જો હું વડાપ્રધાન હોઉં તો... ગુજરાતી નિબંધ [2024]

અમે આ આર્ટીકલમાં જો હું વડા પ્રધાન હોઉં તો... ગુજરાતીમાં નિબંધ પ્રસ્તુત કર્યો છે

અમે આ આર્ટીકલમાં જો હું વડાપ્રધાન હોઉં તો વિશે એક સરસ ગુજરાતીમાં 200 શબ્દોમાં, 150 શબ્દોમાં અને 100 શબ્દોમાં અલગ અલગ નિબંધ પ્રસ્તુત કર્યો છે જે ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે અને તમને ગમશે.

  • જો હું વડાપ્રધાન હોઉં તો નિબંધ,
  • જો હું વડાપ્રધાન હોઉં તો નિબંધ ગુજરાતી,
  • જો હું વડા પ્રધાન હોઉં તો વિશે નિબંધ,
  • જો હું વડા પ્રધાન હોઉં તો... 
  • જો હું વડાપ્રધાન હોઉં તો વિશે નિબંધ ગુજરાતીમાં,
  • Jo Hu Vadapradhan Hou To Nibandh Gujarati
  • Jo Hu Vadapradhan Hou To Essay in Gujarati

નીચે આપેલ જો હું વડાપ્રધાન હોઉં તો... વિશે ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

જો હું વડાપ્રધાન હોઉં તો નિબંધ :

  1. પ્રસ્તાવના
  2. પ્રસ્તાવના દેશની આજની સ્થિતિ
  3. પ્રધાનમંત્રીના ગુણ 
  4. પ્રધાનમંત્રી તરીકેની કામગીરી
  5. ઉપસંહાર
જો હું વડાપ્રધાન હોઉં તો... 

[ મુદ્દાઓ : પ્રસ્તાવના દેશની આજની સ્થિતિ – પ્રધાનમંત્રીના ગુણ – પ્રધાનમંત્રી તરીકેની કામગીરી ઉપસંહાર ] 

માનવમાત્રને કંઈક બનવાની ઇચ્છા હોય છે. કોઈ ઇજનેર બનવા ઇચ્છે છે તો કોઈ ડૉક્ટર. કોઈ શિક્ષક બનવાની ઇચ્છા રાખે છે તો કોઈ વકીલ. કોઈ સમાજસેવક બનવા માગે છે તો કોઈ પત્રકાર. મને વડા પ્રધાન થવાની ઇચ્છા છે. 

દેશ અત્યારે અત્યંત નાજુક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે . આજે દેશમાં ચારે બાજુ આતંકવાદ ફેલાયો છે. કશ્મીરમાં તથા અન્યત્ર રોજ કેટલાય નિર્દોષ લોકોની હત્યાઓ થાય છે. દેશની સીમાઓ પર પાકિસ્તાન તેમજ ચીન છાશવારે છમકલાં કર્યા કરે છે. દેશમાં કોમવાદ, ભાષાવાદ અને પ્રાદેશિકતાવાદ જેવાં દૂષણો માઝા મૂકતાં જાય છે. ભ્રષ્ટાચાર, લાંચરુશવત, કાળાંબજાર, દાણચોરી વગેરે દૂષણોએ તો હદ વટાવી દીધી છે. દેશમાં બેકારી, ગરીબી, મોંઘવારી, બેરોજગારી વગેરે ભયંકર સમસ્યાઓ પ્રવર્તે છે. આવી પરિસ્થિતિમાં વડા પ્રધાનનું કાર્ય લોઢાના ચણા ચાવવા સમાન હશે તે હું જાણું છું.

બંધારણમાં થયેલા ફેરફારો કે સમયાનુક્રમે થયેલાં તેનાં અર્થઘટનો તેમજ ચૂંટણીનું વિષચક્ર આપણી લોકશાહીને દૂષિત કરતાં રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના ઇતિહાસનો મેં અભ્યાસ કર્યો છે, આપણે જે ભૂલો કરી છે તેને હજુ સુધારી લેવી જરૂરી છે. વડા પ્રધાન હોઉં તો મારા વિચારોને, લોકહીત માટે ચરિતાર્થ કરવા માટે લોકભાગીદારીથી પ્રયત્ન કરું.

જો હું વડા પ્રધાન હોઉં તો મારા સાથીપ્રધાનોનો સહકાર મેળવી દેશહિતનાં કાર્યોને પ્રાથમિકતા આપું . દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હું કોઈનીય શેહશરમ કે દબાણને વશ થયા વિના કડક હાથે કામ લઉં . લશ્કરને અદ્યતન સાધનસામગ્રીથી વધુ સુસજ્જ બનાવું. 

ભારત ખેતીપ્રધાન દેશ છે . તેથી ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને હું ખૂબ મહત્ત્વ આપું . નદીઓ પર બંધો બંધાવીને સમગ્ર દેશમાં સિંચાઈની સગવડો પૂરી પાડું . વળી ખેડૂતોને સારાં બિયારણ , ખાતર , જંતુનાશક દવાઓ તેમજ ખેતીનાં સાધનો વાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરું. 

નિરક્ષરતા એ આપણી લોકશાહીનું મોટું કલંક છે . તંદુરસ્ત લોકશાહીની સ્થાપના કરવા માટે દેશની સમગ્ર જનતા શિક્ષિત હોય તે જરૂરી છે . દેશમાંથી નિરક્ષરતા નાબૂદ કરવા હું પૂરેપૂરો પ્રયત્ન કરું . શિક્ષણ અને ન્યાયતંત્રની સ્વાયત્તતા તંદુરસ્ત લોકશાહી માટેનાં ફેફસાં છે , એટલે એ બંને ઉપર પૂરતું ધ્યાન આપું. 

દેશમાંથી ભ્રષ્ટાચાર , લાંચરુશવત , કાળાંબજાર અને દાણચોરી જેવાં દૂષણો દૂર કરવા માટે હું કડક કાયદા બનાવું અને તેનો યોગ્ય અમલ થાય એવું તંત્ર ગોઠવું . હું નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના સહયોગથી એવું આયોજન કર્યું કે દેશમાં કોઈ બેરોજગાર ન રહે . હું એવા કાયદા પણ બનાવું કે જેનાથી મોંઘવારીને વધતી અટકાવી શકાય . વેપારીઓ વાજબી નફો લઈને વેપાર કરે, કાળાંબજાર ન કરે તેમજ બજારમાં કોઈ પણ વસ્તુની અછત ન સર્જાય. 

દેશ પર અવારનવાર કુદરતી આફતો આવી પડે છે. હું આફતગ્રસ્ત લોકોને તમામ મદદ મળી રહે એવું વ્યવસ્થાતંત્ર ગોઠવું. 

દેશના યુવાધનને હું ઘણું મહત્ત્વનું સમજું છું. અન્ય દેશો કરતાં આપણા દેશમાં યુવાધન વધુ છે. તેમને અભ્યાસની કે નોકરીધંધાની કોઈ ચિંતા ન રહે તેવું આયોજન કરું. હું કૉલેજમાં ભણતા યુવાનો માટે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવું. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે દેશનો ઝડપી વિકાસ થાય તેવું હું આયોજન કરું. હું પ્રધાનોના મોંઘાદાટ વિદેશપ્રવાસો અને બિનજરૂરી સરકારી ખર્ચ બંધ કરાવું . સ્વચ્છ મન, સ્વચ્છ ભારતને પ્રાધાન્ય આપું. હું પોતે સાદાઈ અપનાવું અને અન્યોની પાસેથી પણ સાદાઈનો આગ્રહ રાખું. 

હું વડા પ્રધાન તરીકે એવાં સુંદર કાર્યો કરું કે જેને લોકો સદીઓ સુધી યાદ કરે. દરેક નાગરિક ગર્વપૂર્વક કહી શકે "કે મેરા દ્દેશ મહાના"

નીચે આપેલ જો હું વડા પ્રધાન હોઉં તો વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 67 અને 8 માટે ઉપયોગી થશે.

જો હું વડાપ્રધાન હોઉં તો નિબંધ : ધોરણ 6 થી 10 

  1. પ્રસ્તાવના
  2. દેશની આજની સ્થિતિ
  3. પ્રધાનમંત્રીની લાયકાત 
  4. પ્રધાનમંત્રી તરીકેની કામગીરી
  5. ઉપસંહાર
[ 1. પ્રાસ્તાવિક 2. દેશની આજની સ્થિતિ 3. પ્રધાનમંત્રીની લાયકાત. પ્રધાનમંત્રી તરીકેની કામગીરી 9. ઉપસંહાર] 

દરેક વ્યક્તિને જીવનમાં કંઈક બનવાની મહેચ્છા હોય છે . કોઈ દાક્તર , કોઈ વકીલ , કોઈ ઇજનેર તો કોઈ પ્રાધ્યાપક બનવાની મહેચ્છા રાખે છે. મારી મહેચ્છા વડા પ્રધાન બનવાની છે. 

દેશસેવાથી મોટું બીજું કોઈ કર્તવ્ય નથી . જે દેશમાં આપણે રહીએ છીએ તે દેશને વફાદાર રહેવું અને તેની સેવા કરવી તે આપણું પરમ કર્તવ્ય છે. આજે આપણા દેશની પરિસ્થિતિ નાજુક છે. દેશની સરહદો સલામત નથી . દેશમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, કોમવાદ , ભાષાવાદ , લાંચરુશવત વગેરે દૂષણો ખૂબ ફૂલ્યાંફાલ્યાં છે. ગરીબી અને બેકારીએ માઝા મૂકી છે. આવા સંજોગોમાં દેશનો દરેક નાગરિક દેશને વફાદાર રહે તેમજ અંગત સ્વાર્થ છોડીને દેશસેવામાં લાગી જાય તે ખૂબ જરૂરી છે. 

મારી પ્રધાનમંત્રી બનવાની કલ્પનાથી કેટલાકને આશ્ચર્ય થશે, પણ મને તેમાં કશું જ અજુગતું લાગતું નથી . ઈશ્વરે મને શક્તિ અને બુદ્ધિ આપ્યાં છે . મારા મિલનસાર સ્વભાવથી હું લોકોમાં પ્રિય બન્યો છું. હું લોકોનાં નાનાંમોટાં સેવાનાં કામ કરું છું. લોકો મારામાં વડા પ્રધાનના ગુણો જુએ છે. 

હું વડા પ્રધાન હોઉં તો મારા પ્રધાનમંડળના બધા સાથીદારોના સહકારથી દેશના કલ્યાણનાં કાર્યો કરું. આપણો દેશ ખેતીપ્રધાન છે. તેથી ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને હું પ્રથમ સ્થાન આપું . ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેત તે માટે નદીઓ પર બંધો બંધાવું અને સિંચાઈની સગવડ વધારું. ખેડૂતોને સા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ખેતીનાં સાધનો વાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરું. 

આપણા દેશમાં લોકશાહી છે. દેશના નાગરિકો સુશિક્ષિત હોય તો જ લોકશાહી શાસન સફળ થાય . હું દેશમાંથી નિરક્ષરતા નાબૂદ થાય તેવું આયોજન ગામડાનાં અને શહેરનાં નિશાળે જવા લાયક બાળકો નિશાળે જાય અને ભણે તેવો પ્રયત્ન કરું. 

આપણી સીમાઓ પર હંમેશાં શત્રુઓ આક્રમણ કરવા માટે ટાંપીને બેઠેલા હોય છે. તેથી દેશની સલામતી પણ ખૂબ જરૂરી છે . દેશનાં તમામ યુવાન ભાઈબહેનોએ લશ્કરી તાલીમ લીધેલી હોવી જોઈએ. હું કૉલેજમાં ભણતાં તમામ યુવાન ભાઈબહેનો માટે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવું. 

દેશમાંથી ભ્રષ્ટાચાર અને લાંચરુશવત નાબૂદ થાય તે માટે હું કાયદા બનાવું . તેનું કડક પાલન કરાવું . હું નિષ્ણાતોની મદદથી એવું આયોજન કરું કે દેશમાં કોઈ બેરોજગાર ન રહે . હું દેશના લોકોને વાવાઝોડું , અતિવૃષ્ટિ , દુષ્કાળ કે ધરતીકંપ જેવી કુદરતી આફત વખતે પૂરતી સહાય મળી રહે તેવું આયોજન કર્યું. 

વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે દેશનો ઝડપી વિકાસ થાય તે માટે હું વિજ્ઞાનીઓ અને ઇજનેરોને પૂરતી સગવડ અને પ્રોત્સાહન આપું. હું બિનજરૂરી સરકારી ખર્ચા અને વિદેશપ્રવાસો બંધ કરાવું . 

હું વડા પ્રધાન તરીકે એવાં સુંદર કાર્યો કરું કે લોકો સદીઓ સુધી મારાં કાર્યોને યાદ કરે. દરેક નાગરિક ગર્વથી કહી શકે કે "મેરા ભારત મહાન"

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join