સર્વનામ ગુજરાતી વ્યાકરણ | Sarvanam Gujarati vyakaran [PDF]

સર્વનામ ગુજરાતી વ્યાકરણ | Sarvanam Gujarati vyakaran [PDF]

આ આર્ટીકલમા અમે સર્વનામ ગુજરાતી વ્યાકરણ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. સર્વનામ એટલે શુંસર્વનામના પ્રકારો કેટલા સર્વનામના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના સર્વનામ ના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.
આર્ટીકલના અંતે તમે Sarvanam Gujarati Grammar ની pdf પણ Download કરી શકશો.

સર્વનામ એટલે શું ? સર્વનામ શબ્દનો અર્થ શું ? 

નીચેનાં વાક્યો વાંચો :
'ખરેખર તો મહેશ દોષિત હતો, પણ મહેશ માનતો હતો મહેશ દોષિત નથી. મહેશને મહેશની જાત પ્રત્યે ખોટું અભિમાન હતું.'  
આ વાક્યો વાંચતાં લાગશે કે તે યોગ્ય નથી. આપણે એને નીચેની રીતે લખીને યોગ્ય કરીશું : 
'ખરેખર તો મહેશ દોષિત હતો, પણ તે માનતો હતો કે પોતે દોષિત નથી. તેને પોતાની જાત પ્રત્યે ખોટું અભિમાન હતું.' 
ઉપરનાં વાક્યોમાં ‘મહેશ’ નામ છે, સંજ્ઞા છે. બીજાં વાક્યોમાં ‘તે’, ‘પોતે’, ‘તેને’, ‘પોતાની' વગેરે ‘મહેશ’(નામ સંજ્ઞા)ને બદલે વપરાયાં છે.

નામ(સંજ્ઞા)ને બદલે વપરાતા પદને 'સર્વનામ' કહે છે.

સર્વનામ ના પ્રકારો :

સર્વનામના મુખ્ય 7 (સાત) પ્રકાર છે.

1. પુરુષવાચક સર્વનામ -
 • પહેલો પુરુષ - હું (એ.વ), અમે (બ.વ.)
 • બીજો પુરુષ - તું (એ.વ), તમે, આપ (બ.વ.)
 • ત્રીજો પુરુષ - તે (એ.વ), તેઓ (બ.વ.)
2. પ્રશ્નવાચક સર્વનામ - કોણ, કયું
3. દર્શક સર્વનામ - પેલું, આ
4. સાપેક્ષ સર્વનામ - જે-તે
5. અનિશ્ચિત સર્વનામ - કોઈ, અમુક
6. સ્વવાચક સર્વનામ - સ્વયં, પોતે, જાતે, પંડે
7. અન્યોન્યવાચક સર્વનામ - એકબીજાને, પરસ્પર

1. પુરુષવાચક સર્વનામ :

 1. શિરીષે રોહિતને કહ્યું, 'હું અને રેખા મુંબઈ જઈએ છીએ. અમે કાલે મામાને ત્યાં જઈશું. તું આવવાનો છે?'
 2.  તે પુસ્તક વાંચે છે.
વાક્ય 1 માં 'હું', 'અમે', 'તે' સર્વનામો છે. શિરીષ બોલનાર પહેલો પુરુષ એવુ છે તેથી પોતાને માટે 'હું' શબ્દ વાપરે છે. સાંભળનાર રોહિત છે. રોહિત માટે 'તું' શબ્દ વપરાયો છે. 'તું' બીજો પુરુષ એ.વ.નું રૂપ છે. વાક્ય માં તે ત્રીજા પુરુષ એવ.હું રૂપ છે. આ બધાં સર્વનામો છે.

'હું', ‘અમે', 'તું', 'તમે', 'આપ', 'તે', 'તેઓ', 'મેં', 'મને', 'તને', 'અમને', 'તેઓએ' વગેરે પુરુષવાચક સર્વનામો છે. પુરુષવાગક સર્વનામોના ત્રણ પ્રકાર પાડી શકાય: 1. પહેલો પુરુષ સર્વનામ, 2. બીજે પુરુષ સર્વનામ અને 3. ત્રીજો પુરુષ સર્વનામ. આ ત્રણેય પુષ માટે વપરાતાં સર્વનામો ‘પુરુષવાચક સર્વનામ’ કહેવાય છે.

2. પ્રશ્નવાચક સર્વનામ : 

 1. તમે કોણ છો ભાઈ? ક્યાંથી આવો છો.?
 2. તમે આજે શું ખાધું?
 3. અત્યારે કોણ, કોને પૂછે છે?
કોણ', ‘ક્યાંથી', ‘શું', ‘કોને' સર્વનામો છે. આ સર્વનામો નામને બદલે વપરાઈને વાક્યોને પ્રશ્નવાક્ય બનાવે છે.

ધ્યાન રાખો કે ‘કોણ' સર્વનામ મોટે ભાગે જીવંત વ્યક્તિ માટે વપરાય છે અને 'શું' સર્વનામ જીવજંતુ કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે.

પ્રશ્ન પૂછવા માટે વપરાતાં સર્વનામ 'પ્રશ્નવાચક સર્વનામ' કહેવાય છે.

3. દર્શક સર્વનામ :

 1. પેલું કોલ ઊભું છે?
 2. આ ટેબલ ત્યાં મૂકો.
ઉપરનાં વાક્યોમાં 'પેલું', '' સર્વનામો કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે છે. દર્શક એટલે બનાવનાર. જે સર્વનામ પાસેની કે દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે વપરાય છે, તેને 'દર્શક સર્વનામ' કહે છે.

4. સાપેક્ષ સર્વનામ :

 1. જેવું વાવશો તેવું લણશો.
 2. જેને રામ રાખે તેને કોણ ચાખે?
 3. જે મહેનત કરશે તે ફળ પામશે. 
 4. જેણે આવવું હોય તેણે ટિકિટ લેવી પડશે.
ઉપરનાં વાક્યોની વિશેષતા જુઓ. દરેક વાક્ય અડધું વાંચો ત્યાં બીજું અડધું એની અપેક્ષામાં વાંચવાનું રહે છે. 'જેવું તેવું', ‘જેને-તેને’, ‘જે-તે’, 'જેણે તેણે' સર્વનામો છે. બંને સર્વનામો એકબીજાની અપેક્ષાએ વપરાય છે.

જે સર્વનામનાં જોડકાં એકબીજાની અપેલા રાખી સાથે જ વપરાય તે 'સાપેક્ષ સર્વનામ' કે 'સંબંધી સર્વનામ' કહેવાય છે. સાપેક્ષ એટલે 'સ(સાથ) + અપેક્ષા(આશા)વાળું'.

5. અનિશ્ચિત સર્વનામ :

 1. કોઈ તો કંઈ બોલો.
 2. તમે મને કંઈક કહેતા હતા?
 3. કેટલાક આવ્યા અને કેટલાક આવ્યા નહિ.
 4. તમને કશું થતું નથી?
ઉપરનાં વાક્યોમાં 'કોઈ', 'કંઈક', 'કેટલાક', 'કશું' એ સર્વનામો કોઈ વ્યક્તિ કે હકીકતનું સૂચન કરે છે. એ વ્યક્તિ કે હકીકત વિશે કશું ચોક્કસ કહી શકાય એમ નથી.

બધા', ‘દરેક’, ‘પ્રત્યેક’, ‘અમુક’, ‘કેટલાક’, ‘ઘણા' વગેરે સર્વનામો અનિશ્ચિત ભાવ વ્યક્ત કરે છે.

જે સર્વનામ અનિશ્ચિત વ્યક્તિ કે પદાર્થને માટે વપરાય તેને 'અનિશ્ચિત સર્વનામ' કહેવાય છે.

6. સ્વવાચક સર્વનામ :

 1. હું ખુદ ત્યાં હાજર હતો.
 2. તમે પોતે જ ત્યાં હતા?
 3. અમે પંડે જ ભૂલ કરી છે.
આપેલાં વાક્યોમાં 'ખુદ' પદ 'હું' માટે, ‘પોતે’ પદ ‘તમે’ માટે, અને ‘પડે' પદ ‘અમે’ માટે વપરાયું છે. આ બધાં 'ખુદ', 'પોતે', 'પંડે' જાતના ઉપયોગથી નક્કીપણાનો અર્થ બતાવે છે, ભારપૂર્વક કહેવા આ પદ વપરાય છે. પોતાની જાતને આપણે 'સ્વ' કહીએ છીએ. તેથી જે સર્વનામ નામ કે સર્વનામનો ભારપૂર્વક નિર્દેશ કરી, પોતાપણાનો - 'સ્વ'નો - અર્થ દર્શાવે તેને 'સ્વવાચક સર્વનામ' કહેવાય છે.

7. અન્યોન્યવાચક સર્વનામ :

 1. આપણે પરસ્પર મદદ કરવી જોઈએ.
 2. તમે એકમેકને સહકાર આપો.
 3. અમે અન્યોન્યને વરસોથી ઓળખીએ છીએ.
ઉપરનાં વાક્યોમાં 'પરસ્પર', 'એકમેકને', 'અન્યોન્યને' વગેરે સર્વનામો છે. જે સર્વનામ એકબીજા વચ્ચેનો એટલે કે પરસ્પરનો અર્થ દર્શાવે છે, તેને 'અન્યોન્યવાચક સર્વનામ' કહે છે.

Sarvanam Gujarati Vyakaran PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે  Sarvanam Gujarati Grammar ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી સર્વનામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.