ટેલિવિઝનના લાભાલાભ નિબંધ | Advantages and Disadvantages of Television Essay Gujarati

ટેલિવિઝનના લાભાલાભ નિબંધ | Advantages and Disadvantages of Television Essay Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ટેલિવિઝનના લાભાલાભ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Advantages and Disadvantages of Television Essay in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ટેલિવિઝનના લાભાલાભ વિષય પર નિબંધ

શું તમે ગુજરાતીમાં ટેલિવિઝનના લાભાલાભ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

નીચે આપેલ ટેલિવિઝનના લાભાલાભ વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

ટેલિવિઝનના લાભાલાભ | ટેલિવિઝન-દૂષણ અને ભૂષણ વિષે નિબંધ ગુજરાતીમાં

  1. પ્રસ્તાવના
  2. ટેલિવિઝનના લાભાલાભ અથવા ટેલિવિઝન 
  3. દૂષણ અને ભૂષણ પણ મુદ્દા પ્રસ્તાવના 
  4. ટેલિવિઝનની શોધ અને વિકાસ 
  5. ટેલિવિઝનના લાભ 
  6. ટેલિવિઝનના ગેરલાભ
  7. ઉપસંહાર
વીસમી સદી અવનવી વૈજ્ઞાનિક શોધોની સદી બની રહી છે. આ સર્દીમાં થયેલી અનેક વૈજ્ઞાનિક શોધોને લીધે માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થયું છે . એને લીધે માનવીનું જીવન વધુ સગવડભર્યું અને આરામદાયક બન્યું છે. રોજિંદા જીવન સાથે વણાઇ ગયેલું ટેલિવિઝન એ વીસમી સદીની એક અદ્ભુત દેન છે. 

ઇ. સ. 1926 માં બી. બાયર્ડ ટેલિવિઝનની શોધ કરી હતી . શરૂઆતમાં બ્લેક ઍન્ડ વ્હાઇટ ટીવી શરૂ થયાં. પછી તેમાં અનેક પ્રકારના સુધારાવધારા થતાં આજે જાતજાતનાં નાનામોટાં રંગીન ટેલિવિઝન અસ્તિત્વમાં આવ્યાં છે. સેટેલાઇટના કારણે વિશ્વના લગભગ તમામ દેશોમાં ટેલિવિઝનના કાર્યક્રમોનું પ્રસારણ શક્ય બન્યું છે. આપણા દેશમાં પણ ટેલિવિઝનના ઉત્પાદનમાં અનેકગણો વધારો થયો છે. 

ટીવી મનોરંજનનું શ્રેષ્ઠ અને સસ્તું સાધન સાબિત થયું છે. આપણે દેશવિદેશના તાજા સમાચાર ટીવી પર જોઇ શકીએ છીએ. દેશવિદેશની ભૌગોલિક પરિસ્થિતિ જોઇ-જાણી શકીએ છીએ. સંગીત, નાટક, નૃત્ય, કવિતા વગેરેનો આસ્વાદ માણી શકીએ છીએ. દુનિયામાં થતી અવનવી વૈજ્ઞાનિક શોધોથી માહિતગાર થઇ શકીએ છીએ. 

ટીવી પર અનેક સામાજિક અને ધાર્મિક શ્રેણીઓ બતાવવામાં આવે છે. 'મહાભારત' , 'રામાયણ' , સિંહાસન બત્રીસી', વિક્રમવેતાળ”, “શ્રીકૃષ્ણ”, “જય હનુમાન”, “ૐ નમઃ શિવાય’ જેવી અનેક શ્રેણીઓ સમાજધડતરનું કામ પણ કરે છે. 

ટીવી પર બતાવવામાં આવતાં ચલચિત્રો આપણે ઘરમાં બેઠાં બેઠાં સહકુટુંબ જોઇએ છીએ તેથી સમય અને નાણાંનો બચાવ થાય છે. ક્રિકેટ, ફૂટબૉલ કે હૉકી જેવી રમતો જોવા માટે હવે મોંધી ટિકિટો ખરીદીને સ્ટેડિયમ સુધી જવાની જરૂર પડતી નથી. આપણે આ બધી રમતો ટીવી ઉપર જોઈ શકીએ છીએ. ટીવીમાંના યુવા પ્રતિભા શોધ કાર્યક્રમો દ્વારા યુવાનોને તેમનું વ્યક્તિત્વ ખીલવવાની તક મળે છે. ડિસ્કવરી જેવી ચેનલથી આપણને દુનિયાભરની વિશિષ્ટ માહિતી મળી રહે છે. ચિત્રહાર અને ચિત્રમાલા જેવી શ્રેણીઓથી આપણને ફિલ્મી સંગીત માણવા મળે છે. ટીવી પર બાળકો માટેના પણ અનેક કાર્યક્રમો રજૂ થાય છે. તેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે છે. ટીવી પર ચૂંટણી વખતે જુદાજુદા રાજકીય પક્ષોના નેતાઓ પોતાના પક્ષની નીતિઓ અને કાર્યક્રમો રજૂ કરે છે. આથી જે - તે પક્ષની નીતિઓ જાણી શકાય છે. 

ટીવી પર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવે છે . તેથી લોકો અગમચેતીના પગલાં લઇ શકે છે . ભૂકંપ , વાવાઝોડું, દુષ્કાળ, યુદ્ધ, અકસ્માત વગેરેનાં અહેવાલ ટીવી પર રજૂ કરીને અસરગ્રસ્ત લોકો માટે સહાય મેળવી શકાય છે. આમ, ટીવી મનોરંજન સાથે માહિતી અને જ્ઞાન આપતું તેમજ સમાજસેવા કરતું એક ઉત્તમ દશ્યશ્રાવ્ય સાધન છે. 

ટીવીના અનેક ફાયદા હોવા છતાં તેના કેટલાક ગેરલાભો પણ છે. ટીવીની સીધી અસર બાળકોના અભ્યાસ પર થાય છે. કેટલાંક બાળકો ટીવીના કાર્યક્રમો જોતાંજોતાં પોતાનું લેસન કરે છે કે ભોજન કરે છે. તેથી તેઓ અભ્યાસમાં એકાગ્ર થઇ શકતાં નથી. સતત ટીવી જોવાથી બાળકોની આંખો પણ નબળી થઇ જાય છે. રમતોના સીધા પ્રસારણ વખતે ઑફિસોમાં હાજરી ઓછી રહે છે તેથી ઑફિસોના કામ પર અસર પડે છે. ટીવી પર આવતાં હિંસક દશ્યો, જાહેરાતો, અંગપ્રદર્શન કરતાં દશ્યો વગેરેની યુવા અને બાળમાનસ પર વિપરીત અસર થાય છે. આથી જ ટીવીને Idiot Box અને Time Waster પણ કહેવામાં આવે છે . 

ટીવીના કેટલાક ગેરલાભો હોવા છતાં આજે ટીવી એક અનિવાર્ય સાધન બની ગયું છે. ટીવીનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ભૂષણ છે, પરંતુ તેનો વિવેક-સમજ વગરનો ઉપયોગ દૂષણ પણ પુરવાર થઇ શકે છે.

અહીં નીચે બટન પર ક્લિક કરી Advantages and Disadvantages of Television Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ટેલિવિઝનના લાભાલાભ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ટેલિવિઝનના લાભાલાભ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ટેલિવિઝનના લાભાલાભ વિશે નિબંધ એટલે કે Advantages and Disadvantages of Television Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join