140+ પ્રેરણાદાયી ટૂંકી વાર્તા ગુજરાતી | Short Gujarati Story with PDF

પ્રેરણાદાયી ટૂંકી વાર્તા ગુજરાતી | Short Gujarati Story with PDF

શું તમે ગુજરાતીમાં બાળકો માટે પ્રેરણાદાયી ટૂંકી વાર્તા શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાની બાળકો માટે  પ્રેરણાદાયી ટૂંકી વાર્તા ગુજરાતીમાં રજુ કરી છે અને છેલ્લે Short Stories For Kids In Gujarati ની PDF પણ Download કરી શકશો.

બાળકો માટે ગુજરાતી પ્રેરણાદાયી ટૂંકી વાર્તા

પ્રેરણા શું છે? પ્રેરણા એ એક એવી શક્તિ છે જે આપણને આગળ વધવા માટે પ્રેરે છે. ટૂંકી વાર્તાઓ એક સરળ અને અસરકારક રીતે પ્રેરણા આપવાનું માધ્યમ છે. 

આ બ્લોગમાં આપણે ગુજરાતીમાં કેટલીક પ્રેરણાદાયી ટૂંકી વાર્તાઓ જોઈશું અને તેમાંથી આપણે શું શીખી શકીએ છીએ તે વિશે ચર્ચા કરીશું. અહીં બાળકો માટે ગુજરાતી વાર્તા રજુ કરી છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

પ્રેરક બાળવાર્તા | Motivational Children's Story in Gujarati

વાર્તા - 1 કીડી અને ઝાડના પાંદડા

કહેવાય છે કે દરેક માણસ કોઈના કોઈ ઉદેશ્ય સાથે જન્મ લે છે અને એ ઉદેશ્ય શું છે પારકુ કોઈ નહિ પોતે જ નક્કી કરવું પડશે. અહી બસ આ જ વાર્તા રજુ કરવાની છે.

એક શહેર હોય છે. એમાં પ્રાણીસંગ્રાલય હોય છે. એમાં ખુબ જ સુંદર તળાવ હોય છે અને તેની સાથે સાથે લીલા ઝાડ, રંગબેરંગી ફૂલોના છોડ બીજું ઘણું બધું હોય છે.

બહારથી જોવા આવતા લોકોને આ જગા ખુબ જ ગમે છે. જે લોકો એકવાર આ જગ્યા પર આવે એ બીજી વાર કોઈ સમયે આવ્યા વિના રહી જ ના શકે. એવી સુંદર જગ્યા હોય છે.

બહારથી આવતા લોકો રંગબેરંગી ફૂલોના વખાણ કરે, સુંદર તળાવના વખાણ કરે, પ્રાણીસંગ્રાલયમાં રહેતા પક્ષીઓના વખાણ કરે, સિંહ, વાધ, શિયાળ, હાથી, ગેંડો જોઇને તો બાળકોને નવાઈ લાગે, કેમ કે જે બાળકોએ ટીવીમાં કે ફોનમાં આ બધા પ્રાણીઓને જોયા હોય ત્યારે નાના લાગતા જ્યારે રૂબરૂ જોયા તો ખૂંખારલાગતા કે હમણાં જ એમની ઉપર એટેક ના કરે એ બીકમાં રહેતા.

પ્રેરણાદાયી ટૂંકી વાર્તા ગુજરાતી | Short Gujarati Story with PDF

અહી આ પ્રાણીસંગ્રાલયમાં એક ઝાડનું પાન આ બધું જોઈ રહ્યું હતું. એ થોડું ગુસ્સામાં હતું અને બીજી તરફ દુઃખી પણ હતું. કેમ કે એના કોઈ વખાણ નહતું કરતુ. આ જોઇને રડતું પણ હતું એકાંતમાં.

થયું એવું કે રવિવારનો દિવસ હતો. જે લોકોને નોકરી પર રજા હતી એ લોકો પોતાના પરિવાર સાથે આ જ પ્રાણીસંગ્રાલયમાં ફરવા માટે આવ્યા હતા. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. સુસવાટા સાથે પવન ફૂંકાયો. આંધી જ આવી હોય એવું લાગી રહ્યું હતું. બધા પ્રાણીઓ અને પંખી ખુબ જ આવાજ કરવા લાગ્યા. થોડીવારમાં તો બધું ખેદાન મેદાન થઇ ગયું.

એક તરફ જે છોડ હતા ફૂલના એ બધા વેરાઈ ગયા બીજી બાજુ ઝાડના પાન પણ ઘણાખરા નીચે પડી ગયા. નાના જીવોનો તો જીવ સંકટમાં આવી ગયો હતો. હવે જે ફૂલ દુઃખી હતું અને ગુસ્સે હતું એ ફૂલ તળાવમાં પડ્યું. અને એ જ તળાવમાં એક નાનકડી કીડી પણ ડૂબી રહી હતી. તો એ પાંદડાએ જલ્દી જદલી ત્યાં જઈ એ કીડીનો જીવ બચાવ્યો બદલામાં કીડીએ એ પાંદડાનો આભાર માન્યો અને ધીમા અને થોડા રડું અવાજે બોલી આજે તમે ના હોય તો મારી મૃત્યુ નક્કી હતી. તમારો ખુબ ખુબ અભાર. આ સાંભળીને પાંદડાને થયું કે હું નકામો નથી, હું પણ કોઈના કામમાં આવી શકું છું. લોકો ભલે બીજા બધા સુંદર વસ્તુના અથવા વ્યક્તિના વખાણ કરે એને મારે શું ? હું પણ ખાસ જ છું બીજા સમજે કે ના સમજે !

બોધ : ક્યારેય પણ પોતાની જાતને નકામી ના સમજવી. લોકો ભલે ગમે તેટલું કહે પણ પોતાનામાં શું ગુણ છે એ પોતાને જન હોવી જરૂરી છે.

વાર્તા - 2 રાજકુમારી અને પોપટ

એક મહેલ હતો. એમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી. એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું મારે પોપટ જોવે છે એ પણ બોલતો. રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવી દઉં.
રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો ! સૈનિકો જાઓ ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવથા કરો. અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ના મુકતા. હવે તો રાજાની સાથે સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા, રાજકુમારી માટે બોલતો પોપટ લાવો ક્યાંથી ?

સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી. બધે શોધ્યું પણ બોલતો પોપટ મળ્યો નહિ. સૈનિકો પોપટને શોધતા શોધતા ક્યારે જંગલમાં આવી ગયા એનું ભાન રહ્યું નહિ. એ લોકો ખુબ થાકી ગયા હતા માટે એક મોટા ઝાડ નીચે થોડીવાર આરામ કરવાનું વિચાર્યું. આરામ કરતા કરતા ક્યારે એ બધાની અંખ મીચાઈ ગઈ એની ખબર ના રહી.

થોડીવાર પછી કોઈ બોલી રહ્યું હોય એવો આભાસ થયો. જે સૈનિકો સુઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું પણ કોઈ આસપાસ દેખાયું નહિ. ચારેતરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહિ, પછી જેવું ઉપર જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને તે જ બોલી રહ્યો હતો. એ જોઈ પહેલા તો આશ્રર્યમાં પડ્યો અને બીજી બાજુ હરખાયો. આ શું એક પોપટ એક હાથી જોડે વાત કરી રહ્યો છે. લાગે છે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા હશે. પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપટને મહેલમાં લઇ કઈ રીતે જવો. એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે.

એ સૈનિકે બધાને પહેલા તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ વિચારવાનું કહ્યું. થોડીવાર પછી એમાંથી જ કોઈ સૈનિકને એક યુક્તિ સુજી, આપડે પાંચ જણા તો હાથીને નહિ પહોચી વાલીએ પણ હા એક ઉપાય છે એમને બેહોશીવાળું ખાવાનું આપીએ તો કેવું સારું ! જ્યારે એ હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહે ત્યાર પછી હાથીને પડતો મુકીને પોપટને લઇ જઈશું. બધા સૈનિકે વાતમાં હા મિલાવી અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઇ હતી.

હાથી બેહોશ થયો તરત જ સૈનિકો પોપટને લઇ મહેલ જવા પ્રસ્થાન કર્યું. જ્યારે રાજકુમારી એ પોપટને જોવે છે ત્યારે ખુશ થઇ જાય છે. એક પિજરામાં પુરાયેલો પોપટ ખુબ ગમ્યો. એ ખુશી ખુશી પોપટને પોતાના કક્ષમાં લઇ જાય છે. એને બહુ બધું ખાવાનું આપે છે. પણ પોપટ નથી ખાતો. જ્યારે પાણી આપ્યું તો પાણી પણ નથી પીતો. થોડો સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે. રાજકુમારીને એમ કે આ પોપટ મૃત્યુ પામ્યો છે હવે આને હું શું કરું. જેવું પિંજરૂ ખોલે છે અને પોપટને બહાર કાઢે છે અને જમીનમાં દાટવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે એવો જ પોપટ ફટાફટ ઉડી જાય છે. અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈ જ રહે છે.

બોધ : ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો દુપયોગ ના કરવો. પશુ અને પંખી ખુલ્લા આકાશમાં જ શોભે એને મહેબાની કરીને પિંજરામાં ના પૂરો. તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

વાર્તા - 3 ચકલી, પોપટ અને કાગડો

એક જંગલ હતું. જંગલ ખુબ જ મોટું હતું. એમાં એક ચાલી રહેતી હતી. એને ચાર બચ્ચા હતા. ચકલીના માળાની સામે એક પોપટનો માળો હતો. એ પોપટ ખુબ જ ઈર્ષાળુ હતો. એને કોઈનું સારું થાય એ જરાય ના ગમે. અને એ પોપટના માળાની પાછળ કાગડાનો માળો હતો. કાગળો ખુબ જ ભોળા સ્વભાવનો હતો. એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય.
ચકલીનો માળો ખુબ જ સુંદર હતો અને એ જોઇને પોપટને ખુબ જ ઈર્ષા થતી હતી. અને હવે તો ચકલીને ચાર બચ્ચા હતા એટલે અવાજના કારણે એ ખુબ જ પરેશાન રહેતો. પોપટને હવે તો ચકલીને બોલાવી પણ ના ગમે પણ હવે શું કરે એના સામે જ તો માળો હતો એનો માળો છોડીને જાય પણ ક્યાં ?

ઉનાળાની ઋતુ પૂરી જ થવા આવી હતી હવે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું. એટલે હવે તો ચકલીની ચિંતા વધી ગઈ, હવે હું મારા બાળકોને ખાવાનું શું ખવડાવીશ. બાળકોને એકલા મુકીને ખાવાનું લેવા કેવી રીતે જઈશ. એટલામાં એને વિચાર આવ્યો સામે તો પોપટભાઈ છે એમને કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખે હું હમણાં જ ખાવાનું લઈને આવું છું. પણ પોપટભાઈએ પણ એમ જ હા પાડી દીધી હા પાડવા ખાતર.

જ્યારે ચકલી આ બધું કહેતી હતી ત્યારે કાગડાની નજર ત્યાં પડી અને ત્યાં એ પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યા. એ આવે એ પહેલા તો ચકલી ખાવાનું લેવા જતી રહી, જ્યારે કાગડાભાઈએ પોપટને કહ્યું શું કહેતી હતી ચકલી તો પોપટે કાગડાભાઈને ખોટું કીધું. એવું કીધું કે જોવોને પોપટભાઈ આ કાગડો કેવો ગંદો રહે છે પોતાના માળામાં અને માળો એના કરતા પણ ગંદો છે. કોણ જાણે એ કેવી રીતે રહેતો હશે. મને તો આવું જરાય ના ગમે. મને તો મારો માળો વ્ય્વસ્થાવાલો જોઈએ અને સુંદર જોઈએ આવા માળામાં તો કંઈ રહેવાતું હશે ? કાગળો તો આ સાંભળીને ગુસ્સે થઇ ગયો. અને ચકલી આવે એની રાહ જોવા લાગ્યો. ક્યારે ચકલી આવે અને બદલો લઉં.

થોડીવાર પછી ચકલી આવી જાય છે અને જેવી ચકલી એના માળાની અંદર જાય છે એવામાં ધોધમાર વરસાદ ચાલુ થઇ જાય છે અને થોડીવારમાં તો કાગડાનો માળો તૂટી જાય છે અને તે જલ્દીથી પોપટભાઈની મદદ લે છે પણ પોપટ મદદ કરવાની ના પાડી દે છે. પોપટ એવું કહે છે કે મારો માળો તો ખુબ જ નાનો છે આપડે બેઉ આ માળામાં સમાવી નહિ શકીએ પછી જયારે એ ચકલીબેનની મદદ માગવા જાય છે ત્યારે તે રાજી રાજી કાગડાભાઈને પોતાના માળામાં બોલાવી દે છે અને કહે છે કાગડાભાઈ મારે ચાર બાળકો થયા એટલે મેં પહેલેથી જ માળો મોટો બનાવી લીધો હતો જેથી કરી ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ના નડે.

પછી તો ચકલી અનેકાગડાભાઈની લાંબી વાત ચાલે છે અને પેલી પણ વાત બહાર આવે છે જે પેલા પોપટે ચકલી વિષે કહી હતી. ચકલી કહે છે કાગડાભાઈ મેં તો આવી કોઈ વાત તમારા વિષે કરી જ નથી. જ્યારે કાગડાભાઈને સત્યનું ભાન થાય છે ત્યારે ખુબ જ અફસોસ થાય છે. ત્યારથી કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત ના સાંભળવી. જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકી દેવો.

બોધ : આ વાર્તાથી એ સીખ મળે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ના મુકવો. સત્ય જાણવા માટે બે પક્ષો સામસામે હોવા જરૂરી છે. જો કોઈ એક પક્ષની વાત સાંભળશો તો તમે પોતે પણ મુસીબતમાં પડી શકો છો.

પ્રેરણાદાયી ટૂંકી વાર્તાઓ: જીવનને નવી દિશા આપતી વાર્તાઓ

નાની નાની રસપ્રદ અને બોધપ્રદ બાળવાર્તાઓ ડાઉનલોડ કરો.
  1. અંધેરી નગરી ગંડુ રાજા - PDF Download
  2. બોલતી ગુફા - PDF Download
  3. ચકા ચકીની વાર્તા - PDF Download
  4. ચતુર કાગડો - PDF Download
  5. દલો તરવાડી - PDF Download
  6. દૂર્જન કાગડો - PDF Download
  7. ગાયક ગધેડૉ - PDF Download
  8. હાથી અને દરજી - Download
  9. કાગડો અને શિયાળ - Download
  10. લાલચુ કૂતરો - Download
  11. લાવરીની શિખામણ - Download
  12. લોભિયાભાઇ લટકી ગયા - Download
  13. નીલરંગી શિયાળ - Download
  14. પૈસા વેડફાય નહી Download
  15. સમજુ બકરીઓ - Download
  16. સંપ ત્યાં જંપ - Download
  17. શેરડીનો સ્વાદ - Download
  18. શિયાળનો ન્યાય - Download
  19. ઠાકોર અને રંગલો - Download
  20. ટીડા જોષી - Download
  21. ઉંદર અને સિંહ - Download
  22. ઉપકારનો બદલો અપકારથી - Download
  23. વાઘ આવ્યો - Download
  24. માળો - Download
  25. વરુ અને બકરી - Download
  26. હઠનું ફળ - Download
  27. સોબતની અસર - Download
  28. મરજી પ્રમાણે કામ કરનાર - Download
  29. સં૫નો લાભ - Download
  30. નિંદા કરનારો પોપટ - Download
  31. આજ્ઞાંકિત બાળક - Download
  32. સિંહની મૂર્ખતા- Download
  33. ચોરીની સજા - Download
  34. બે સહેલીઓ - Download
  35. જેવી કરણી તેવી ભરણી - Download
  36. વાંદરાની મૂર્ખાઈ - Download
  37. ચંચળ ખિસકોલી - Download
  38. હાથી અને કીડી - Download
  39. બળદની ઉદારતા - Download
  40. સાચી ખુશી - Download
  41. મંત્રીની ચૂંટણી - Download
  42. ખેડૂતની પરીક્ષા - Download
  43. શિયાળનું લગ્ન - Download
  44. ઉંદરના કાન લાંબા કેમ - Download
  45. શિયાળની ચાલાકી - Download
  46. ઘમંડીને શિક્ષા - Download
  47. કાગડો અને શિયાળ - Download
  48. અભણ માનો સંસ્કારી દીકરો - Download
  49. બુદ્ધિશાળી મા - Download
  50. શિક્ષણની સાર્થક્તા - Download
  51. હાથીની ચતુરાઈ - Download
  52. વિમલનો સંકલ્પ - Download
  53. ન્યાયની આડમાં - Download
  54. શેઠાણીના દાગીના - Download
  55. સાચું પ્રાયશ્ચિત્ત - Download
  56. સફળતાનું સાધન - Download
  57. શક્તિની પરીક્ષા - Download
  58. નવી દિશા - Download
  59. કરણીનું ફળ - Download
  60. સુનંદાની મોટાઈ - Download
  61. ઉંદરની વિદેશયાત્રા - Download
  62. ૫રિવર્તન - Download
  63. દહેજનો લોભ - Download
  64. અદાલતનાં ચક્કર - Download
  65. ટીપૂકેવી રીતે સુધર્યો - Download
  66. પોતાની સહાયતા પોતે કરે - Download
  67. ઢીંગલીએ સ્નાન કર્યું - Download
  68. સારાં બાળકો - Download
  69. જંગલનાં ફળ - Download
  70. પોપટ મધ ખાવા ગયો - Download
  71. મિત્રતાની ઓળખ - Download
  72. વરની પસંદગી - Download
  73. વૃદ્ધનું અભિમાન - Download
  74. મિત્રતાની મર્યાદા - Download
  75. હાથીનો ઉપદેશ - Download
  76. સાર્થક જીવન - Download
  77. સદાચાર પ્રગતિનું દ્વાર - Download
  78. બુદ્ધિશાળી સુરભિ - Download
  79. પ્રયત્નની પૂર્ણતા - Download
  80. સજાગ માતા - Download
  81. સમીરની ચતુરાઈ - Download
  82. કુસંગનું પરિણામ - Download
  83. માતાની પ્રાણરક્ષા - Download
  84. સાહસી બાળા - Download
  85. જ્યાં બુદ્ધિ ત્યાં બળ - Download
  86. ભલાઈનું કામ - Download
  87. નાનજીના ટુચકા - Download
  88. પરિવારનું બળસહકાર - Download
  89. મહાત્મા અને તેમના ચેલાઓ - Download
  90. પોમલો ને પોમલી - Download
  91. ગલો ને ગલી - Download
  92. કોની ચતુરાઈ ચડે? - Download
  93. ગલબો વરુની જીભ ટિપાવે છે - Download
  94. ગલબાને માથાનો મળે છે - Download
  95. વાઘની પાલખી - Download
  96. બિલાડીની ડોકે ઘંટડી - Download
  97. કોયલનાં બચ્ચાં - Download
  98. કલાકાર કાગડી - Download
  99. લાડુની જાત્રા - Download
  100. યુગાન્ડાનો ગેંડો - Download
  101. રામરાજ્યનાં મોતી - Download
  102. ભગા પટેલની ભેંશ - Download
  103. 'દે' નું 'લે' થઈ ગયું! - Download
  104. ચટકચંદ ચટણી - Download
  105. કંજૂસનો કાકો - Download
  106. અક્કલનું ઘર -  પૂંછડી! - Download
  107. શંકર ભગવાન - Download
  108. નાથિયાના જોડા - Download
  109. સિંહ-ભૂંડની લડાઈ - Download
  110. મન, મન, શું ખાઉં? - Download
  111. ચકૂડી - Download
  112. દમલો દુંદાળો - Download
  113. ન્યાયમૂર્તિ - Download
  114. તિકડમ્ બાબાનો ચેલો Download
  115. ડરાઉંખાં દેડકો - Download
  116. મગલો મગર ને પપૂડો વાંદરો - Download
  117. ભાગીદારીનો ધંધો - Download
  118. રૂપિયાવાળી ચકલી - Download
  119. ખેડૂતની કાકડી - Download
  120. શશી માશીનાં શક્કરિયાં - Download
  121. ધની શેઠનો એક પૈસો - Download
  122. મતૂરી-ફતૂરી - Download
  123. બોબડી બંધ - Download
  124. ભૂતિયું ઘર - Download
  125. ઘુવડની સલાહ - Download
  126. ટેનિસના દડાને ક્રિકેટનો દડો થવું હતું! - Download
  127. બીવાથી બીવું નહિ - Download
  128. ટોપી-પંડિત - Download
  129. ધોળો ગધેડો ને કાળો હાથી - Download
  130. બકો - Download
  131. પ્રશ્નપત્ર - Download
  132. પ્રસાદ - Download
  133. આકાશનો ફોટો - Download
  134. સોનાનો બકરો - Download
  135. મેં બે-પગાળો જોયો! - Download
  136. દમલો-ધમલો બે ઠગ - Download
  137. ભડાભડ ને ધડાધડ - Download
  138. મારાં જૂતાં ને મારો બરડો - Download
  139. પદમણી - Download

અહીં મૂકવામાં આવેલ તમામ વાર્તા મિત્રો અન્ય બ્લોગ કે વેબસાઈટ પરથી સંકલન કરીને લેવામાં આવેલ છે. તેમાં જ્યાં લેખકના નામ કે શાળાના નામ ઉપલબ્ધ હતા ત્યાં લખેલ છે. આ તમામ વાર્તાના કોપીરાઇટ જે તે લેખકના પોતાના છે. અહીં માત્ર શાળામાં શિક્ષકો-બાળકો વાર્તા કહી શકે તે આશયથી મૂકેલ છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો મારું ધ્યાન દોરવા વિનંતી.જેતે માહિતીને દૂર કરવામાં આવશે

બાળકો માટે ગુજરાતી પ્રેરણાદાયી ટૂંકી વાર્તા વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી બાળકો માટે ગુજરાતી પ્રેરણાદાયી ટૂંકી વાર્તાનો વિડીઓ જોઈ શકો છો.

Conclusion

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં બાળકો માટે ગુજરાતી પ્રેરણાદાયી ટૂંકી વાર્તા એટલે કે Short Gujarati Story For Kids વિશે સંપૂર્ણ વાર્તા આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join