૃત અને સમૃદ્ધ થાય છે. 'લોકો' સંશાપદ છે. એ સંજ્ઞાપદને 'વિશેષ્ય' કહે છે ને એ સંજ્ઞાપદ(લોકો)ની વિશેષતા દર્શાવનારાં પદ(‘ભણેલાં-ગણેલા, શહેરી’)ને 'વિશેષણ' કહે છે.

ગુજરાતી ભાષામાં વિશેષણ, વિશેષ્યની પહેલાં જ આવે છે, એટલે કે વિશેષણ – વિશેષ્યનો સંબંધ સ્થાનનિયત છે.

નીચેનાં વાક્યો વાંચો :
  1. તમારા જેવા નિઃસ્વાર્થ માત્રસ આગળ સત્ય બોલતાં મને શી હરકત?
  2. એ સ્મૃતિના સ્થિર પ્રકાશમાં માત્ર કર્તવ્ય જ કરવાનું રહ્યું.
  3. ગોવિંદના ખમીસનો અક્કડ ક, ઝીણું ધોતિયું કે નવરંગી સાળુ એમાંનું કંઈ પણ બગડે એ કેમ ખમાય?
  4. કાલ આખો દહાડો વાતો કરીશું?
  5. નીલા ભરચક્ક ખેતરમાં ભાગીરથી ઊભી છે. 
  6. આટલી દશ રૂપિયાની પણ અમારી શાહુકારી નથી કે?
  7. ત્યાં ધખેલી ધૂળમાં કો' ગર્દભ દેખાય.
  8. કે પછી મીઠા ઝાડનાં મુળ ખાવાં છે, માળા માગણ 
  9. એકવડો દેહ, શરીર ઉપર ટૂંકી પોતડી, કમરે ઝૂલતી જનોઈ અને ગર્વીલી આંખો – એ એમનો બાહ્ય દેખાવ.
  10. વૃદ્ધ, અશક્ત અને આજાર શરીર હમણાં તૂટી પડશે. 
નિઃસ્વાર્થ માણસ, સ્થિર પ્રકાશમાં, અક્કડ કફ, ઝીણું ધોતિયું, નવરંગી સાળુ, આખો દહાડો, નીલા ભરચક્ક ખેતરમાં, દશ રૂપિયાની, ધખેલી ધૂળમાં, મીઠા ઝાડનાં, એકવડો દેહ, ટૂંકી પોતડી, ઝૂલતી જનોઈ, ગીલી આંખો, વૃદ્ધ, અશક્ત અને આજાર શરીર - વગેરે પોમાં ઘાટા અક્ષરે છાપેલાં પદોનો અભ્યાસ કરો. એ પદો જે તે સંજ્ઞા / નામ(વિશેષ્ય)નાં ગુણ, સ્વભાવ, સ્થિતિ, પ્રકાર, સંખ્યા, પ્રકૃતિ, રંગને સ્પષ્ટ કરે છે ને એથી સંજ્ઞા નામ (વિશેષ્ય) સ્પષ્ટ, ચોક્કસ અને અર્થની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ બને છે.

વાક્ય (9) જુઓ, વ્યક્તિના બાહ્ય દેખાવ માટે દેશ, પોતડી, જનોઈ અને આંખો માટે વપરાયેલાં વિશેષણો, સમગ્ર વ્યક્તિત્વને કેટલું સચોટ રીતે વ્યક્ત કરે છે. યોગ્ય રીતે વપરાયેલાં વિશેષણો અંતે તો ભાષાની સમૃદ્ધિમાં વધારો કરવા સમર્થ હોય છે.

વિશેષણના પ્રકાર :

વિશેષણના પ્રકારો ત્રણ રીતોથી પાડવામાં આવે છે: 
  1. સ્થાન પ્રમાણે - સ્થાન બદલવાથી, 
  2. રૂપાંતર પ્રમાણે વિશેષણનું રૂપ બદલવાથી અને 
  3. અર્થ અનુસાર,
હવે. ઉપરની રીતોથી પડતા પ્રકારો અને તેના પેટાપ્રકારો જોઈએ :

1. સ્થાન પ્રમાણે : 

વિશેષણનું સ્થાન વિશેષ્યની આગળ કે પાછળ કરવાથી. આ રીતે વિશેષણના બે પ્રકાર પડે છે: 

[અ] પૂર્વ અથવા અનુવાદ્ય વિશેષણ : 

વિશેષ્યની પૂર્વે આવતું વિશેષણ ‘પૂર્વ કે અનુવાદ્ય વિશેષણ' કહેવાય છે.
ઉદાહરણો : 
  1. આ રમણીય ઉદ્યાન છે. 
  2. આ હોશિયાર છોકરો છે.
આ બંને વાક્યોમાં 'રમણીય અને દૈશિયાર' એ બંને વિશેષણો અનુક્રમે વિશેષ્ય (નામ) ‘ઉદ્યાન' અને ‘છોકરો'ની પૂર્વે આવે છે એટલે એ વિશેષણો પૂર્વ કે અનુવાદ્ય વિશેષણો છે.

[આ] ઉત્તર અથવા વિધેય વિશેષણ : 

વિશેષ્યની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ ‘ઉત્તર કે વિધેય વિશેષણ' કહેવાય છે.
ઉદાહરણો : 
  1. આ ઉદ્યાન રમણીય છે. 
  2. આ છોકરો હોશિયાર છે.
આ બંને વાક્યોમાં “રમીય’ અને “હોશિયાર' એ બંને વિશેષણો અનુક્રમે . વિશેષ્ય (નામ) ઉદ્યાન' અને 'છોકરો'ની પાછળ – પછી વિધેયના અંશ તરીકે આવે છે એટલે તે વિશેષણો ઉત્તર કે વિધેય વિશેષણો છે.

2. રૂપાંતર પ્રમાણે : 

વિશેષણનું રૂપ વિશે(નામ)નાં લિંગ- વચન પ્રમાણે બદલવાથી. આ રીતે વિશેષણના બે પ્રકાર પડે છેઃ 

[અ] વિકા૨ક વિશેષણ : 

લિંગ પ્રમાણે ફેરફાર પામનાર વિશેષણ 'વિકારક' કહેવાય છે.

ઉદાહરણો : સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું. અહીં ‘સારો', ‘સારી', 'સારું' – વિશેષણોને ‘ઓ', ‘ઈ', ‘ઉં’ પ્રત્યયો લાગે છે. છોકરો (પુ.), છોકરી (સ્ત્રી.), છોકરું(નપું.)ના લિંગની અસર વિશેષણ ઉપર થાય છે. તેથી તે વિશેષણો વિકારક કે વ્યક્તલિંગવાચક છે.

[આ] અવિકાર વિશેષણ:

 લિંગમાં ફેરફાર થતાં ન બદલનાર વિશેષણ ‘અવિકારક' કહેવાય છે.

ઉદાહરણો: ચતુર પુરુષ, ચતુર સ્ત્રી, ચતુર બાળક. અહીં ‘ચતુર’ વિશેષજ્ઞને કશો પ્રત્યય લાગ્યો નથી. પુરુષ (પુ.), સ્ત્રી (સ્ત્રી.) બાળક (નપું.) હોવા છતાં તેનાં લિંગની અસર વિશેષણ ઉપર થતી નથી. તેથી તે વિશેષણ તેવાં વિશેષણો અવિકારક કે અવ્યક્ત - લિંગવાચક છે.

3. અર્થ અનુસાર : 

વિશેષણના અર્થ અનુસાર તેના સાત પ્રકાર પડે છેઃ

[અ] ગુણવાચક વિશેષણ : 

આ વિશેષણ વિશે(નામ)નાં રંગ, સ્વાદ, આકાર, કદ, સાદશ્ય, કર્તૃત્વ વગરે દર્શાવે છે.

ઉદાહરણો :
(1) ભાગીરથીનો નવરંગ સાળુ ભેંસના છાણમાં જરાક બગડે તો એનો આખો દિવસ બગડતો.
(2) શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ...
ઉપરનાં બંને વાક્યોમાં ‘નવરંગ’ અને શ્યામ' રંગદર્શક ગુણવાચક વિશેષણો છે.
(૩) ગૉળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.
(4) ખાટું દહીં છાશ બનાવવામાં વપરાય છે. 
ઉપરનાં બંને વાક્યોમાં 'મોળો', 'સૂનો' અને ખાટું' સ્વાદદર્શક ગુણવાચક વિશેષણો છે.
(5) ગોળગોળ ફૂદડી ફરતાં જઈએ, ગીત ગાતાં જઈએ.
(6) આડાઅવળા પંથે અમે કેમ કરીને જાશું? 
ઉપરનાં બંને વાક્યોમાં ‘ગોળગોળ’ અને ‘આડાઅવળા’ આકારદર્શક ગુણવાચક વિશેષણો છે.
(7) નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર. 
( 8 ) આવડું મોટું ઘર !
ઉપરનાં બંને વાક્યોમાં નાની” અને “આવડું મોટું કદદર્શક કે પરિમાણદર્શક ગુણવાચક વિશેષણો છે. .
(9) જેવું અન્ન તેવો ઓડકાર
(10) જેવું-તેવું કાપડ મને શું ગમે?
ઉપરનાં બંને વાક્યોમાં ‘જેવું’...‘તેવો’, ‘જેવું-તેવું’ એ સાદશ્યદર્શક કે પ્રકારદર્શક ગુણવાચક વિશેષણો છે.
(11) બોલકો છોકરો સૌને ગમે. 
(12) સાંભળનાર છે જ કોણ અહીં?
ઉપરનાં બંને વાક્યોમાં ‘બોલકો’ અને ‘સાંભળનાર’ એ કર્તૃત્વદર્શક ગુણવાચક વિશેષણો છે.

સંક્ષેપમાં, ઉ૫૨ દર્શાવેલાં વિશેષણો વિશેષ્ય(નામ / સંજ્ઞા)ના ‘ગુણ'નો નિર્દેશ કરે છે. આ વિશેષણો સંશા કે નામનો ગુણ દર્શાવી તેના અર્થમાં વધારો કરે છે. ગુણનો નિર્દેશ કરે કે અર્ધમાં વિશેષતા લાવે એવાં પદોને ગુણવાચક વિશેષણો કહે છે.

[આ] સખ્યાવાચક વિશેષણ : 

આ વિશેષ સંખ્યા દર્શાવે છે.

[નોંધ : સંખ્યા પણ નામ કે વિશેષ્યનો એક ગુણ છે એટલે સંખ્યા દર્શાવનારાં વિશેષણોનો પણ ગુણવાચક વિશેષણોમાં સમાવેશ કરવામાં આવે છે.]

ઉદાહરણો : 
ત્રણ, પાંચ, પંદર, પચાસ, સો વગે૨ે. (આ વિશેષણો પૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને પૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.)

ત્રીજો-ત્રીજી-ત્રીજું, પાંચમો-પાંચમી-પાંચમું, પંદરમો-પંદરમી- પંદરમું વગેરે ક્રમિક સંખ્યા દર્શાવે છે માટે આને ‘ક્રમદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.

પા, અડધું, પોણું વગેરે. (આ વિશેષણો અપૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને ‘અપૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.)

બેઉ, ચારે વગેરે. (આ વિશેષણો સકલતા કે સમગ્રતા દર્શાવે છે માટે આને ‘સાકલ્યદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.) બેવડું, ત્રેવડું વગેરે. (આ વિશેષણો સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવે છે માટે આને ‘આવૃત્તિદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.

દરેક, પ્રત્યેક, ચાર-ચાર, છ-છ વગેરે. (આ વિશેષણો સંખ્યાનું જુદાપણું કે ટુકડીનો અર્થ દર્શાવે છે માટે આને ‘ભિન્નતાદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.)

ચોકું, દશકો-દસકો, કોડી, સદી વગેરે. (આ વિશેષણો સમુદાય દર્શાવે છે માટે આને “સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.) ચોકું, દશકો-દસકો, કોડી, સદી વગેરે સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો સંજ્ઞા કે નામ તરીકે પણ વપરાય છે.

થોડું, ઓછું, ઝાઝું, અન્યોન્ય વગેરે. (આ વિશેષણો સંખ્યાનું અચોક્કસપણું દર્શાવે છે માટે આને ‘અનિશ્ચયદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.)

[ઇ] સાર્વનામિક વિશેષણ : 

વિશેષણ તરીકે વપરાતાં સર્વનામ કે સર્વનામજન્ય (સર્વનામમાંથી બનતાં) વિશેષણ ‘સાર્વનામિક વિશેષણ’ કહેવાય છે.

ઉદાહરણ : તે નિશાળ, પેલું પુસ્તક. (અહીં સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે માટે આને મૂળ સાર્વનામિક વિશેષણો' કહે છે.) આટલું ધન કોણ ખાશે? જેટલા દાણા મેં આપ્યા તેટલા પૈસા તેણે મને આપ્યા. એણે કેટલું વજન ઊંચક્યું છે?

(આટલું, જેટલું / જેટલા / જેટલી, તેટલા | તેટલી | તેટલું ... સર્વનામ પરથી બનેલાં વિશેષણો છે ને એ વિશેષણો જથ્થાનો નિર્દેશ કરે છે તેથી તેને જથ્થાદર્શક કે પરિમાણદર્શક સાર્વનામિક વિશેષણો' કહે છે.
  • આવડું મોટું ઘર!
  • જેવડી મૂર્તિ લેવી હોય તેવડી મૂર્તિ લો.
‘આ', ‘જે', ‘તે' સર્વનામો પરથી આવડું, જેવડી, તેવડી વિશેષણો બન્યાં છે. આ વિશેષણો કદ દર્શાવે છે તેથી તેને દદર્શક સાર્વનામિક વિશેષણો' કહે છે.
  • જેવું બી વાવશો તેવું ફળ પામશો.
  • જેવો આહાર એવો ઓડકાર.
‘જે', ‘તે', ‘એ' સર્વનામો પરથી જેવું, તેવું, જેવો, એવો વિશેષણો બન્યાં છે. આ વિશેષણો સાદશ્ય કે પ્રકાર (એકના જેવું બીજું) દર્શાવે છે માટે આને ‘સાદશ્યદર્શક કે પ્રકારદર્શક સાર્વનામિક વિશેષણો' કહે છે.
  • કયો મૂર્ખ આ વાત માને?
  • કઈ બાજુ જવું છે?
  • કયું ગામ આવ્યું?
અહીં ‘કોણ’ સર્વનામમાંથી બનતું ‘કયો’ એ પ્રશ્નાર્થક સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે. બીજું, 'કઈ', 'કયું' એ પ્રશ્ન સૂચવે છે માટે આ બધાંને ‘પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણો' કહે છે.

[ઈ] ક્રિયાવાચક વિશેષણ : 

ધાતુઓ પરથી બનાવવામાં આવેલાં કૃદંત-વિશેષણો ‘ક્રિયાવાચક વિશેષણ' કહેવાય છે.

ઉદાહરણ : બેસતું બાળક. (અહીં ‘બેસતું' કૃદંત-વિશેષણ ચાલુ ક્રિયા દર્શાવે છે માટે આને ‘વર્તમાનકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ' કહે છે.)

પડેલો દડો. (અહીં ‘પડેલો' કૃદંત-વિશેષણ થઈ ગયેલી ક્રિયા દર્શાવે છે માટે આને ‘ભૂતકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ' કહે છે.)

પુરુષાર્થ કરનાર માણસને ફળ અવશ્ય મળવાનું. (અહીં ‘કરનાર’ કૃદંત-વિશેષણ થનાર ક્રિયા દર્શાવે છે માટે આને ‘ભવિષ્યકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ' કહે છે.)

[ઉ] પરિમાણવાચક વિશેષણ : 

આ વિશેષણ માપ દર્શાવે છે. : 
[નોંધ : ‘સાર્વનામિક વિશેષણ'માં આનો સમાવેશ થઈ જાય છે.] 

ઉદાહરણ; એવડું, કેવડું, જેટલું, કેટલું વગેરે.

[ઊ] પ્રકારવાચક કે રીતિવાચક વિશેષણ : 

આ વિશેષણ રીત દર્શાવે છે. [નોંધ : ‘સાર્વનામિક વિશેષણ'માં આનો પણ સમાવેશ થઈ જાય છે.]

ઉદાહરણ : એવું, તેવું, કેવું, જેવું વગેરે.

[ૠ] સંજ્ઞાસાધિત વિશેષણ : 

અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક સંજ્ઞા - proper noun - ઉપરથી બનેલાં વિશેષણો ‘સંજ્ઞાસાધિત વિશેષણો' કહેવાય છે.

ઉદાહરણ : કાશ્મીરી શાલ, કોલ્હાપુરી ગૉળ, કાનપુરી ચપ્પલ, મરાઠી ભાષા, ભારતીય સંસ્કૃતિ વગેરે.

ઉપરનાં ઉદાહરણમાં આપેલાં પાંચેય વિશેષણો અનુક્રમે કાશ્મીરી, કોલ્હાપુરી, કાનપુરી, મરાઠી અને ભારતીય એ સંજ્ઞાવાચક નામો પર તૈયાર થયેલાં – બનેલાં છે એટલે એ બધાં ‘સંજ્ઞાસાધિત વિશેષણો' છે.

 Visheshan Gujarati Vyakaran PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે   Visheshan Gujarati Grammar ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી વિશેષણ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join