મારું શહેર નિબંધ | શહેરની શેરી, શહેરી જીવન નિબંધ | My City Essay Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારું શહેર નિબંધ, શહેરની શેરી અથવા શહેરી જીવન વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My City Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં મારું શહેર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારું શહેર નિબંધ, શહેરની શેરી અથવા શહેરી જીવન વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My City Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

મારું શહેર નિબંધ, શહેરની શેરી અથવા શહેરી જીવન વિષય પર નિબંધ

અહીં ગુજરાતી મારું શહેર વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ મારું શહેર વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

મારું શહેર વિષે ગુજરાતીમાં  નિબંધ 

હું અમદાવાદ શહેરમાં રહું છું. તે એક ઐતિહાસિક શહેર છે.

અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સાબરમતી નદીને કિનારે વસાવ્યું હતું. પણ હાલ સાબરમતી નદી શહેરની વચ્ચેથી વહે છે.

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં ઘણાં કારખાનાં અને મિલો છે. આ શહેરમાં મોટાંમોટાં બજારો, અનેક શાળાઓ-કૉલેજો, ઇસ્પિતાલો અને સરકારી કચેરીઓ આવેલી છે. અમદાવાદના રસ્તા પહોળા અને પાકા છે. પણ મૂળ શહેરના રસ્તા સાંકડા છે. તેમાં અનેક પોળો અને શેરીઓ આવેલી છે.

અમદાવાદમાં સાબરમતી આશ્રમ, ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ, કાંકરિયા તળાવ, પ્રાણીબાગ, બાલવાટિકા, માછલીઘર, અટીરા અને સીદી સૈયદની જાળી જેવાં અનેક જોવાલાયક સ્થળો છે. અમદાવાદ રેલવેનું મોટું જંક્શન છે. વળી અમદાવાદમાં મોટું બસસ્ટેશન પણ છે. અમદાવાદનું વિમાનઘર જોવા જેવું છે. અમદાવાદમાં બે સ્ટેડિયમ છે : સરદાર પટેલ સ્ટેડિયમ અને મોટેરા સ્ટેડિયમ. ત્યાં અવારનવાર ક્રિકેટની મૅચ અને ખેલકૂદના કાર્યક્રમો યોજવામાં આવે છે.

અમદાવાદની વસ્તી દિવસે-દિવસે વધતી જાય છે. તેથી પાણી અને રહેઠાણની સમસ્યાઓ પણ વધી છે. વળી અહીં હવાનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ રહે છે.

અમદાવાદ શહેરની સ્થાનિક બસસેવા વખાણવાલાયક છે. અમદાવાદ શહેરના લોકો મહેનતુ છે. શહેરમાં વિવિધ ધર્મો અને જાતિના લોકો હળીમળીને રહે છે.

મારા શહેરમાં ગાંધીજીએ એક આશ્રમ સ્થાપ્યો હતો. તે ‘સાબરમતી આશ્રમ' તરીકે જાણીતો છે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ અહીં રહ્યા હતા. આઝાદીની ચળવળમાં અમદાવાદ મોખરે રહ્યું હતું.

હવે, સાબરમતીમાં નર્મદાનાં નીર બારેમાસ વહેતાં રહે છે, તેથી તે રળિયામણી લાગે છે. તેનાથી શહેરની શોભા પણ વધી છે.

મને મારા શહેર માટે ગર્વ છે.


અહીં નીચે બટન પર ક્લિક કરી My City Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મારું શહેર નિબંધ, શહેરની શેરી, શહેરી જીવન નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી મારું શહેર ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારું શહેર વિશે નિબંધ એટલે કે My City Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join