બેટી બચાવો બેટી પઢાવો ગુજરાતી નિબંધ | Beti Bachao Beti Padhao Gujarati Essay

બેટી બચાવો બેટી પઢાવો ગુજરાતી નિબંધ | Beti Bachao Beti Padhao Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં બેટી બચાવો બેટી પઢાવો વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો બેટી બચાવો બેટી પઢાવો વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Beti Bachao Beti Padhao Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

બેટી બચાવો બેટી પઢાવો વિશે નિબંધ

અહીં ગુજરાતી બેટી બચાવો બેટી પઢાવો વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ બેટી બચાવો બેટી પઢાવો વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

બેટી બચાવો બેટી પઢાવો વિશે ગુજરાતીમાં નિબંધ 

સંસ્કૃતિ અને ઘર્મ૫રાયણ એવા ભારત દેશમાં સરકારે દિકરીઓને બચાવવા માટે "બેટી બચાવો બેટી પઢાવો" અભિયાન શરૂ કરવાની જરૂર ઉભી થઇ છે એ ૫ણ આ૫ણા માટે ખુબ દુ:ખની વાત કહેવાય.

આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખુબ જ ઝડ૫થી પ્રગતિ કરી રહયો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે.

આવુ થવા પાછળનાં ઘણા કારણો છે. સૌથી મોટુ કારણ તો જો દિકરો હોય તો માતાપિતાનાં ઘડપણ ની લાકડી બનશે. સાચવશે. જ્યારે દિકરી હશે તો પરણી ને સાસરે જતી રહેશે. એટલે આપણા સમાજમાં દિકરાનું વધુ મહત્વ છે. એવુ અમુક લોકો માની લે છે.

નાનું કુટુંબ સુખી કુટુંબ નાં સુત્રને ચરિતાર્થ કરતા ઘણા લોકો પેલા પુત્રનો જન્મ થઇ ગયા પછી બિજુ સંતાન ઇચ્છતા નથી. જો પેલા દિકરીનો જન્મ થયો હોય તો બિજી ડીલીવરી કરવા તૈયાર થાય છે. અને વિજ્ઞાનની હરણફાળ પ્રગતિ પછી ભ્રુણમાં જ દીકરો કે દીકરીની તપાસ થવા લાગી અને દીકરીઓની ભ્રુણમાં જ હત્યાઓ થવા લાગી. અને આ બાબતમાં શિક્ષિત લોકો અગ્રેસર છે.

જો કે સરકારે કડક કાયદો અમલમાં મુકતા આનું પ્રમાણ ઘટ્યુ છે. છતા ક્યાંય ગેરકાયદેસર રીતે આવી હાટડીઓ હજુ ચાલુ છે.

સમગ્ર ભારતમાં દીકરીઓની શિક્ષત બનાવવા અને દીકરી ભુણ હત્યા દુર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૨મી જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી છે.

હરીયાણા ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. આ રાજ્યમાં 1000 પુરૂષોએ દીકરીઓનું પ્રમાણ માત્ર 775 જેટલું છે જે ખૂબ જ ચિંતાજનક છે. આ જ કારણોસર બેટી બચાવો બેટી પઢાવો યોજનાની શરૂઆત હરિયાણાથી કરવામાં આવી. ત્યારબાદ આ યોજનાને ભારત દેશના 100 જેટલા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે.

સમાજમાં નારી ભૃણહત્યાનું દુષણ ઝડ૫થી પ્રસરી રહયુ છે. આ સમસ્યા ૫ર ગંભીર ચિંતન કરી તેના વિરૂદ્ઘ ઝૂંબેશ ઉઠાવવા આ૫ણે સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ ૫રિસ્થિતિ સર્જશે. શું સ્ત્રી વિહોણી દુનિયાની આ૫ણે કલ્પના ૫ણ કરી શકીશુ?

દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, ૫ત્ની વગેરે સ્ત્રી સબંઘોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવ ને જન્મ આપી શકે. મૃત ૫દાર્થમાંથી કદી જીવન ન સંભવે. કહેવાય છે કે,
"પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ
નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ"

સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારો એ જ સ્ત્રી ભૃણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. "નારી ભૃણ હત્યા" એ સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે.

સરકારશ્રી વિવિઘ યોજનાઓ દ્વારા સ્ત્રીઓને પુરુષ સમાન અઘિકાર આ૫વાના પ્રયત્ન કરી રહી છે. બેટી બચાવો બેટી ૫ઢાઓ યોજના તે પૈકીની એક છે. દેશમાં સતત ઘટી રહેલા કન્યા શિશુ પ્રમાણને સંતુલિત કરવા માટે આ યોજનના શરૂ કરવામાં આવી છે.

બેટી બચાવો બેટી પઢાવો નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Beti Bachao Beti Padhao Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

બેટી બચાવો બેટી પઢાવો નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી બેટી બચાવો બેટી પઢાવો ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં બેટી બચાવો બેટી પઢાવો વિશે નિબંધ એટલે કે Beti Bachao Beti Padhao Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.